ફ્લાઇટમાં પણ લોકો ચલાવે છે જોરદાર ભેજૂ, જોઇ લો એ.સીમાં આ વ્યક્તિ કેવી રીતે સૂકવે છે તેના બૂટ

આ વ્યક્તિ ફ્લાઇટમાં એસીની હવામાં પોતાના જૂતા સૂકવી રહ્યો હતો,જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

image source

પ્રકાશિત તારીખ: શુક્ર, 17 જાન્યુઆરી 2020

05:14 બપોરે (IST)

સોશ્યલ મીડિયા એક એવી દુનિયા છે જ્યાં કંઈક ને કઈંક હંમેશાં વાયરલ થતું રહેતું હોય છે. તેમજ હવે આજ ના આ ઇન્ટરનેટની દુનિયામાં લોકો અવનવા વીડિયો બનાવી અલગ અલગ જગ્યાએ અપલોડ કરતા રહે છે જેમ કે, ટિકટોક અત્યારે સૌથી વધુ લોકપ્રિય બન્યો છે.

image source

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે, જેમાં ફ્લાઇટમાં એક વ્યક્તિ ચાલુ સફરે એસીની હવામાં પોતાના જૂતા સુકવી રહ્યો છે.

આ સમય દરમિયાન, ફ્લાઈટમાં હાજર અન્ય કોઈ વ્યક્તિએ આ વ્યક્તિનો વીડિયો બનાવ્યો તથા તેને ઇન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કરવામાં આવ્યો.જે અત્યારે હરજગા એ લોકો દ્વારા જોવામાં આવે છે તેમજ તેમના દ્વારા અલગ અલગ પ્રતિભાવ આપવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Passenger Shaming (@passengershaming) on

પેસેન્જર શેમિંગ નામના પેજ પર આ વીડિયો 16 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ જ પેજ પર મોટાભાગના લોકોની આશ્ચર્યજનક ક્રિયાઓ શેર કરવામાં આવે છે. આ અંતર્ગત જ આ વ્યક્તિનો એક વીડિયો પણ આ પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં આ વ્યક્તિ ફ્લાઈટમાં મુસાફરી દરમ્યાન પોતાના જૂતા સુકવી રહ્યો હોય છે.

image source

પરંતુ આ વ્યક્તિ તેના ઉપર લગાવેલા ફ્લાઈટના એર વેન્ટથી આ કામ કરી રહી છે. આ વીડિયો ફ્લાઈટમાં જ બેઠેલા એક અન્ય મુસાફરે બનાવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વ્યક્તિનો એક હાથ સીટની ઉપર છે તથા બીજો હાથ એસી તરફ જૂતા પકડી રાખેલો છે અને તેને એસીની સાથે લગાડી રાખ્યો છે જેથી તે સુકાઈ શકે.

આ વ્યક્તિના વીડિયોને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે. તાજેતરમાં જ તે વ્યક્તિના વીડિયોને 2.5 લાખથી વધુ વ્યૂઝ અને 676 પ્રતિભાવો મળ્યા છે.

image source

જોકે કેટલાક લોકોએ ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાની ટિપ્પણીઓ શેર કરી છે. વપરાશકર્તાઓએ કહ્યું કે, ‘ફ્લાઇટમાં કોઈએ પણ તે વ્યક્તિને આવું કરતા અટકાવ્યો નહીં. તો બીજી બાજુ, કેટલાક લોકોનું કહેવું છે કે,આ વ્યક્તિની આ પ્રકારની ક્રિયા તદ્દન ખોટી છે.આમ અલગ અલગ લોકો દ્વારા આ વીડિયોને જોઈ ભિન્ન પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ