આખરે, પરિવારનો આવો સાથ અને પ્રેમ તે પણ એક દવા જ છે, કડવી નહીં, પણ મીઠ્ઠી. ખરુંને?

“પરિવાર”

ઓફિસમાં લંચ કરીને રાજ તેના લેપટોપ પર કામ કરવા બેઠો જ હતો કે અચાનક તેને ઉધરશો આવવા લાગી. ઉધરાશ અટકાવવા તેણે પાણી પીધું ત્યાંજ તો છીંક આવી.


પોતાના શરીરની નબળાઈઓને અવગણીને રાજ લેપટોપ પર કામ કરતો રહ્યો કે વીસ-ત્રીશ મિનિટમાં તેનું શરીર ગરમ થવા લાગ્યું. આખરે, તેને તાવ આવ્યો અને પરિસ્તીથીની ગંભીરતાને સમજીને તે ઘરે નીકળ્યો. ઘરે પહોંચતા જ તેણે તેની બીમારી વીશે તેના ઘરવાળા લોકોને કહ્યું. તેની માતાએ તરત જ તેના પિતાને ફોન કરીને બોલાવ્યા.


તેના પિતા તરત જ ઘર તરફ આવ્યા અને રસ્તામાં આવતા આવતા ફોન કરી ડોક્ટરની એપોઇન્મેન્ટ લઇ લીધી. પછી ઘરે આવીને તરત જ તે રાજને દવાખાને લઇ ગયા.

ડોક્ટરે બીમારીના લક્ષણો જોઈને કહ્યું કે તાવ અને વાયરલ છે. અઠવાડિયામાં સારું થઇ જશે. પછી તેમણે દવાઓ લખી આપી. રાજના પિતા તેને લઈને ઘરે પહોંચ્યા અને પોતાના માતૃત્વની ફરજ નીભાવતા રાજની માતાએ તેની નજર ઉતારી. રાજ કહેતો રહ્યો કે હું ઠીક છું આવું બધું ના કર પણ કોઈ માઁ માને?


તેટલામાં જ રાજની પત્ની તેના માટે હળદરવાળું દૂધ બનાવીને લાવી અને પછી રાજને વીક્સ લગાવીને રૂમમાં સુવડાવી દીધો. એક દિવસ પછી રાજ તેની ઓફિસ પર પાછો ફર્યો. તેની તબિયત ઘણી સારી હતી. ના તાવ, ના શર્દી, ના ઉધરશ, કાંઈ નહીં.

આ જોઈને તેની સાથે કામ કરનાર તેનો મિત્ર વીર તેને પૂછી ઉઠ્યો, “રાજભાઈ કહેવું પડે. એક જ દિવસમાં ઉભા થઇ ગયા. મારે તો અઠવાડિયું થયું હતું આ તાવ અને વાયરલ મટાડતા.” ત્યાંજ રાજ મુસ્કુરાયો પણ તે કશું બોલ્યો નહીં.


ત્યારે રાજને વધુ એક સવાલ પૂછતાં વીર બોલ્યો, “ભાઈ કયા ડોક્ટરે આટલી જલ્દી ઉભા કરી દીધાં એ તો કહો?” તે સમયે રાજ તેના ડોક્ટરનું નામ આપવા જઈ જ રહ્યો હતો કે અચકાયો અને બીજી જ ક્ષણે તેને હસતા-હસતા કહ્યું કે, “પરિવાર.”


ડોક્ટર તો બસ દવા જ આપે છે, પણ જે ડોક્ટરનો રસ્તો બતાવે છે, તે બાપ છે. ડોક્ટર તો બસ દવા જ આપે છે, પણ જે દવા સાથે દુવા પણ કરે છે, તે માઁ છે.

ડોક્ટર તો બસ દવા જ આપે છે, પણ તે પત્ની છે જે કડવી દવાને પણ મીઠી બનાવે છે. આખરે, પરિવારનો આવો સાથ અને પ્રેમ તે પણ એક દવા જ છે, કડવી નહીં, પણ મીઠ્ઠી. ખરુંને?

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ