પર્યાવરણ બચાવવા વપરાતી મેટલ સ્ટ્રો જયારે બની જાય પ્રાણ ઘાતક…

10 ઇંચની મેટલ ડ્રીંકીંગ સ્ટ્રોથી 60 વર્ષિય સ્ત્રીનું મોત,એક અજીબ કિસ્સો

image source

2018ના નવેમ્બરમાં એક સાંઠ વર્ષની મહિલાનું ધાતુની સ્ટ્રોથી મૃત્યુ થયું હતું. જેના સંદર્ભમાં તાજેતરમાં બ્રિટેનના સત્તાધિકારી દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. પ્રવાહી પીવા માટેની આ મેટલની સ્ટ્રોનો ઉપયોગ આ મહિલાએ કર્યો હતો જે અકસ્માતે તેની આંખમાં ઘૂસી ગઈ હતી અને તેનાથી તેણીના મગજને ભારે નુકશાન થયું હતું અને સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું હતું.

મૃત્યુનું પરિક્ષણ કરતાં આસિસ્ટન્ટ કોરોનર બ્રેન્ડન એલેને જણાવ્યું હતું કે આ પ્રકારની ધાતૂની સ્ટ્રો વાપરતી વખતે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના પર પડે અને તે ખોટી દીશા તરફ તકાયેલું હોય તો તેનાથી ગંભીર ઇજા પહોંચી શકે છે અને વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.

image source

60 વર્ષિય એલેના ટ્રુથર્સ ગાર્ડનર કે જેણીને લોકો લેનાના નામથી જાણે છે તેણીનું મૃત્યુ મેસનજાર પ્રકારના મગમાં ભરાવેલી ધાતૂની સ્ટ્રોથી થયું હતું. વાસ્તવમાં મૃતક લેના હાથમાં આ મેસન જાર પ્રકારનો ગ્લાસ કે જેમાં મેટલની સ્ટ્રો ભરાવેલી હતી તે લઈને રસોડા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેણી પડી ગઈ હતી.

તેણી સાથે રહેતી તેની પત્નીએ મેન્ડીએ જણાવ્યું કે તેણી જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે તેણીએ જોયું તો લેના ફરસ પર ઉંધા મોઢે પડી હતી. અને જાણે વિચિત્ર રીતે કોગળા કરી રહી હોય તેવો અવાજ કાઢી રહી હતી. મેન્ડીએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી.

image source

મેન્ડીએ જણાવ્યું કે તેણીએ લેનાને પડતી સાંભળી નહોતી. તેણીએ જણાવ્યું હતું કે તેણીની પત્ની ગમે ત્યારે ક્યાંય પણ કોથળાની જેમ પડી જતી હતી. તેની આ સ્થિતિ તેના ખરાબ સ્વાસ્થ્યને કારણે હતી. તેણીએ પોતાનું સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે તેણી જ્યારે રસોડાના બારણા તરફ ગઈ ત્યારે તેણીએ જોયું કે લેના બારણા આગળ ઉંધી પડી હતી.

તેણીના હાથમાં જે ગ્લાસનો કપ હતો તે પણ ફરસ પર પડ્યો હતો અને તેમાંની સ્ટ્રો હજુ પણ મેસન જારમાં અટકેલી હતી. અને તેણીએ જ્યારે ધ્યાનથી જોયું ત્યારે મેસનજારમાંની તે ધાતુની સ્ટ્રો તેના માથામાં પણ ઘૂસેલી હતી. તેણીએ તરત જ ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી.

image source

તેણીએ ઇમર્જન્સી સર્વિસને ફોન કર્યો ત્યારે તેમણે મેન્ડીને સલાહ આપી કે તેણી લેનાને સીધી કરે અને ત્યારે તેનું ધ્યાન ગયું કે તે દસ ઇંચની મેટલની સ્ટ્રો લેનાની આંખના પોપચા વિંધીને તેણીની આંખમાં ઘુસી ગઈ હતી.

તેણીએ ધ્યાનથી સ્ટ્રોથી જારને દૂર કર્યો અને તેણીને સીધી કરી તેણી જણાવે છે કે તેણીની ડાબી આંખમાં તે સ્ટ્રો ઘૂસી ગઈ હતી.

image source

ત્યાર બાદ થોડી ક જ વારમાં ત્યાં એમબ્યુલન્સ આવી ગઈ અને નજીકની હોસ્પિટલમાં તેણીને લઈ જવામાં આવી જ્યાં તેણી બીજા જ દિવસે સારવાર દરમિયાન મૃત્યુ પામી. જે ડોક્ટરે તેણીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું તેમણે જણાવ્યું કે તેણીનું મૃત્યુ બ્રેઇન ઇન્જરીથી થયું હતું.

ત્યાર બાદ સ્ટ્રુથર્સ ગાર્ડન એટલે કે લેનાના મૃત્યુની તપાસ હાથ ધવામાં આવી જેની સાથે જોડાયેલા ડીટેક્ટીવ ઇન્સ્પેક્ટરે ઝણાવ્યું કે આ કેસ અત્યંત અસામાન્ય હતો, મેડિકલ સ્ટાફે પણ આ પ્રકારનો ઘા ક્યારેય નહોતો જોયો. તેમને પણ આશ્ચર્ય થયું હતું અને તેમણે જણાવ્યુ હતું કે અત્યાર સુધીમાં આ પ્રકારની ઇન્જરી તેમની સામે ક્યારેય નહોતી આવી.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે સામાન્ય રીતે સ્ટ્રો તરીકે આપણે પ્લાસ્ટીકની જ સ્ટ્રો વાપરતા હોઈએ છીએ પણ પર્યાવરણને બચાવવાના હેતુથી ઘણા બધા નિતનવા પ્રયોગો થઈ રહ્યા છે અને તે જ હેતુથી આ મેટલ એટલે કે ધાતુની સ્ટ્રોની પણ શોધ થઈ છે અને તેને ઉપયોગમાં પણ લેવામાં આવી રહી છે કારણ કે તેને વારંવાર ઉપયોગ કરી શકાય છે. અને તે પર્યાવરણને નુકસાન નથી કરતી જોકે આ વિચિત્ર કિસ્સામાં આ નાનકડી દસ ઇંચની સ્ટ્રોએ એક આધેડ સ્ત્રીનો જીવ લઈ લીધો હતો.

image source

ઘણા લોકોએ આ પ્રકારની સ્ટ્રોનો વિરોધ કર્યો છે. ખાસ કરીને તેવા લોકો માટે કે જેઓ શારીરિક રીતે અશક્ત છે. તેમણે આ પ્રકારના ઉત્પાદનના વિરોધમાં કેટલીક રેલીઓ પણ યોજી છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની વસ્તુ હેન્ડીકેપ એટલે કે જે લોકો શારીરિક રીતે અશક્ત છે તેમને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે.

image source

લેના જેવા લોકો કે જેમને આવી રીતે ગમે ત્યારે પડી જવાની બિમારી હોય તે લોકો માટે આ પ્રકારના ઉત્પાદનો જોખમી સાબિત થાય છે. લેના જ્યારે 21 વર્ષની હતી ત્યારથી જ તેણીને આ ગમે ત્યારે પડી જવાની બિમારી હતી.

2018થી બ્રિટેનમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ મુકવા પર ભારે આગ્રહ કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ તેની નિંદા પણ કરવામાં આવી રહી છે. એવા લોકો કે જેઓ શારીરિક રીતે એટલા અશક્ત છે કે તેઓ પીણું ભરેલા કપને પણ એક હદથી વધારે ઉઠાવી નથી શકતાં તેમના માટે તો સ્ટ્રો જ એક ઉપાય બચ્યો છે. અને જો તેવા લોકો પાસે પ્લાસ્ટિકની નહીં અને ધાતુની સ્ટ્રોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવામાં આવે અને તેવા લોકો કે જેમને અનવારનવાર વાઈ આવતી હોય કે પછી કોઈ પ્રકારના શારીરિક હૂમલા થતાં હોય તો તેમના માટે તો આ પ્રકારની ધાતુની તીક્ષ્ણ સ્ટ્રો અત્યંત જોખમી સાબિત થાય છે.

image source

મૃત્યુની તપાસ કરતાં અધિકારી જણાવે છે કે મેટલની સ્ટ્રોથી લેનાનું મૃત્યુ ચોક્કસ થયું છે પણ તે સ્ટ્રોને મેસન જારના ઢાકણામાંના કાણામાં નાખીને વાપરવામાં આવી હોવાથી સ્ટ્રોને હલવાની જગ્યા ન મળી અને તે લેનાની આંખમાં ઘૂસી ગઈ. તેમણે સલાહ આપી છે કે ક્યારેય મેટલ સ્ટ્રોનો ઉપયોગ આ પ્રકારના મેસન જાર સાથે ન કરવો. તેમનું કહેવું છે કે જો ઢાકણું ઢાંક્યા વગર સીધો જ સ્ટ્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો સ્ટ્રો હટી ગઈ હોત અને લેના બચી ગઈ હોત.

image source

લેનાની પત્ની મેન્ડી જણાવે છે કે આવું કોઈની પણ સાથે ન થવું જોઈએ. તે જણાવે છે કે જે લોકો સ્વસ્થ રીતે હરીફરી નથી શકતાં જેમ કે લેના, કે પછી બાળકો અથવા તો તેવા લોકો કે જે શશક્ત હોય પણ અકસ્માતે ક્યાંક લપ્સી પડે તો તેવા લોકો સાથે પણ આ પ્રકારનો અકસ્માત થઈ શકે છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. મેન્ડી લેનાની અચાનકની કસમયની વિદાયથી દુઃખી છે.

image source

પ્લાસ્ટિકની સ્ટ્રોથી પર્યાવરણને ચોક્કસ નુકસાન થાય છે જેની અસર લાંબા ગાળે જોવા મળે છે પણ મેટલ સ્ટ્રોથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે અને તે ભારે ગંભીર હોઈ શકે છે. યુ.એસ.એના કેટલાક શહેરોમાં તો ઘણા વખતથી પ્લાસ્ટિકની સ્ટ્રો બંધ કરી દેવામાં આવી છે. અને આજ રીતનો પ્રતિબંધ 2020ના એપ્રિલ મહિનાથી ઇંગ્લેન્ડમાં મુકાવા જઈ રહ્યો છે.

પણ લેના સાથે ઘટી ગયેલી આ ઘટનાએ પ્લાસ્ટિકની સ્ટ્રો પરના બેન પર એક ચર્ચા જગાવી દીધી છે. એમ પણ મેટલની સ્ટ્રો એક પ્રકારની તીક્ષ્ણ વસ્તુ છે જે રમત રતમાં પણ વ્યક્તિને નુકસાન કરી શકે છે. દા.ત. શું બાળકોના હાથમાં આ પ્રકારની વસ્તુઓ આપવી સુરક્ષિત છે ? એવી કોઈ ગેરેન્ટી ખરી કે તેઓ તેનાથી મસ્તી નહીં કરે અને એકબીજાને નુકસાન નહીં પહોંચાડે !

image source

2016માં સ્ટારબક્સે 25 લાખ સ્ટેઇનલેસ સ્ટીલની સ્ટ્રો પાછી ખેંચી લીધી હતી. કારણ કે તેમને યુ.એસ. કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન દ્વારા એવો અહેવાલ મળ્યો હતો કે તેના ઉપયોગથી નાના બાળકોના મોઢા થોડા સમય માટે બેરા બની જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ