પતંગની દોરીથી મોત થયેલા પક્ષીઓની કઢાઇ સ્મશાનયાત્રા, કરુણ તસવીર જોઇ શકાય તો જ જોજો

ગુજરાત રાજ્ય તહેવારો માટે જગપ્રસિદ્ધ છે. ખાસ કરીને ઉત્તરાયણ, નવરાત્રી જેવા તહેવારો માટે તાજેતરમાં જ ઉત્તરાયણનો તહેવાર પૂરો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન મનુષ્યો તો મજા માણે છે. પણ પક્ષીઓ માટે આ તહેવાર ખૂબ ઘાતક સિદ્ધ થયો છે. કારણકે પતંગ ચડાવવા માટે આપણે ઘણા પ્રકારની દોરીઓનો ઉપયોગ કરીએ છીએ.

જેમ કે ચાઈનીઝ દોરી જેવી ખૂબ જ પાકી દોરીના ઉપયોગથી ઘણા પક્ષીઓએ પોતાના જીવ ગુમાવવા પડયા છે. તો ગુજરાતના અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ દરમિયાન જેટલા પણ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે તેઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે. આ ઘટના વિશે અમે આપને વિગતવાર જણાવીશું.

image source

અમદાવાદ શહેરમાં આ વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગની દોરીના કારણે ૧૪ જાન્યુઆરીની સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૦૯ પક્ષીઓ અસરગ્રસ્ત થયા હતા. આ ૭૦૯ પક્ષીઓમાંથી ૬૪૯ પક્ષીઓને સારવાર દરમિયાન બચાવી લેવાયા હતા, પરંતુ ૬૦ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. જ્યારે ઉત્તરાયણના પાંચ દિવસ દરમિયાન આખા અમદાવાદ શહેરમાં ૨૬૫૯ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ પક્ષીઓને શહેરના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર અને બીજા ૯ સેન્ટરો પર સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

image source

આ સારવાર દરમિયાન જે પક્ષીઓનું મૃત્યુ થયું હતું. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં કાર્યરત પારેવડા ગ્રુપ દ્વારા જે પક્ષીઓ પતંગની દોરીના કારણે મૃત્યુ પામ્યા હતા તે પક્ષીઓની સ્મશાન યાત્રા જીવનવાડી થી લીલાનગર સુધી કાઢવામાં આવી હતી. આ વર્ષે ફક્ત પારેવડા ગ્રુપ દ્વારા જ ૫૬૫ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી ૭૨ પક્ષીઓના મોત સારવાર દરમિયાન થયા હતા.

image source

ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે ફક્ત અમદાવાદમાં જ ૧૦ મુખ્ય સારવાર કેન્દ્રો, ૨૦ પ્રાથમિક સારવાર કેન્દ્રો અને ૬૮ રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયા હતા. ગુજરાત સરકાર અને રાજ્યોની અન્ય સેવાભાવી સંસ્થાઓની મદદથી આ વર્ષે ગતવર્ષ કરતા પક્ષીઓના ઘાયલ થવાને અને મૃત્યુ આંક લગભગ અડધો થઈ ગયો છે. આ પ્રયત્નોમાં ગુજરાતની પ્રજાએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ઘટાડીને ભરપૂર સહયોગ આપ્યો છે.

image source

ઉત્તરાયણ દરમીયાન મૃત પામતા કે ઘાયલ થતા પક્ષીઓમાં મોટાભાગે કબૂતર, સમડી, ઘુવડ અને મોર પણ જોવા મળે છે. આ વર્ષે ઉત્તરાયણમાં અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ૭૦૯ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા છે, તેમાંથી ૬૪૯ પક્ષીઓને આબાદ બચાવી લેવાયા છે, જ્યારે ૬૦ પક્ષીઓના મૃત્યુ થયા છે.

image source

છેલ્લા પાંચ દિવસ દરમિયાન ૧૨૮૩ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા છે, તેમાંથી ૧૦૨ પક્ષીઓના મૃત્યુ થયા છે અને ૧૧૮૧ પક્ષીઓને આ સારવાર કેન્દ્રો અને લોક સહાયથી બચાવી શકાયા છે. શહેર તથા ગુજરાત રાજ્યભરમાં કરુણા અભિયાન, ૨૦૨૦ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ અભિયાન ચલાવવામાં આવે છે.

image source

આ સંસ્થાઓના કાર્યકરો અને સરકારી સંસ્થાઓના સહયોગથી પ્રજામાં જાગૃતિ લાવવી, લોકોને પક્ષીઓની પીડાથી માહિતગાર કરવા વગેરે જેવા કાર્યોથી આજે ગુજરાતમાં એક જ વર્ષમાં પક્ષીઓનો ઇજાગ્રસ્ત અને મૃત્યુ આંક ૫૦% જેટલો ઘટાડી શક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ