પોપટની તસવીર રાખવાથી થાય છે 5 લાભ અને 1 છે નુકસાન, બંને જાણવા છે જરૂરી

પોપટની તસવીર રાખવાથી થાય છે 5 લાભ અને 1 છે નુકસાન, બંને જાણવા છે જરૂરી

image source

મોટાભાગે જે લોકોને પશુ પ્રત્યે પ્રેમ હોય છે તેઓ ઘરમાં કુતરા અને બીલાડી વધારે પાડે છે. કેટલાક લોકો પક્ષીઓ પણ પાળતા હોય છે. આજકાલ તો ઘરમાં લવબર્ડ, સફેદ કબૂતર પણ લોકો રાખે છે. જો કે પરંતુ એક સમય એવો હતો જ્યારે ઘરમાં પોપટ પાળવાનું ચલણ હતું. મોટાભાગના લોકોના ઘરમાં પોપટ જોવા મળતાં.

પોપટ પણ એવું પક્ષી છે જે ઘરના સભ્ય સાથે પરીવારના સભ્યની જેમ ભળી જાય છે. હિંદૂ ધર્મમાં પોપટને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. સાથે જ માન્યતા છે કે પોપટ શુભ અને અશુભ ઘટનાઓ વિશે સંકેત પણ કરે છે. કહેવાય છે કે તેની છઠ્ઠી ઈંદ્રિય સક્રિય હોય છે તેથી તેને કોઈપણ ઘટનાનો આભાસ પહેલાથી થઈ જાય છે. પરંતુ શું તે જાણો છો કે પોપટ નહીં પણ પોપટની તસવીર ઘરમાં રાખવાથી પણ લાભ થાય છે ?

image source

વાત કરીએ પોપટના શુભ લક્ષણોની તો ચાલો આજે તમને જણાવીએ કે શા માટે ઘરમાં પોપટ રાખવાનું ચલણ હતું અને તેનાથી શું લાભ અને કેવા નુકસાન થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અને લાલ કિતાબ બંનેમાં આ પક્ષીના લાભાલાભનો ઉલ્લેખ મળે છે. તે અનુસાર ઘરમાં પોપટની તસવીર રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે.

1. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં પોપટની તસવીર રાખવાથી બાળકો અભ્યાસમાં સારો રસ દાખવતા થાય છે. તેમની સ્મરણ શક્તિ વધે છે અને આળસ દૂર થાય છે.

image source

2. પતિ અને પત્નીમાં પ્રેમ સંબંધ સ્થાપિત કરવા માટે ફેંગશૂઈ અનુસાર બેડરુમમાં પોપટની જોડીની તસવીર રાખવી જોઈએ.

3. પોપટ પ્રેમ, વફાદારી, લાંબા આયુષ્યનું પ્રતીક હોય છે. તેની હાજરીથી ઘરમાં બીમારી, નિરાશા, દરિદ્રતા અને સુખનો અભાવ હોય તો તે દૂર થાય છે અને સમૃદ્ધિ, સુખ અને શાંતિ વધે છે. તેથી ઘરમાં પોપટનું ચિત્ર રાખવું જોઈએ.

image source

4. પદ્મપુરાણમાં ઉલ્લેખ મળે છે કે જે ઘરમાં પોપટ પાળવામાં આવે છે ત્યાં તેનું નામ ભગવાનના નામ પર રાખવામાં આવે છે. જો પોપટ ખુશ રહે છે તો તેને પાળનારના તમામ ગ્રહ જેવા કે રાહુ, કેતુ, શનિ વગેરેનો દુષ્પ્રભાવ દૂર થાય છે. આવા ઘરમાં અકાળ મૃત્યુ થતી નથી. જાતકનું સૌભાગ્ય વધે છે અને ઘરના સભ્યો પણ ખુશીથી જીવન પસાર કરે છે. આ લાભ પોપટની તસવીર રાખવાથી પણ મળે છે.

image source

5. ફેંગશૂઈ અનુસાર પોપટ પાંચ તત્વોનું સંતુલન સ્થાપિત કરવામાં મદદ કરે છે. પોપટનો રંગ અને પાંખ પૃથ્વી, અગ્નિ, જળ, લાકડા અને ધાતુનું પ્રતીક છે. જો ઘરમાં આવા કોઈ તત્વની ખામી હોય તો પોપટની તસવીર રાખવાથી તે દૂર થઈ જાય છે.

એક જ છે નુકસાન

image source

ઘણા લોકો પોપટને પાંજરામાં પુરી દે છે. પરંતુ પોપટ પાળવો એટલે તેને પાંજરામાં પુરવો નહીં. તેનું ધ્યાન રાખવું અને જતન કરવું છે. પક્ષીને બંધક બનાવવાથી નુકસાન થાય છે અને વ્યક્તિએ તેના ખરાબ ફળ ભોગવવા પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ