પસ્તાવો – એકદિવસ પતિ વહેલા ઘરે આવી જાય છે અને પોતાની પત્નીને જુએ છે તેના મિત્ર સાથે બેડ પર…

*”નજર સામે એની પ્રીત છલકતી રહી..*

*નાહક હું તો વમળોમાં ઘુમરાતી રહી”*

વૈભવ અને મૈત્રી… સરસ જોડી… બે-ત્રણ વર્ષના પ્રેમ પછી લગ્ન કર્યા. બન્ને એકબીજાથી પૂરા પરિચિત… બન્નેના ગુણ-અવગુણ, પસંદ-નાપસંદ એકબીજાને ખબર.. એકબીજાને રાજી રાખવા બઘું જ કરે. બે-ત્રણ વર્ષના પ્રેમ પછી ઘરના લોકો સામે વાત કરી અને બન્ને પક્ષના વડીલો આનાકાની વગર માની ગયા બહુ સરળતાથી બન્ને પ્રેમલગ્નની વેદી સુઘી પહોંચી ગયા. બન્ને ખુશખુશાલ… જાણે દુનિયાની સૌથી નસીબદાર જોડી.. આનંદ-ઉત્સાહ કયાંય સમાય નહી. ખૂબસુરત સપનાની જેમ, વાર્તાના રાજકુમાર-રાજકુમારીની જેમ, ફિલ્મોના હેપી એન્ડીંગની જેમ બન્નેને જે જોઇતું હતું તે બઘું જ મળી ગયું. બન્ને ખુશ….

image source

પણ ફિલ્મોમાં બતાવાય છે તેમ અંતમાં હિરો-હિરોઇન મળી જાય અને પિકચર પતી જાય, તેવું વાસ્તવિક જીવનમાં નથી હોતું. વાસ્તવિક જીવનમાં તો લગ્ન પછી જ સાચુ જીવન શરુ થાય છે. જવાબદારીઓ સાથે પ્રેમ નિભાવે તે જ સાચા પ્રેમી… વૈભવ અને મૈત્રીના જીવનના શરૂઆતના વર્ષો તો બહુ જ પ્રેમથી પસાર થઇ ગયા. પછીના વર્ષોમાં દીકરાનો જન્મ થયો. બઘું જ સારૂ હતું. વૈભવ ધંધામાં આગળ આવવા મહેનત કરતો હતો. આમ તો કંઇ જ ખોટ ન હતી, પણ છતાં મૈત્રીના મનમાં ઉંડે ઉંડે કયાંક અસંતોષ હતો.

image source

નાની નાની ખોટ ભેગી થઇને જવાળામુખી જેવી થઇ ગઇ હતી. વૈભવ સાથે પ્રેમ થયો ત્યારના દિવસો યાદ કરીને તેને અસંતોષ લાગતો હતો. પ્રેમના દિવસોમાં જયારે દિવસના માત્ર બે-ત્રણ કલાક જ મળતા ત્યારે વૈભવ કેટલો રોમેન્ટીક બની જતો મૈત્રીની આગળ પાછળ ફરતો. આખો દિવસ મૈત્રીને યાદ કરીને ઢગલાબંધ મેસેજ કરતો. પ્રેમની અનુભૂતિ થાય તેવા અવનવા કાર્ડસ, ગીફટ આપતો. બસ આખો દિવસ મૈત્રી… મૈત્રી…

image source

લગ્ન પછી પણ શરૂઆતના દિવસોમાં બહુ રોમેન્ટીક રહેતો મૈત્રીની બઘી જરૂરિયાતનું ધ્યાન રાખતો. રોજ સાંજે ફરવા જવુ, રવિવારે પિકચરમાં અને બહાર જમવા જવુ, બે-ત્રણ મહિને એક-બે દિવસ માટે બહારગામ જવું… આ બઘું મૈત્રીને યાદ આવતું. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જવાબદારી વધતી ગઇ. વૈભવ ધંધામાં વધુ સમય આપવા લાગ્યો. સવારે વહેલો નીકળી જાય અને રાત્રે પાછો આવે ત્યાં થાકીને ચૂર થઇ જતો.

image source

મૈત્રી તેનામાં જુના વૈભવને શોધવા પ્રયત્ન કરતી. પ્રેમની વાતો કરતી. સ્પર્શથી પોતાની લાગણી જણાવતી પણ મૈત્રીને તેનો જુનો વૈભવ ન મળતો. તેના શબ્દો, તેની લાગણી વૈભવને અથડાઇને પાછા ફરતા. એવું ન હતું કે વૈભવનો પ્રેમ ઓછો થઇ ગયો હતો, પણ જવાબદારી નિભાવવામાં અને રૂપિયા કમાવવામાં તે બહું કામ કરતો અને થાકી જતો એટલે મૈત્રીના પ્રેમનો પડધો પાડી શકતો ન હતો મૈત્રી વૈભવને સતત સમજાવતી.

image source

તેને બસ વૈભવનો સાથ જોઇતો હતો, પ્રેમ જોઇતો હતો. વૈભવ તેની સાથે બેસીને પિકચર જોવે, વાતો કરે તેવી તેની ઇચ્છા હતી. પણ વૈભવ સતત દોડતો. પૈસા જ જીવન છે એવી માન્યતા તેના મગજમાં બેસી ગઇ હતી. મૈત્રીના પ્રેમાળ વર્તનનો જવાબ આપવાને બદલે ગુસ્સે થઇને કહી દેતો કે, “આવું બધું પિકચરમાં ચાલે, જીવનમાં આવું ન હોય, આખો દિવસ રોમેન્ટીક વાકયો બોલવા મને નથી ફાવતા, હું તને ચાહું છું… બસ… મને કામ કરવા દે, ભવિષ્ય સુરક્ષિત કરવા દે.”

image source

મૈત્રી બધું સમજતી, છતાં કયારેક ઝઘડો કરી બેસતી.. પણ હમણાં થોડા સમયથી મૈત્રી શાંત થઇ ગઇ હતી. વૈભવ પાસે કંઇ ન માંગતી. ઝઘડો પણ કરતી ન હતી. જાણે પરિસ્થિતિ સાથે સમાધાન સ્વીકારી લીઘું. વૈભવ ખુશ હતો. મૈત્રીના પરિવર્તનથી રાહત અનુભવતો હતો. હવે તે ઘર પ્રત્યે વધુ બેજવાબદાર બની ગયો. મૈત્રી કંઇ ન બોલતી. બસ થોડા દિવસ આમ જ પસાર થઇ ગયા. એક દિવસ રાત્રે મોડું આવવાનું કહીને ઓફિસે ગયેલો વૈભવ તબિયત ખરાબ થવાથી બપોરે ઘરે આવી ગયો. મૈત્રીને સરપ્રાઇઝ આપવા બેલ મારવાને બદલે પોતાની ચાવીથી ધીમેથી ઘરનો દરવાજો ખોલ્યો.

image source

તેણે જોયું તો ઘરમાં શાંતિ હતી. મૈત્રીના નામની બૂમ પાડવા જતો હતો ત્યાં બેડરૂમમાંથી અવાજ આવતા ઘીમા પગલે ત્યાં ગયો, પણ સરપ્રાઇઝ પોતે જ થઇ ગયો. વૈભવનો ખાસ મિત્ર ચિરાગ અને મૈત્રી એકબીજાને વળગીને પલંગમાં બેઠાબેઠા ટીવીમાં પિકચર જોતા હતા વૈભવ હલી ગયો. મૈત્રીનું બદલાયેલુ વર્તન તેને સમજાય ગયું. તે કંઇ બોલી ન શકયો. તો મૈત્રી અને ચિરાગ પણ શરમથી પાણીપાણી થઇ ગયા. ત્રણેય વચ્ચે સન્નાટો પ્રસરી ગયો. મૈત્રી શરમથી લાલ થઇ ગઇ. તે વૈભવને બેહદ ચાહતી હતી, પણ ક્ષણિક નબળાય અને પ્રેમની લાલચે તે ચિરાગની નજીક ગઇ હતી. ત્રણેય કોણ બોલે ? શું બોલે ? તે વિચારતા હતાં. ત્યાં….

image source

વૈભવ અચાનક ઘૂંટણીએ પડીને મૈત્રીનો હાથ પકડીને બોલ્યો, ” મૈત્રી… લવ યુ… તું મારી જીંદગી છો, તને ખુશ રાખવા, સુખી જીવન આપવા હું દોડતો રહ્યો. તારા પ્રત્યે બેજવાબદાર રહ્યો. પણ તું મારો સંસાર છે. મને તારી જરૂર છે, હું તારા વગર નહીં રહી શકુ એવું બે પળમાં જ મને સમજાય ગયું, જે થયું તેમાં મારો પણ વાંક છે, પણ બઘું ભૂલી જા… બસ… આપણો સંસાર… આપણો પ્રેમ… આપણું ઘર… યાદ રાખ… ચલ જીવનની નવી શરૂઆત કરીએ.. મૈત્રી મને માફ કર…”

image source

મૈત્રીની આંખમાંથી આંસુ વહેતા હતા. તે કંઇ જ ન બોલી શકી. “આઇ એમ સોરી વૈભવ” એટલું જ બોલી શકી, અને વૈભવે તેને ગળે લગાડી દીઘી. થોડા સમય પહેલા ગોરંભાયેલા વાદળો વિખરાઇ ગયા. ભારેખમ વાતાવરણની જગ્યાએ પ્રેમનું સામ્રાજય સ્થપાઇ ગયુ. અને ચિરાગ ઘીમેથી બહાર નીકળી ગયો. બહાર નીકળીને તેણે વૈભવને મેસેજ કરી દીઘો, “સોરી દોસ્ત… મને માફ કરી દેજે… હવે હું કયારેય તમારા જીવનમાં પાછો નહીં આવું….

લેખક : દિપા સોની “સોનું”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ