પાટણની મહિલાના સ્ટેમસેલના દાનથી કેનેડાની યુવતીને મળ્યું નવજીવન, ગુજરાતની માત્ર 7 મહિલાઓએ સ્ટેમસેલનું અત્યાર સુધીમાં કર્યુ છે દાન

પાટણની મહિલાના સ્ટેમસેલ દાન કરવાથી કેનેડાની એક યુવતીને નવજીવન પ્રાપ્ત થયું, વર્ષ ૨૦૧૩માં નિરમા પરિવાર દ્વારા યોજવામાં આવેલ કેમ્પમાં લાળનું સેમ્પલ આપ્યું હતું.

-લોહીની બીમારીથી પીડાઈ રહેલ વિદેશની મહિલા સાથે દક્ષાબેનના સ્ટેમસેલ મેચ થઈ ગયા.

પાટણ શહેરના અઘાર ગામમાં રહેતા ૪૦ વર્ષની ઉમર ધરાવતા દક્ષાબેન પટેલએ આજ રોજથી અંદાજીત ૭ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૩માં નિરમા પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ કેમ્પમાં સ્ટેમસેલ માટે લાળનું સેમ્પલ આપવામાં આવ્યું હતું. દક્ષાબેન પટેલના સ્ટેમસેલ કેનેડામાં રહેતી ૩૨ વર્ષીય યુવતી સાથે મેચ થતા તેને ગયા અઠવાડિયે અમદાવાદ શહેરમાં આવી હતી.

image source

ઉલ્લેખનીય બાબત એ છે કે, સ્ટેમસેલ ડોનેશન સાથે જોડાયેલ સંસ્થા DATRI સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં ફક્ત ૭ અને સમગ્ર દેશની ૯૧ મહિલાઓ દ્વારા સ્ટેમસેલનું દાન કરવામાં આવ્યું છે જેમાંથી એક દક્ષાબેન પટેલ છે. જેઓ ના ફક્ત ગામડાની મહિલાઓ માટે ઉપરાંત શહેરની યુવતીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

સ્ટેમસેલ ડોનર દક્ષાબેન પટેલ સાથે કરવામાં આવેલ વાતચીત.

image source

દક્ષાબેન પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, ‘એ દિવસે રોજ હું કિચન ભોજન બનાવવાની તૈયારી કરી રહી હતી, તે સમયે મારા મોઅબીલ ફોનમાં ફોન આવ્યો હતો, સામેની તરફથી ઓળખ આપતા કહે છે કે, હું DATRI સંસ્થા માંથી વાત કરું છું. ત્યાર બાદ મને એવું કહ્યું કે, આપના સ્ટેમસેલ લોહીની જીવલેણ બીમારીથી પીડાઈ રહેલ એક દર્દી સાથે મેચ થઈ ગયા છે. જો કે, આ વાત પહેલા મારા માનવામાં આવી હતી નહી કેમ કે, અત્યારના સમયમાં ફ્રોડ થવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે.

image source

ત્યાર બાદ એક દિવસ DATRI સંસ્થાના સભ્યો અમારા ઘરે અમને સમજાવવા માટે આવ્યા હતા. DATRI સંસ્થા માંથી આવેલ સભ્યો દ્વારા અમને સ્ટેમસેલ શું છે તેના વિષે સમજાવવામાં આવ્યું અને એવું કહ્યું કે આપ ઘણા નસીબદાર છો. જે લાખોમાં એક હોય છે. ત્યાર બાદ દક્ષાબેન પટેલ કહે છે કે, મને આવો સપનામાં પણ ખ્યાલ હતો નહી કે એક દિવસ મારું સેમ્પલ કોઈ વ્યક્તિને જીવનદાન આપવા માટે ઉપયોગી સાબિત થશે. ત્યાર બાદ તરત જ કહી દીધું કે કોઈ વ્યક્તિનો જીવ બચતો હોય તો હું મારા સ્ટેમસેલનું દાન કરવા માટે તૈયાર છું. જો કે, આ બાબતે મને મારા પરિવાર અને પતિ તરફથી પણ સપોર્ટ કરવામાં આવ્યો છે. તા, ૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ અમદાવાદ શહેરમાં આવેલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કેનેડાની યુવતીને સ્ટેમસેલ આપવામાં આવ્યા. જો કે, ઈ યુવતીએ મને જોઈ નથી, પરંતુ તે યુવતીનો જીવ મારા સ્ટેમસેલની મદદથી બચી ગયો તેનો મને ઘણો આનંદ અનુભવું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ