પાર્લે કંપનીની જોરદાર પહેલ, ત્રણ કરોડ બિસ્કિટના પેકેટનું કરશે દાન

દેશની મુશ્કેલ ઘડીમાં – પાર્લે કંપનીની વખાણવા યોગ્ય પહેલ – ત્રણ કરોડ બિસ્કિટના પેકેટનું કરશે દાન

કોરોના વાયરસના કારણે વડાપ્રધાન મોદીએ આકરા નિર્ણયો લેવાનો વારો આવ્યો છે જેના પગલે આખાએ દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે અને તેના કારણે સમગ્ર દેશના લગભગ બધા જ ધંધારોજગાર ઠપ થઈ ગયા છે અને ગરીબ લોકો જે રોજના રૂપિયા કમાવીને રોટલા ખાતા હોય તેમની સ્થિતિ કફોડી થઈ પડી છે. અને તેને પહોંચી વળવા નાણામંત્રી દ્વારા કેટલાક રાહત પેકેજની પણ ઘોષણાઓ કરવામાં આવી છે પણ તેની સાથે સાથે સમાજના કેટલાક આગેવાનો પણ મદદ માટે સામે આવી રહ્યા છે. જમાં દેશની દીગ્ગજ બીસ્કીટ કંપની પાર્લે જીએ એક મોટી પહેલ કરી છે.

image source

દેશની પ્રમુખ બિસ્કિટ બ્રાન્ડ પાર્લે ત્રણ અઠવાડિયાની અંદર પાર્લે જીના ત્રણ કરોડ પેકેટ્સનું વિતરણ કરશે. કંપનીએ ઝણાવ્યું છે કે તે સરકારી એજન્સીઓ દ્વારા આ પેકેટ્સ વહેંચસે. કંપની ખાસ કરીને જરૂરિયાતવાળા લોકોને બિસ્કિટ ઉપલબ્ધ કરાવવા માગે છે. સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખીને કંપનીએ આ જાહેરાત કરી છે.

કંપનીએ આ જેહારત કરી તેની સાથે સાથે એ ફણ જણાવ્યું હતું કે તેમની ફેક્ટરીઝમાં 50 ટકા લોકો જ કામ કરી રહ્યા છે પણ કંપની એ વાતનું પણ ખાસ ધ્યાન રાખી રહી છે કે બજારમાં તેમના ઉત્પાદનોની કોઈ અછત ઉભી ન થાય.

image source

પાર્લે પ્રોડક્ટના વડા અધિકારી મયંક શાહએ જાણકારી આપતા જણાવ્યું છે, ‘અમે લોકોએ સરકારની સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. અમે સરકારી એજન્સીઓ દ્વારા બિસ્કિટના ત્રણ કરોડ પેકેટનું વિતરણ કરીશું – આવનારા ત્રણ અઠવાડિયા સુધીમાં દર અઠવાડિયે એક કરોડ પેકેટ્સ – ખાસકરીને જરૂરિયાતવાળા લોકો માટે…’

તેમણે વધારામાં કહ્યું છે, ‘અમે એ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કયા લોકોને હાલ ખોરાકની જરૂર છે—ઘણા લોકોની આજીવિકા અસરગ્રસ્ત થઈ છે. અમે સરકાર સાથે મળીને એ નક્કી કરી રહ્યા છે કે તેઓ ભૂખ્યા ના રહે.’

તેમણે જણાવ્યું છે કે લોકડાઉનના કારણે લોકોમાં હોહા મચી ગઈ છે અને ચિંતામાં તેઓ વધારે પડતી ખરીદી કરી રહ્યા છે અને સામાનનો સ્ટોક કરી ર્હાય ચે. લોકો બહાર નીકળી રહ્યા છે અને ખાવાપીવા માટે જે પણ મળે તે ખીદી રહ્યા છે. લોકો મોટા પ્રમાણમાં બિસ્કિટ પણ ખરીદી રહ્યા છે કારણ કે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતા.

image source

તે એ પણ જણાવે છે કે સરકારે બિસ્કિટ બનાવનારી કંપનીઓને લોકડાઉનથી બહાર રાખી છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં કંપનીને તકલીફ પડી રહી છે કારણ કે સ્થાનીક અધિકારીઓ કાચા માલ તેમજ તૈયાર માલના ટ્રાન્સપોર્ટેશનની પરવાનગી નથી આપી રહ્યા.

તેમાં કોઈ જ બે મત નથી કે વડાપ્રધાને આ નિર્ણય દેશના હિત ખાતર મજબૂરીમાં લેવો પડ્યો છે અને તેના કારણે ખાસ કરીને રોજ કમાઈને ખાનારા લોકોની સ્થિતિ કફોડી બની છે અને તેવા સંજોગોમાં જો પાર્લે કંપનીની જેમ બીજી કંપનીઓ પણ આગળ આવે તો મુશ્કેલીનો આ સમય જરૂરિયાત મંદો માટે પસાર કરવો થોડો સરળ રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ