પતિનું થયુ કરુણ મોત, તો પત્ની મદદ માટે કરતી રહી આજીજી તેમ છતાં…પૂરી ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો હે ભગવાન..’સાવ આવું’

દેશમાં છેલ્લા થોડાક સમયથી જાણે કે, લોકમાં માનવતા મરી પરવારી હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીએ તો જાણે એક જ પરિવારના સભ્યોની વચ્ચે પણ અંતર લાવી દીધું છે. કોરોના વાયરસ પહેલા તો જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને કાંધ આપવા માટે પડોશીઓ સહિત સગા- સંબંધી અને પરિવારના તમામ સભ્યો હાજર થઈ જતા હતા.

image soucre

જયારે વર્તમાન પરિસ્થિતિમાં નનામીને સ્મશાન સુધી પહોચાડવા માટે પણ કોઈ વ્યક્તિ આગળ આવતા નથી. આ ફોટો છત્તીસગઢ રાજ્યની નજીકમાં આવેલ ઓડીસા રાજ્યના પદમપુરમાં ઘટના બની છે. પદમપૂરમાં એક વ્યક્તિનું મૃત્યુ ટીબી થઈ જવાના કારણે થઈ ગયું હતું. આ વ્યક્તિ છેલ્લા ૧૫ દિવસથી હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા.
કોરોના વાયરસ સંક્રમણના ભયથી કોઈ વ્યક્તિ આવી નહી.

image source

મૂળ ખીર્સાપાલીના નિવાસી પુનઉંનું જયારે અવસાન થઈ જાય છે તે સમયે સ્થાનિક વ્યક્તિઓ દ્વારા પુનઉંને કોરોના વાયરસથી સંક્રમિત માની બેસે છે અને સ્મશાન સુધી લઈ જવા માટે મનાઈ કરી દે છે. જયારે પુનઉંનો કોરોના વાયરસ રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જયારે અન્ય એક કારણ એ છે કે, પુનઉંએ અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા હતા એટલા માટે પુનઉંને સમાજ માંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો.

પુનઉંને પોતાની કોઈ સંતાન નહી હોવાથી ભત્રીજો સ્મશાન લઈ જાય છે.

image source

પુનઉંને પોતાની કોઈ સંતાન હતી નહી. પતિના મૃત્યુ થઈ ગયા બાદ પુનઉંની પત્ની ક્ષીર બરીહા દ્વારા સ્થાનિક નિવાસીઓને પોતાની મદદ કરવા માટે વિનંતી કરવા લાગી હતી, તેમ છતાં જયારે એકપણ વ્યક્તિ મદદ માટે આગળ આવી હતી નહી. આ સમય દરમિયાન પુનઉંનો મૃતદેહ ૫ કલાક સુધી ઘરમાં જ મૂકી રાખવામાં આવ્યો હતો.

image source

ત્યાર બાદ જયારે ક્ષીર બરીહા પોતાના પરિવારના અન્ય સભ્યોને જાણ કરે છે ત્યારે ક્ષીર બહિરાનો ભત્રીજો એમના ઘરે આવે છે અને પોતાના કાકાના મૃતદેહને અંતિમ સંસ્કારની વિધિ માટે સ્મશાન સુધી લઈ જવામાં મદદ કરવા માટે પડોશીઓની પાસે મદદ માંગે છે તેમ છતાં પણ કોઈ વ્યક્તિ મદદ કરવા માટે આવી નહી. પુનઉંના ભત્રીજાએ સ્થાનિક રહેવાસીઓની આવી પ્રતિક્રિયા જોઈને ભત્રીજાએ પોતાના ખભા પર પુનઉંના મૃતદેહને મૂકી દે છે અને અંતિમ સંસ્કારની વિધિ માટે સ્મશાન સુધી લઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!