પતિ અને પત્ની જયારે બોલચાલમાં સામસામે આવે ત્યારે શું કરવું, સમજો અને મિત્રો સાથે શેર કરો…

“લગ્નજીવનના આટલા વર્ષેય,તમે બન્ને ‘made for each other’જ લાગો છો. તમે બન્ને સાથે રહીને કાયમ ખુશ કેમ રહી શકો છો ??” તન્વીએ તેની ફ્રેન્ડ નીલાને પૂછ્યું. નીલાએ પોતાના ચહેરા પર જે સ્મિતનું સૌંદર્ય પાથર્યું હતું તે વધુ ફેલાવીને કહ્યું, ” it’s so easy dear !! પુરુષ અને સ્ત્રી જ્યારે લગ્નગ્રંથિથી જોડાઈ જાય ત્યારે એ સાચા અર્થમાં જીવનસાથી તો જ બની શકે કે બંને વચ્ચે સંવાદિતા (Harmony ) હોય. એક પાત્ર સ્ટ્રોંગ હોય તો બીજું એમાં મર્જ થઈ જાય. પણ, બન્ને પાવરફુલ હોય તો, એ સંગમ માં વમળ ઉત્પન્ન થયા વગર ન રહે.


પણ, કુદરતે, સ્ત્રીમાં સહજ સમર્પણ નો ગુણ મુક્યો છે એ જો સ્ત્રીને સમજ હોય તો ક્યારેય પતિપત્ની વચ્ચે વિવાદ ન થાય !!” તન્વીએ પૂછ્યું, “એ કેવી રીતે ?” નીલાએ કહ્યું, ” તન્વી, મેં નાનપણમાં એક વાર્તા સાંભળી હતી.. એક પતિપત્ની હતાં. પત્નીના જન્મદિવસ પર પતિએ એની ઈચ્છા પૂરી કરવા માટે, પોતાની પાસે પૂરતાં રૂપિયા ન હોવા છતાં, ઉધારી રાખીને પણ,પત્નીને હીરાનો હાર અપાવ્યો.


પછી, એ પતિએ ઉધારી ચુકવવામાં થોડી મુશ્કેલી આવે છે, અને એ વેપારીની દુકાન પાસેથી નીકળતા પણ અચકાય છે. એણે એ બાકી રાખેલા પૈસા ન્હોતા આપવા એવું ન્હોતું પણ, હાલત એવી હતી કે હજુ એ હમણાં તો ઉધારી ચૂકવી શકે તેમ નહોતો.હાથમાથુ જોડી ચૂકવી આપવાનો વાયદો ય કર્યો હતો. એ ભાઈને પેલો વેપારી રસ્તામાં ક્યાંય સામો મળે તો એ પોતાનો રસ્તો બદલી નાંખે.


વેપારીની એવો રુઆબ પણ હતો કે એમની સામે કોઈપણ ગેંગેં ફેંફેં થઈ જાય !! અને પેલા ભાઈને મનોમન ગુસ્સો આવતો હતો કે આપી જ દઈશ એમના રૂપિયા, જરા વધારે દિવસની મહેતલ આપી દે તો શું વાંધો ?? વેપારી પણ, પોતાની ઉઘરાણી કઢાવવા, ગુસ્સે થઈ, એની ઘરે પહોંચ્યો.. એ ભાઈની પત્નીએ દરવાજે ઊભા રહી પૂછ્યું, ” શુ કામ છે ? કેમ આવ્યા છો ?” વેપારીએ કહ્યું, ” આપે જે હાર પહેર્યો છે, તેના રૂપિયા હજુ થોડા બાકી છે.. તો..” ત્યાં તો ..


“મારા પતિ ઘરે નથી.એ આવે ત્યારે આવજો.” એમ કહી, ગુમાનથી, ‘ધડા..મ’ કરતો દરવાજો બંધ કરી દીધો !! વેપારી શું બોલે ?? એણે તો પેલા ભાઈને જ પકડવા રહ્યા !! આ છે સમર્પણ ની મજા !!!” સ્ત્રી જ્યારે પુરુષનો, પોતાના પર આધિપત્યનો હક આપે છે ત્યારે એને સુખ અને સલામતી રિવૉર્ડ રૂપે મળે જ છે. અને સામે પક્ષે પતિની એ જવાબદારી બની જાય છે.


હક્ક અને ફરજ ની જેમ જ પતિ અને પત્ની પણ એક જ સિક્કાની બે બાજુ છે. આમ કહી, નીલાએ આગળ જણાવ્યું, અને અમારી સંસારની ગાડી સરસરાટ કરતી જાય છે એનું એક બીજું કારણ એ છે કે..અમે બન્ને જ્યારે કોઈ વાત પર સામસામે આવી જઈએ તો.. એક ગાડીની ફૂલ લાઈટ દેખાઈ ત્યારે સામેની વ્યક્તિ પોતાની લાઈટ ડીમ કરી નાંખે છે !! એટલે ઝગડા રૂપી એક્સીડેન્ડ ટળી જાય છે !

It’s so simple dear !””

લેખક : દક્ષા રમેશ “લાગણી”

તમારા પણ અનુભવ શેર કરો.