ના હોય! પતંગમહોત્સવમાં જાયન્ટ પતંગમાં ફસાયેલી યુવતી પટકાઇ, તસવીરો જોઇને બોલી ઉઠશો OMG!

પતંગમહોત્સમાં ઘટી વિચિત્ર ઘટના જાયન્ટ પતંગમાં ફસાયેલી યુવતિ પટકાઈ

ઉતરાયણને આવવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ ખાતે પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ પતંગ મહોત્સવમાં દેશવિદેશથી જાત-જાતના નાના-મોટા-વિશાળ કદના પતંગ ચડાવવાના શોખીનો ભાગ લે છે. અને તેમના સુંદર વિશાળ પતંગો જોવા સેંકડોનું મહેરામણ પણ આ પતંગોત્સવમાં હાજર થાય છે.

image source

દર વર્ષે ઉતરાયમ દરમિયાન ઘણા બધા ગંભીર કેસ નોંધાય છે અને તેમાં કેટલાકને તો પોતાના જીવગુમાવવાનો પણ વારો આવે છે. ક્યારેક પતંગની દોરીથી નસ કપાઈ જતી હોય છે તો ક્યારેક બેધ્યાન પણામાં ધાબા પરથી નીચે પટકાતા ઇજા અને ક્યારેક મૃત્યુ પણ થયા હોવાના સમાચાર આપણને મળતા રહે છે.

image source

હાલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગમહોત્સવ ચાલી રહ્યો છે જેમાં 43 દેશના 153 પતંગબાજોએ ભાગ લીધો છે. અને દેશની વાત કરીએ તો 11 રાજ્યોના 115 પતંગબાજોએ પણ ભાગ લીધો છે. આ મહોત્સવમાં લોકને અવનવા પતંગો જોવા મળે છે. જેમ કે મોટી રીંગ જેવા આકારના વિશાળ પતંગ, વિશાળ કાય ડોમ જેવા પતંગો, ડ્રેગન આકારના પતંગ વિગેર પતંગો આ ઉત્સવમાં જોવા મળે છે. આ ઉપરાંત 150મી ગાંધી જયંતિ નીમીતે તે થીમ પર વિશાળકાય પતંગો ચગાવવામાં આવી રહ્યા છે.

image source

પણ તાજેતરમાં પતંગમહોત્સવ દરમિયાન એક વિચિત્ર ઘટના બની ગઈ છે. જેમાં એક યુવતિ વિશાળકાય પતંગમાં ફસાઈને નીચે પટકાઈ હતી. સમગ્ર હકીકત કંઈક આ પ્રમાણે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જેમાં વિદેશી પતંગબાજોએ પણ દર વર્ષની જેમ ભાગ લીધો હતો.

અહીં એક વિદેશી વ્યક્તિ પોતાનો વિશાળકાય ગોળાકાર પતંગ ચગાવી રહ્યો હતો અને તેમાં એક મહિલા ફસાઈ જતાં તે નીચે પટકાઈ હતી. આ મહિલાને બચાવવા જતાં એક યુવક પણ નીચે પટકાયો હતો.

image source

આ વિશાળકાય રીંગ આકારના પતંગમાં વિવિધ જગ્યાએ રસ્સી બાંધવામાં આવે છે જેથી કરીને તે યોગ્ય રીતે હવામાં ઉડી શકે. અને તેની રસી પણ ઘણી મજબૂત હોય છે અને આ રસ્સીને પકડીને પતંગબાજે દોડવું પડે છે અને ત્યાર બાદ તેનો પતંગ આકાશમાં ઉડે છે.

જ્યારે આ વિદેશી પતંગબાજ આવી રીતે પોતાની પતંગની દોરી લઈને દોડી રહ્યો હતો તે વખતે ત્યાં પતંગમહોત્સવને જોવા આવેલી મહિલા આ જાયન્ટ પતંગની જાડી દોરી વચ્ચે ફસાઈ ગઈ હતી. અને હજું તો શું થઈ રહ્યું છે તેવું વીચારે તે પહેલાં તો તે પતંગની દોરીમાં અટવાઈ ગઈ હતી. તેણીને બચાવવા દોડેલો એક યુવક પણ આ પતંગની દોરીમાં ફસાઈ ગયો હતો અને આ રીતે બન્ને વ્યક્તિ આ વિશાળકાય પતંગના કારણે નીચે પટકાયા હતા.

image source

આ ઘટનામાં યુવક-યુવતિ બન્નેને કોઈ જ ગંભીર ઇજા નથી થઈ. જો કે તે વખતે ત્યાં હાજર લોકો યુવતિને લઈને ઘણા ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે ઘટના દરમિયાન જે રીતે હલ્લો મચી ગયો હતો તે જોઈને ત્યાં હાજર લોકો પોતાનું હસવાનું નહોતા ખાળી શક્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ