લોકડાઉનમાં પારલે-જી એ તોડ્યો 82 વર્ષનો રેકોર્ડ, અધધધ..રૂપિયાની કરી કમાણી, જાણો તમે પણ આ વિશે વધુમાં…

પારલે-જી એ તોડ્યો 82 વર્ષ નો રેકોર્ડ, વેચાણ માં થયો અધધ વધારો

કોરોના વાયરસ ના કારણે લોકડાઉન દરમિયાન ભલે બધા જ ધંધા રોજગાર ઠપ થઈ ગયા હોય પણ ભારતની આ બિસ્કિટ કમ્પની ને થયો છે અઢળક ફાયદો. અને એટલી હદે વેચાણ થયું છે કે પારલે જી એ પોતાનો 82 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માત્ર 5 રૂપિયા માં મળતું પારલે જીનું બિસ્કિટ હજારો કિલોમીટર ચાલીને જતા મજૂરો માટે પણ ખૂબ મદદરૂપ સાબિત થયું છે.

image source

કોઈએ જાતે ખરીદ્યા તો કોઈએ વળી કોઈની મદદ માટે બિસ્કિટ વેચ્યા. ઘણા લોકોએ તો કોરોનાની મહામારીથી બચવા માટે પોતાના ઘરમાં ઢગલા બંધ પારલે-જી બિસ્કિટ નો સ્ટોક કરી રાખ્યો હતો.

82 વર્ષનો રેકોર્ડ તોડ્યો

image source

1938 ની સાલથી પારલે-જી લોકોની ફેવરિટ બ્રાન્ડ બની ગઈ છે. લોકડાઉનના સમયમાં કંપનીએ અત્યારસુધીના ઇતિહાસ માં સૌથી વધારે વેચાણ કર્યું છે. જોકે પારલે કંપનીએ કોઈ પણ આંકડા તો સ્પષ્ટ નથી બતાવ્યા. પણ એટલું ચોક્કસ જણાવ્યું છે કે કંપનીના ગયા ત્રણ મહિના એટલે કે માર્ચ, એપ્રિલ અને મે છેલ્લા 8 દાયકામાં સૌથી સારા રહ્યા છે.

કંપની ના વિકાસ માં પણ 80 થી 90 ટાકાની ભાગીદારી

પરલે પ્રોડક્ટના કેટેગરી હેડ મયંક શાહ ના જણાવ્યા પ્રમાણે કંપનીનો કૂલ માર્કેટ શેર પણ 5 ટક વધ્યો છે. અને તેમાં 80 થી 90 ટાકા ભાગીદારી પારલે-જી ના સેલેની રહી છે.

આ કારણે થયો કંપની ને ફાયદો

image source

પારલે જેવા ઓર્ગેનાઇઝ્ડ બિસ્કિટ નિર્માતાઓએ લોકડાઉનના થોડા જ સમય બાદ ઓપરેશન શરૂ કરી દીધા હતા. તેમની કેટલીક કંપનીઓએ તો પોતાના કર્મચારીઓના આવવા જવાની પણ વ્યવસ્થા કરી હતી જેથી કરીને તેઓ સરળતાથી અને સુરક્ષિત રીતે કામ પર આવી શકે. જ્યારે ફેક્ટરીઓ શરૂ થઈ ત્યારે કંપનીનું ફોકસ જ ઉત્પાદનો વધારે વેચાય છે તેના પર હતું.

image source

તાજેતરમાં FMCG પ્લેયર્સ પર સ્ટડી કરનાર ક્રિસીલ રેટિંગ્સ ના સિનિયર ડિરેક્ટર અનુજ સેઠી કહે છે કે ગ્રાહક તે બધી જ વસ્તુઓ ખરીદી રહ્યા હતા જે મળી રહી હતી. પછી ભલે તે પ્રીમિયમ હોય કે ઇકોનોમિ. કેટલાક પ્લેયર્સે તો પ્રીમિયમ પર જ ફોકસ કર્યું હતું. આ બધાજ પ્લેયર્સએ છેલ્લા 18-24 મહિના દરમિયાન પોતાનું ડિસ્ટ્રીબ્યુશન વધારવા પર ફોકસ કર્યું હતું, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. કોરોના વાયરસની આ મહામારીમાં તેમની આ મહેનત કામ લાગી ગઈ.

image source

બ્રિટાનિયા કંપનીના બિસ્કીટોનું પણ વેચાણ વધ્યું

માત્ર પરલે-જી જ નહીં પણ છેલ્લા ત્રણ મહિનામાં બીજી બિસ્કિટ કંપની ના બિસ્કિટ પણ ખૂબ વેચાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બ્રિટાનિયાના ગુડ ડે, ટાઇગર મિલ્ક, બર્બન, મેરી બિસ્કિટ ઉપરાંત પારલે ના ક્રેકજેક, મોનેકો, હાઈડ એન્ડ સિક, જેવા બિસ્કિટ પણ ખૂબ વેચાયા.

image source

લોકડાઉનમાં કેટલાક લોકોનો તો એક માત્ર સહારો બિસ્કિટ જ હતા

પારલેએ પોતાના સૌથી વધારે વેચાતા અને સૌથી ઓછી કિંમત ધરાવતા પારલે-જી બિસ્કિટ પર ફોકસ કર્યું. કારણ કે ગ્રાહકો તરફથી તેની ખૂબ માંગ વધી હતી. કંપનીએ પોતાની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ને પણ એક અઠવાડિયાની અંદર રિસેટ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Parle-G (@officialparleg) on

કરણ કે રિટેલ આઉટલેટ પર ક્યાંય અછત ના સર્જાય. મયંક શાહનું કેહવું છે કે લોકડાઉન દરમિયાન પારલે-જી ઘણાબધા લોકો માટે સરળ ખાવાનું બની ગયું હતું. કેટલાક બીચારા માટે તો આજ એકલું ખાવાનું હતું. જે લોકો રોટલી નથી ખરીદી શકતા તેઓ પારલે જી ખરીદી શકે છે.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ