પરવળ ન ભાવતું હોય તોય આ વાંચીને તેનો ઉપયોગ શરૂ કરી દેશો… એ પાક્કું!

આજકાલ ઋતુઓ ઝડપથી બદલાઈને ઠંડીમાંથી ગરમીની સિઝન શરૂ થઈ રહી છે. ત્યારે શિયાળામાં મળતાં જાતજાતના શાકભાજીના વિકલ્પ ઓછા થતા જાય છે. તેમાં કેટલાં શાક એવાં છે કે જેને ઉનાળામાં ખાસ ખાવા જોઈએ અને તે ઉનાળામાં મળી પણસરળતાથી જાય છે. ગરમીમાં પરવળનું શાક સારો વિકલ્પ બની રહે છે. વધુમાં તેની ખૂબી એ છે કે તે લાંબા સમય સુધી તાજા રહે છે. કાકડી કૂળના આ શાક પરવળના વેલા જમીન પર ફેલાઈ જતા હોય છે. તેની વાવણી કરવા દ્રાક્ષના વેલાની જેમ માંડવો બનાવી વેલા બનાવીને તેની ઉપર ફેલાવવામાં આવે છે. પરવળની ખેતી ગુજરાત સહીત દેશના જુદા – જુદા રાજ્યો જેમ કે આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર તથા ઉત્તર પ્રદેશ માં કરવામાં આવે છે. એથી વધુમાં ભારત સિવાય મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા જેવા એશિયન દેશોમાં તેની ખેતી કરવાનું અને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ખાવાનં ચલણ છે.પરવળમાં રહેલા અનેક ગુણ જાણી લઈને મેળવો ફાયદા: પરવળમાં વિટામીન એ, બી1, બી2 અને સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત આ કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. તેની છાલમાં ફોસફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ ભરપૂર માત્રા રહેલું છે.
તેમાં રહેલાં બિયાને લીધે તે કબજિયાત અને પાચનતંત્રથી જોડાયેલ સમસ્યાઓ માટે ફાયદો કરેછે. પરવળ ડાયાબિટીસના દર્દીઓને ખાસ ખાવાની સલાહ અપાય છે. કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ વધુ માત્રામાં છે જે વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરવામાં મદદરૂપ છે. ચહેરાની કરચલીઓ દૂર કરવા તથા બીજી સ્કીનની તકલીફોમાં તે ઉપયોગી થાય છે. પરવળ ઇમ્યૂન પાવર સિસ્ટમને સારું કરે છે. આ તાવ, શરદી, ઉધરસ, સ્કીન ઇન્ફેકક્શન અને ઘાને રૂઝાવવામાં પણ ઉપયોગી છે.બાળકને ભૂખ ન લાગવા જેવી ફરિયાદમાં તેને પરવળનું શાક ખવડાવી શકાય છે. તે પાચનમાં હળવા છે કારણ કે તેનામાં ડાઇટ્રી ફાયબર્સ સારા પ્રમાણમા રહેલા છે અને પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે. કાકડીની જેમ તેને પણ ખમણીને તેનો રસ કાઢી શકાય છે. પરવળનો લેપ બનાવીને લગાવવાથી તે પેન કિલરની જેમ કામ કરે છે. તેમાં સારા પ્રમાણમાં કેલ્સિયમ હોવાને લીધે શરીરને મજબૂતી આપે છે.આ શાકમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોઈ તે વજન વધારતું નથી અને શરીર સ્વસ્થ રહે છે.શાકમાર્કેટથી જ નહીં ઘરમાં વાવીને પરવળનો ઉપયોગ કરી શકશો : પરવળ એવું શાક છે કે તેને ઘરે પણ ઉગાવી શકાય છે. જો તમારા ઘરના આંગણાંમાં ક્યારી હોય અથવા તો માટીના કૂંડામાં પરવળના વેલા રોપીને આયોજન કરીને દરેક કૂંડામાં ૪ ફૂટની ઊંચાઈ સુધી લંબાવી શકાય તેવી તારની જાળી લગાડવાની રહે છે. તેને ઉગાડવા ઉનાળાની શરુઆત થતી હોય ત્યારે તેના વેલા રોપવા બીજનું વાવેતર કરવામાં આવે છે. બીજને વાવીને ત્યારબાદ તેની યોગ્ય માવજત માટે તળાવની માટી અને છાંણીયું ખાતર નાખવાનું રહેશે. જેમ વેલ ઊંચી ઉગતી થાય તેમ તેને જાડી દોરીનો સહારો આપીને તારની જાળી સુધી લઈ જવી.