અમદાવાદમાં હૃદય કંપાવનારી ઘટના: કાકાના દીકરાએ પરિવાર પર એસિડ એટેક કર્યો, ભૂલકાઓને પણ ના છોડ્યા

કૌટુંબિક કંકાસ – ભત્રિજાએ પરિવાર જ કર્યો એસિડ એટેક – બે બાળકી – એક બાળક સહિત ચાર લોકોને ગંભીર ઇજા

કૌટુંબિક ઝઘડા સંબંધમાં તાજેતરમાં એક ગંભીર ઘટના ઘ’r ગઈ. માધવપુરા વિસ્તારના મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા અંગે પરિવાર પર કરવામાં એસિડનો હૂમલો. જેમાં એક મહિલા તેમજ નાના બાળકોને થઈ ગંભીર ઇજા. મકાન ખાલી કરાવવા અંગે ભાઈ જ અંદરોઅંદર લડી પડ્યા અને છેવટે સવારના પહોરમાં ઘરની બારીમાંથી એસિડ ફેંકીને પરિવારજનો પર હૂમલો કરવામા આવ્યો.

image source

આ એસિડ એટેકમાં એક જ પરિવારના પાંચ વર્ષના અને આંઠ વર્ષના બે બાળકોના ચહેરા એસિડથી દાઝી ગયા છે અને તેમની આંખને તેનાથી ગંભીર ઇજા પોહોંચી છે. આ ઉપરાંત બીજા એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડ્યો હતો જેના કારણે તેમને પણ ઇજા થઈ છે અને તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તો નાનકડી બે બાળકીના ચેહરા એસિડના હૂમલાના કારણે ખૂબ જ બગડી ગયા છે.

image source

મકાનને લઈને પરિવારના જ ભાઈઓ વચ્ચે થયો હતો ઝઘડો

આ વિસ્તારમાં કંચનબેનની ચાલી આવેલી છે અહીં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરાઓ અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. આ મકાન લક્ષ્મીબેને પોતાના કાકા સસરા પાસેથી છ વર્ષ પહેલાં ત્રણ લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. તેમણે મકાનના પૈસા આપી દીધા હોવા છતાં તેમના કાકા સસરાના દીકરાઓ અજય અને વિજય મકાન ખાલી કરાવવા બાબતે તેમની સાથે અવારનવાર ઝઘડા કરતા હતા.

image source

આ દરમિયાન લક્ષ્મી બેનના બહેન તેમજ બનેવી પણ મુંબઈથી આવીને આ ઘરમા રહી રહ્યા હતા. અને આજે સવારે જ્યારે ઘરમાં બધા જ લોકો સુઈ રહ્યા હતા ત્યારે તેમના કાકા સસરાને દીકરો અજય દંતાણી વેહલી સવારે પાંચ વાગે મકાન પાસે આવ્યો હતો અને મકાનની ખુલ્લી બારીમાંથી તેમને મકાન બાબતે ધમકી આપી રહ્યો હતો. અને તે વખતે તેના હાથમાં એસિડનો ડબ્બો પણ હતો. અને ધમકી આપતાં આપતાં જ તેણે એસિડનો ડબ્બો બારીમાંથી અંદરની તરફ ખાલી કરવા લાગ્યો હતો.

બે બાળકીઓના ચહેરા બગડી ગયા

image source

આ હૂમલા વખતે લક્ષ્મી બેનના 10 વર્ષના એક દીકરા, આઠ વર્ષની એક દીકરી તેમજ, પાંચ વર્ષની એક દીકરી દાઝી ગયા હતા. તેમાંથી બે નાનકડી છોકરીઓના તો ચહેરા ઘણા અંશે એસિડથી દાઝીને ખરાબ થઈ ગયા છે. આ કૌટુંબિક કકળાટે બીચારી આ બન્ને બાળકીનું જીવન ખરાબ કરી મુક્યું છે. તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે આ મામલામાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. પણ હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામા આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ