જલ્સા કરોને જેંતીલાલ

પાર્થિવ ગોહિલના અવાજમાં “આત્મનિર્ભર ભારત ગીત” થયું લોન્ચ, શું તમે જોયો આ વિડીયો?

આત્મવિશ્વાસ ને વધુ મજબુત બનાવવા ના હેતુ થી પાર્થિવ ગોહિલ ના અવાજ માં “આત્મનિર્ભર ભારત ગીત” થયું લોન્ચ,ઓ બી ઇવેન્ટ ની અનોખી પહેલ.

ભારત આજે દ્રઢ ઈચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ સાથે “આત્મનિર્ભર ભારત” અભિયાન તરફ આગળ વધી રહ્યુ છે વિશ્વથી વિમુખ ભારત નહીં, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર ભારત જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાનું પ્રદાન આપતું આવ્યું છે અને આવનાર સમય માં પણ આપશે આ વાત ને વધુ મજબૂતી થી મુકવા ના હેતુ થી ગુજરાત ના અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓબી ઇવેન્ટ ના સ્થાપક શ્રી પ્રશાંત ગજ્જર અને પાર્થિવ ગોહિલ એ ભેગા થઇ ને એક અનોખું ગીત “આત્મનિર્ભર ભારત ” લોન્ચ કર્યું જેના શબ્દો લખ્યા છે ડો. શૈલેશ રાવલ એ અને સંગીત આપ્યું છે “ભાર્ગવ ચાંગેલા” એ ,વિડીઓ ડાયરેકશન કર્યું “મેહુલભાઈ પટેલ” એ.

આ ગીત માટે વિશેષ માં મોરબી ના સાંસદ શ્રી મોહન ભાઈ કુંડારીયા જીલ્લા કલેકટર શ્રી જે બી પટેલ,મોરબી જીલ્લા એસપી ડો કરણરાજ વાઘેલા અને ગુજરાત અનેક કલાકારો એ શુભકામનાઓ સાથે રાજીપો વ્યક્ત કરેલ છે

મૂળ ગુજરાત ના વતની અને બોલીવુડ ના પ્રખ્યાત ગાયક કલાકાર શ્રી પાર્થિવ ગોહિલ નો ગુજરાત પ્રત્યે નો પ્રેમ અને દેશ માટે ની લાગણી જગ જાહેર છે એમને એનેક વાર જાહેર મંચ પર દેશ માટે ના ગરવી ગુજરાત માટે ના ગીતો પ્રસ્તુત કરી ને લોકો ના હૃદય જીતી લીધા છે , લોકડાઉન દરમ્યાન સોશિયલ ડિસ્ટનસિંગ અને વર્ક ફ્રોમ હોમ ના નિયમ ને ધ્યાન માં રાખી ને સંપૂર્ણ ગીત ની રચના કરવા માં આવી છે ,જેમાં પાર્થિવ ગોહિલ એ એમના મુંબઈ સ્થિત ઘેર થી જ વિડીઓ ઉતારી ને અને રેકોર્ડ કરી ને ત્યાર કર્યું વિડીઓ ડાયરેકશન પણ ઘેર થી જ કરવા માં આવ્યું .

આ ગીત હાલ સોસીયલ મીડિયા ના માધ્યમ થી સમગ્ર વિશ્વ માં લોન્ચ કરવા માં આવ્યું છે ઓબી ઇવેન્ટ મોરબી ની ઓફિસિયલ ચેનલ પર આ ગીત નિહાળી શકશે વધુ માં ઓબી ઇવેન્ટ મૂળ મોરબી થી સંચાલિત છે જે વર્ષો થી સામજિક જાહેર ક્ષેત્રે ખુબ બધી સેવાકીય પ્રવતિઓ કરતા આવ્યા છે આ લોકડાઉન ના સમય દરમ્યાન તેઓ એ અનેક સ્થાનિક કલાકારો ને પોતાની કળા લોકો સુધી પોચાડવા ના હેતુ થી અને લોક સાંસ્કુતિ લોકો સુધી પોહ્ચાડવા ના હેતુ થી ખુબ બધા લાઈવ સેશન કરેલ હતા ત્યાર બાદ જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જઈ થી પ્રેરાઈ ને સામાજિક સેવા ના ભાગ રૂપે આ આ ગીત ની રચના કરવા ની પહેલ કરી છે

ઓબી ઇવેન્ટ પાછલા ૭ વર્ષ થી સફળતા પૂર્વક સામજિક ક્ષેત્રે સકીય છે જેમના સ્થાપક પ્રશાંત ભાઈ ગજ્જર જણાવે છે કે હાલ આ ગીત ગુજરાતી ભાષા માં સમગ્ર વિશ્વ માં વસતા ગુજરાતી મિત્રો માટે બનાવ્યું છે આવનાર સમય માં આવા અવનવા ગીતો અન્ય ભાષા માં બોલીવુડ ના દિગ્ગજ કલાકારો ના સાથ સાથે દેશ પ્રેમ ના જ વિષય પર બનવા ની પહેલ કરવા જઈ રહ્યા છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version