પેટ કરાવે વેઠ…બે ટંક ભોજન માટે આ દાદા ઘરે-ઘરે ભટકીને વગાડી રહ્યા છે વાયોલિન, ધૂન સાંભળીને તમે પણ થઇ જશો ફિદા

ભારતમાં પ્રતિભાની અછત નથી. ભારતમાં તમને દરેક ગલી અને ચોક પર કોઈને કોઈ કુશળ માણસ જોવા મળી જશે. બસ વાત એ જ હોય છે કે તેની એ પ્રતિભા જનતા સામે આવી શકતી નથી અથવા તો એવું કહી શકાય કે તેને યોગ્ય પ્લેટફોર્મ અને યોગ્ય માર્ગદર્શન નથી મળતું, જેના માધ્યમથી તે જાણીતા થઇ શકે અને પૈસા કમાઈ શકે. કલાકાર નાના હોય કે મોટા પરંતુ તેની કુશળતાની કદર કરવી જોઈએ.

આજે સોશિયલ મીડિયાના જમાનામાં વાયરલ થયેલા વિડીયોના માધ્યમથી આપણને ઘણા બધા કુશળતા વાળા કલાકારોને ઓળખવાનો ચાન્સ મળે છે. કેટલાક કલાકારો તો સોશિયલ મીડિયા પર પોતાની કુશળતા બતાવીને જાણીતા થઇ જતા હોય છે. રાનુ મંડલ એક એવી જ મહિલા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ દાદાની કુશળતાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વડીલ વ્યક્તિ દેખવામાં તો ખૂબ જ ગરીબ લાગે છે પરંતુ તેની આ કુશળતા તેને અમીર માણસ બનાવી શકે છે. આ વૃદ્ધ દાદા લોક ડાઉનમાં રસ્તા પર વાયોલિન વગાડીને લોકોનું મનોરંજન કરી રહ્યા છે.

મધુર ધૂનની સાથે સારુ વાયોલીન વગાડવું એ ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. પરંતુ આ વૃદ્ધ માણસે જે મધુરતા અને ખુબસુરતીથી વાયોલીન વગાડ્યું તે જોવા લાયક છે. આ કોરોના કાળમાં બધા કામ ધંધા બંધ થઈ ગયા છે. એવામાં આ વૃદ્ધ માણસ પોતાની કલાના માધ્યમથી સંઘર્ષ કરીને બે સમયનું ભોજન મેળવવા માટે જુગાડ કરી રહ્યા છે.

જે માણસે આ વીડિયો શેર કર્યો છે તે દાવો કરે છે કે આ વૃદ્ધ દાદા કોલકાતાના છે. ટ્વિટર ઉપર વાઈરલ થઈ રહેલા આ વિડીયો આરીફ શાહ નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, આ વડીલ માણસની કુશળતાને જુઓ. એ સાથે જ તેણે જણાવ્યું કે આ માણસ કોલકત્તામાં રહે છે. વિડીયો જોઈને ઘણા બધા લોકોએ ઘણી બધી કમેન્ટ કરી છે. તેમાં એક યૂઝરે કહ્યું કે આ વૃદ્ધ માણસનું નામ ભોગોબાન મલી છે. ગિરીશ પાર્ક પાસે રહે છે.

આ વિડિયો ૨ મિનિટ અને ૫ સેકન્ડનો છે. તેમાં જોવા મળે છે કે કોઈ વડીલ વ્યક્તિ રસ્તાના કિનારે રાતના અંધારામાં વાયોલિન વગાડીને બધાનું મનોરંજન કરી રહ્યા છે. તે પોતાના વાયોલિન પર “અજીબ દાસતા હે યે.. “અને “દિવાના હુઆ પાગલ” જેવા ગીતોની ધૂન વગાડી રહ્યા છે. ફૂટપાથ ઉપર વડીલ વ્યક્તિની પાછળ એક મહિલા ઊભી દેખાઈ રહી છે. જોવામાં તે મહિલા વ્યક્તિને લાગે છે. રાતનો સમય છે એટલા માટે ત્યાં આજુબાજુ દુકાનો પણ બંધ દેખાઈ રહી છે. આ વીડિયો વાયરલ થયા પછી ઘણા બધા લોકો આ વડીલના ટેલેન્ટને જોઇને મદદનો હાથ આગળ વધારે છે. ઘણા બધા લોકો દાદાની કુશળતાની પ્રસંશામાં કોમેન્ટો કરવા લાગ્યા.

સોશિયલ મીડિયા પર અનેક વખત વીડિયો વાયરલ થતા રહે છે. હાલ એક વૃદ્ધ આર્ટિસ્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા તે એટલી સુંદરતાથી વાયોલિન વગાડી રહ્યા છે કે લોકો તેમના ફેન્સ બની ગયા છે. હાલ તેમનુ નામ સામે આવ્યું નથી પરંતુ વીડિયો શેર કરનારે દાવો કર્યો છે કે દાદા કોલકાત્તાથી છે. જે લોકડાઉન દરમિયાન વાયોલિન વગાડીને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ કોરોનાકાળમાં ઘણા લોકોની જેમ આ દાદા પણ સ્ટ્રગલ કરી રહ્યા છે અને તેમની કળાના માધ્યમથી બે સમયની રોટલી એકઠી કરી રહ્યા છે. તો આવો જોઇએ દાદાનો વીડિયો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong