એક પટેલ અને વણિકનો અનોખો સંવાદ – બચત નું મહત્વ સમજાવતી એક પ્રેરણા દાયી વાર્તા..

આ કોઇ કાલ્પનિક વાર્તા નહી પરંતું વાસ્ત્તવિક હકીકત છે. કોઇ કામ માટે ગામડેથી રાજકોટમાં આવેલા એક પટેલ પ્રૌઢ એમના સંબંધી સાથે ફરવા માટે બહાર ગયા. ત્યાં ગામડાના આ પટેલ બાપાનો પરિચય એની જ ઉંમરના એક વણિક સાથે થયો. બંને વડીલો વાતે વળગ્યા.

વણિક : શું ચાલે છે બાપા ? મજામાંને ? પટેલ : હા હો મજામાં. ભગવાનની બહુ દયા છે ગામડે ખેતીવાડી કરીએ અને મજા કરીએ.
વણિક : ગામડે કોણ કોણ રહો છો? પટેલ : અરે અમે તો ડોશી-ભાભો બે જ છીએ. બે દિકરા છે અને બંને સુરત રહે છે.
વણિક : તમને કોઇ બિમારી-બિમારી આવે કેતકલીફ પડે તો પછી દિકરા-વહુ સુરતથી આવે કે નહી? પટેલ : આડા દિવસે તો ન આવી શકે પણ દિવાળીની રજા પડે ત્યારે થોડા દિવસ આવે.
વણિક : જ્યારે વહુ અને દિકરાઓ દિવાળી પર ઘરે આવે ત્યારે તમે કંઇ ભેટ આપો કેનહી ? પટેલ : હા, આપુને. બંને વહુને પગે લાગવાના 100-100 રૂપિયા આપુ.

વણિક : અરે બાપા, 100-100 આપો તો પછી તમારી બીમારી વખતે સુરતથી અહીંયા કોઇ લાંબુ ન થાય ! એ તો 10000નો ડટ્ટો દેવો પડે.પટેલ : પણ હું આટલી બધી રકમ ક્યાંથી આપુ ? મારે થોડી કંઇ ફેકટરીઓ ચાલે છે? ખેતર છે એ પણ દિકરાઓને ભાગ પાડી દીધા છે અને દિકરાઓ જ્યારે દિવાળી પરઆવે ત્યારે અમને ખોરાકીના આપી જાય છેએમાંથી માંડ ઘર ચાલે તો પછી 10000નો ડટ્ટો ક્યાંથી આપીએ ?

વણિક : કેમ, તમે કંઇ બચત નથી કરી ? પટેલ : ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.
વણિક : પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ?પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય.

વણિક : બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે.પટેલ : લે એ કેવી રીતે ?

વણિક : જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75નેબદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરી સ્વિકારત કે નહી ? મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવાની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહી.

પોસ્ટઓફિસમાં રકમ ભરીને પછી ભુલી જ જવાનુ કે મારી કોઇ રકમ પોસ્ટ ઓફિસમાં છે.પટેલ : પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે ?

વણિક : મારા ભાઇ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે. મેં મહીને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઇ.

મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 96 લાખ રૂપિયા છે. આ 96 લાખનું મને દર મહીને 60000 વ્યાજ મળેછે જેમાંથી 30000 મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું પોસ્ટમાં ખાતુ ખોલાવીને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000 દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે.પટેલ : ઓહો….આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા દિકરાની વહુ હથેળીમાં જ રાખે ને. પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે ?

વણિક : વહુ પાસે માંગવાની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17000 પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000 ઉપાડીને મારા પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ. પેન્શનમાંથી બાકીના જે 15000 વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું એફડી કરાવેલ હોવાથી એ તાત્કાલીક વાપરી પણ ન શકે.

પટેલ : વાહ , તમારુ કહેવું પડે હો. તમે પાક્કા વાણીયા છો. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ આ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા ન રહેવુ પડે એટલુ પાક્કુ.

મિત્રો, બચતનું મહત્વ સમજી ને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ. આપ પણ યાદ કરશો..

જીવનમાઁ બચતનુ મહત્વ સમજાવતો આ પ્રસઁગ થોડામાઁ ઘણુબધુ કહી જાય છે. સામાન્ય માનવીને બચત કરવી એ જ સૌથી અઘરુ કાર્ય કહીએ તો ખોટુ નહિ ગણાય. આપણે ત્યાઁ તો બાળકોને બાળપણથી જ બચતના પાઠ ભણાવવામાઁ આવતા હોય છે, જેમ કે કોઇ ઘરે આવેલ વડીલ આપણા બાળકે પાઁચ રુપીયા પ્રેમથી આપીને જતા હોય છે ત્યારે જ આપણે બાળકને કહીએ છીએ કે,’’જા પહેલા ગલ્લામાઁ રુપીયા નાખી દે.’’ ભુતકાળની નાની બચત ભવિષ્યની મોટી મુડી કહેવાય છે.

વિશ્વ બચત દિનની સૌપ્રથમ ઉજવણી ઇ.સ.૧૯૨૪ માઁ ઇટાલીના મિલાન શહેરમાઁ થઇ હતી. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાનો છેલ્લો દિવસ એટલે કે ૩૧ ઓક્ટોબર બચત દિવસ તરીકે ઉજવવામાઁ આવે છે. આપણા ભારતમાઁ પણ ઇ.સ.૧૯૮૪ સુધી ૩૧ ઓક્ટોબરે જ બચત દિવસની ઉજવણી કરવામાઁ આવતી હતી. પણ તે સમયના વડાપ્રધાન શ્રીમતી ઇંદીરા ગાઁધીગાઁધીની હત્યા ૩૧ ઓક્ટોબરના રોજ થઇ હોવાથી ત્યારબાદ ભારતમાઁ ૩૦ ઓક્ટોબરે જ બચત દિવસની ઉજવણી કરવામાઁ આવે છે.

વિશ્વમાઁ તો છેલ્લા કેટલાઁક વર્ષોથી આ દિવસની ઉજવણી રુપે બચત અને એના લાભાલાભ અઁગે જનજાગૃતી કેળવવામાઁ આવે છે. બચત એ સઁકટસમયની મુડી છે. ડુબતો માણસ તરણુ ઝાલે એ રીતે વ્યવસાયમાઁ નાદાર થયેલ વ્યકિતને બચત કારગત નીવડતી હોય છે. આમ પણ ભારત નાની બચતની બાબતમાઁ વિકસતા દેશોમાઁ અગ્રેસર રહ્યુ છે. બચતની ટેવ કુટેવઓ પર નિયઁત્રણ રાખે છે.

ટુઁકમાઁ કહીએ તો બચત એટલે
બ=બચાવે
ચ=ચઢાવે
ત=તારે

? લેખક અને સંકલન :- — Vasim Landa ☺️ The Dust of Heaven ✍️ [03/11, 7:04 AM] Vasim Landa: ? આજનો દિવસ :=-

મોરલ : બચતનું મહત્વ સમજીને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ.

ટીપ્પણી