અભિનેત્રીઓ સાથે ક્યારેક ક્યારેક ખુબ જ ખરાબ ઘટના ઘટી જતી હોય છે. ત્યારે હાલમાં ફરી એકવાર કઈક એવું જ જોવા મળ્યું છે અને પોલીસમાં કેસ નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં કાર રાઇડર્સ બદમાશોએ પતિ સાથે ઘરે પરત ફરી રહેલી ટીવી એક્ટ્રેસની 6 કિલોમીટર સુધી પીછો કર્યો હતો. આટલું જ નહીં બદમાશો ડર્યા વગર અભિનેત્રીના ઘરમાં પણ ઘૂસી ગયા હતા અને લાંબા સમય સુધી પરિવાર સાથે દૂરવ્યવહાર કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે ચારેય બદમાશોની ધરપકડ કરી છે.
જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ ઘટના પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ બદમાશો દારૂના નશામાં હતા. પોલીસે અભિનેત્રીના પતિની ફરિયાદના આધારે વિવિધ કલમોમાં એફઆઈઆર નોંધી છે. લફંગાઓએ શા માટે પીછો કર્યો એનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. અભિનેત્રી પોતાના પતિ સાથે રોહિણી સેક્ટર 14 પ્રશાંત વિહારમાં રહે છે. તેણે ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે જે અભિનેત્રી સાથે આ ઘટના બની એનો પતિ ઉદ્યોગપતિ છે. રવિવારે રાત્રે તે પત્ની સાથે રુપનગરમાં મામાના ઘરે ગયા હતા. 1.30 વાગ્યે બંને કાર દ્વારા પ્રશાંત વિહારમાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. તેણે જણાવ્યું કે, તે જેવા જ પીતામપુરામાં આવેલ મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પહોંચ્યો કે તરત જ કારમાં સવાર ચાર બદમાશોએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું.
કહેવામાં આવે છે કે બધા જ બદમાશો દારૂના નશામાં હતા અને આ લોકો કારમાં ગાળો બોલી રહ્યા હતા અને અપશબ્દો બોલી રહ્યા હતા. હદ તો ત્યાં થઈ ગઈ કે આ લોકોએ તેમની કાર સાથે અનેક વખત તેમની કારને પણ ટક્કર મારી હતી.
આ મામલે વાત કરતાં અભિનેત્રીના પતિએ કહ્યું હતું કે મોડી રાત થઈ ગઈ હોવાથી તેની સાથે ઝઘડવા કરતાં ઘરે જવું સારુ લાગ્યું. પરંતુ બદમાશોએ તો નીડરતાપૂર્વક વધુ ઝડપે તેમનો પીછો કર્યો.
તેણે જણાવ્યું હતું કે અમે જેવી જ અમારી કાર ઘર અંદર લીધી તો બદમાશોએ તેમની કાર પણ ઘરમાં ઘુસાડી દીધી હતી, અને પરિવારના તમામ સભ્યો સાથે દૂરવ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું અને પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે હવે પોલીસમાં કેસ નોંધાયો છે અને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,