જલ્સા કરોને જેંતીલાલ

પતિ પત્ની કેમ ભૂલી જાય છે તેઓ હવે માતા પિતા પણ છે…લાગણીસભર વાર્તા…

“Let’s, kids !! Sing and dance !!!” “Wow !! So nice !!”

માધવી, કોન્વેન્ટ સ્કૂલમાં ટીચર હતી. આજે એ સિનિયર KG માં સ્ટુડેન્ટ્સ ને સિગિંગ સાથે ડાન્સિંગ કરાવતી હતી. પણ, એણે જોયું કે, ધીમે ધીમે, એક પ્લાન્ટને પોષણ મળતું બંધ થાય અને એ ઝાંખો પડતો જાય તેમ, કોશા, મુરઝાઈ ગયેલી લાગતી હતી. રૂપકડી કોશા, મોટી મોટી આંખો !! એની એ આંખો જ એવી બોલકી !! કે એ આવીને મેડમને કઈ કહેવા મોં ખોલે એ પહેલાં જ એની આંખોમાંથી એ વાતનો ભાવ ટપકી પડે !! જે કોશા ને ચૂપ રાખવા, ‘ keep quite !! Finger put on your mouth !”” એમ કહ્યે જ રાખવું પડતું હતું એ હમણાંથી ગુમસુમ નજરે પડતી હતી.


એક આસિસ્ટન્ટ ટીચર કલાસમાં આવી જતા, માધવી, કોશા પાસે ગઈ અને તેની નજીક જઈ પૂછ્યું, ” Are you all right ?? Dear !!” કોશા ધીમેકથી ગણગણી, ” ya , ma’am !!” પરંતુ, એની બોલકી આંખોએ કોશાને સાથ ન આપ્યો. માધવી, કોશાનો હાથ પકડી, સ્ટાફ રૂમ માં લઇ આવી. એને પોતાના ટેબલ પર બેસાડીને, એ ચેર નજીક રાખી, બેસીને પૂછવા લાગી…


“કોશા !! What happened ?? ” કોશા એકદમ રડવા લાગી. માધવીની શંકા સાચી પડી. એણે મહામહેનતે, કોશાને શાંત કરી પૂછ્યું અને નાનકડી છોકરીએ પોતાનું મોં ખોલ્યું, ” મેમ, મારા મોમ ને ડેડ હવે એક ટીમમાં નથી. એ ક્વાર્લિંગ કરે છે !! મારા દાદી , ડેડને એમ કહે છે કે કોશાને એની માં ભેગી જવા દેજે !! અને નાની માં, મોમ ને કે’તી”તી કોશા ને નો લાવતી, એ ઝંઝાળ ને એ લોકો સંભાળશે, તને અમે બીજું ઘર ગોતી આપશું !! કોશા આટલું બોલીને હિબકે ચડી ગઈ..


અને ડૂસકાં ભરતા ભરતાં બોલી, મારા મોમ ને ડેડ આજકાલ મને ખુબ જ લવ કરે છે અને એમ બોલે છે કે.. ” પછી તો.. તું મારી સાથે નહિ હો !! મેમ, બેય એવું કહે તો હું કોની ટીમમાં ??”” કોશા રડવા લાગી.. માધવી વિચારમાં પડી ગઈ,” માબાપ બન્યા પછી, પતિપત્ની છુટા પડી શકે છે !! પણ, બચ્ચાના માતાપિતા ?? છુટા પડવું જ હોય તો, માબાપ બન્યા પહેલા નહિતર ક્યારેય નહીં!!”

લેખક : દક્ષા રમેશ ” લાગણી”

આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ દક્ષા રમેશની વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

Exit mobile version