જલ્સા કરોને જેંતીલાલ

દક્ષા રમેશની પતિ અને પત્નીની તેમની દિકરીને લઈને લખાયેલ સુંદર વાર્તા…

સંબંધોના સરવાળા – “સુવા દે ને , મમ્મા !”

સોનાલી, એક હાથમાં નાગલા ને ચૂંદડી અને ઘઉંના જવારા…. બધું લઈ ને,… સવાર સવારમાં ધરારથી નિયાને વહેલી જગાડતી હતી . એ બન્ધ આંખે બોલી, ” સુવા દે ને મમ્મા !!”..અને નિયાની આંખો ખુલતી જ નહોતી. રાજુએ સોનાલીને પૂછ્યું, “શા માટે આપણી ઢીંગલીની પાછળ પડીને મોરાકત (ગૌરીવ્રત) કરાવે છે ??”

સોનાલી કહે, ” રાજુ, આજે તું કાંઈ બોલતો નહિ. બધી વાતમાં હું તારી દીકરી ને છૂટ આપૂ છું.પણ, આ મોળાવ્રત તો કરાવવા દે !! છોકરીઓએ વ્રત કરવાને નિમિતે મન મક્કમ કરવાનું હોય, કાલે સવારે સાસરે જવાની !! વ્રતને બહાને એ નિમક વગરનું એટલે કે જે હોય , જેવું હોય, એવું ખાતા શીખે ! ચલાવી લેવાની ટેવ પડે !!”

રાજુ હસીને કહે, ” સોનાલી, ક્યા જમાનામાં જીવે છે ?? જો તારે મારી લાડકી ને આ બધું કરાવવું હોય તો પછી આ નિલ ને કેમ નહિ ?? એને પણ, જીવનમાં જે હોય એ ચલાવતા શીખવું શું જરૂરી નથી ?? આપણે નિલ અને નિયા ના ઉછેરમાં ભેદભાવ નથી રાખ્યો તો પછી હજી આ બધું શુ છે ??

સોનાલી સાંભળી રહી… રાજુએ આગળ ચલાવ્યું, ” તું સાસરે આવ્યા પછી ક્યારેય તારે ખાવાની બાબતમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવ્યો છે ?? તો હજુ આપણી નિયા મોટી થશે ત્યારે તો , આનાથી પણ સારો સમય આવશે જ !! હા, વ્રતને કારણે ધર્મ પ્રત્યે કોઈ જાતની જાગરૂકતા લાવવી હોય તો એ સાચું છે પણ, એવું તો અત્યારના એકપણ માં જોવા મળતું નથી.

તો પછી, નિયા વહેલી ઊઠીને ડાન્સ કલાસ, કરાટે કલાસ કે સ્કૂલ કોચિંગ માં જાય કે પછી તું આ રોજ એની સાથે કારણ વગર ની માથાફોડી કરે એ કરાવવું છે ?? સોનાલી હસી પડી અને બોલી, ” હા આમ તો વ્રત કરાવ્યા પહેલા જો મેં એનું મહત્વ સમજાવ્યું હોય તો નિયા માની પણ જાય અને કરે પણ ખરી !! પરંતુ કમનસીબી એ છે કે મને જ મારી સંસ્કૃતિની પૂરી જાણકારી નથી !!”

રાજુ કહે, ” મને એટલી ખબર છે કે પહેલાના જમાનામાં સારો વર મેળવવા છોકરીઓ વ્રત રાખતી !!” નિયા ઊંઘરેટી આંખોએ બોલી, ” પ્લીઝ, મમ્મા, સુવા દે ને…!!” સોનાલી હસવા લાગી અને રાજુની મજાક કરતા કહે, ” હા, મેં ય વ્રત રાખ્યું હતું, પણ મને ક્યાં સારો વર મળ્યો ??? સારા વર જેવું કાંઈ હોતું જ નથી. જે મળે એને જ ઘડી ઘડી ને સારો બનાવવો પડે છે !! સાચી વાત ને ???””

આ બન્ને વાતો કરતાં, હસી પડ્યા.. તેઓ એ જોયું તો પરાણે વ્હેલી ઉઠાડેલી નિયા, સોફા પર જ ઊંઘી ગઈ હતી..!!

લેખક : દક્ષા રમેશ “લાગણી”

સુંદર ફેમેલી પિક્ચર આંખો સામે ઉભું થઇ ગયું…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version