માતા-પિતાનો પ્રેમ ત્યા સુધી ખ્યાલ ના આવે જ્યા સુધી આપણે ખુદ માતા-પિતા ના બનિયે

Thinking-Like-An-Indian-Parent-Part-2

 

આપણને માતા-પિતાનો પ્રેમ ત્યા સુધી ખ્યાલ ના આવે જ્યા સુધી આપણે ખુદ માતા-પિતા ના બનિયે.

ઘણા વર્ષો પહેલાની વાત છે, ઍક વિશાળ સફરજનનુ વૃક્ષ હતુ, ત્યા રોજ એક નાનો છોકરો આવતો અને રમતો, તેને ત્યા રમવુ ખૂબ જ ગમતુ હતુ, તે વૃક્ષ ઉપર ચડતો, સફરજન ખાતો અને ઘણી વાર તો એ થાકીને ત્યા થોડી વાર સૂઈ પણ જતો, તેને તે વૃક્ષ ખૂબજ ગમતુ હતુ અને વૃક્ષને તેની સાથે રમવુ. સમય વિતવા લાગ્યો, તે છોકરો મોટો થઈ ગયો હવે તે રોજ વૃક્ષની આજુબાજુ રમવા નહોતો આવતો, અચાનક એક દિવસ તે છોકરો વૃક્ષ પાસે આવ્યો, તે બહુ ઉદાસ હતો.”ચાલ આપણે રમિયે” વૃક્ષએ કહ્યુ..

છોકરા એ જવાબ આપ્યો:” હૂ કાઇ હવે નાનો નથી કે હૂ વૃક્ષની આજુબાજુ રમુ.”.”મારે રમકડા જોઈએ છે પણ તેની માટે મારે પૈસા જોઈયે”.વૃક્ષ એ જવાબ આપ્યો:”મને માફ કરજે મારી પાસે પૈસાતો નથી પણ તૂ આ સફરજન લઈને વહેચી દેજે તને પૈસા મળી જશે.” છોકરો ઉત્સાહિત થઈ ગયો, તેણે વૃક્ષના બધાજ સફરજન લઈ લીધા અને ઉમળકાભર ત્યાથી ચાલ્યો ગયો.

ઘણો સમય વીતી ગયો છોકરો સફરજન લીધા પછી પાછોના આવ્યો, વૃક્ષ ઉદાસ થઈ ગયુ. ઍક દિવસ તે છોકરો કે હવે જે યુવાન છે તે ફરીથી આવ્યો, વૃક્ષે ઉત્સાહથી કહ્યુ:”ચાલ આપણે રમી ઍ”. “મારી પાસે રમવા માટે સમય નથી, મારે મારા કુટુંબ માટે કામ કરવાનુ છે, અમારે આશ્રય માટે ઘર જોઇઍ છે, શુ તું મને મદદ કરી શકે?” તે યુવાન બોલ્યો…

વૃક્ષે કહ્યુ: “મને માફ કરજે મારી પાસે કોઈ ઘર નથી, પણ તૂ આ મારી શાખા કાપીને તારૂ ઘર બનાવી શકે છે”. અને તે યુવાન વૃક્ષની બધીજ શાખા કાપી ત્યાથી ખુશી ખુશી જતો રહ્યો. વૃક્ષને યુવાનની ખુશીથી સંતોષ થયો પણ તે તેના પછી પાછો ના આવ્યો, વૃક્ષ ફરીથી ઉદાસ અને ઍકલુ થઈ ગયુ.

એક ઉનાળાના દિવસે તે ફરી પાછો આવ્યો વૃક્ષ રાજી થઈ ગયુ, વૃક્ષે કહ્યુ: “ચાલ મારી સાથે રમ”. “હવે વૃદ્ધ થઈ રહ્યો છુ, હવે મારે મારી જાતને આરામ આપવા બોટમા જવુ છે, શુ તું મને બોટ આપી શકે?” તેણે કહ્યુ…

“તું મારા થડનો ઉપયોગ તારી બોટ બનાવા માટે કરી શકે છે, અને આરામ અને આનંદથી જ્યા જવુ હાય ત્યા જાઇ શકે છે.” તે વૃક્ષનુ થડ કાપીને લઈ ગયો, અને બોટ બનાવી ફરવા નીકળી પડ્યો અને લાંબા સમય સુધી પાછો ના આવ્યો….

છેલ્લે ઘણા વર્ષો પછી તે ફરીથી પાછો આવ્યો, “મને માફ કરજે, હવે મારી પાસે તને દેવા માટે કાઇ જ નથી, તારા માટે કોઈ સફરજન પણ નથી, “વૃક્ષે કહ્યુ, “કઈ વાંધો નઈ મારી પાસે પણ દાત નથી.”તેણે જવાબ આપ્યો. વૃક્ષ:” મારી પાસે તારા ચડવા માટે હવે થડ અને શાખાઑ પણ નથી” “હૂ હવે ઘણો વૃદ્ધ થઈ ગયો છુ તે બધુ હૂ નહી કરી શકુ.” વૃક્ષે ઉમેરતા કહ્યુ, “હવે મારી પાસે કશુ જ નથી આ નિર્જીવ થતા મૂળ સિવાય”

તેણે કહ્યુ, “હવે મારે કાઇ નથી જોઈતું, બસ આરામ કરવા માટે એક જગ્યા જોઈએ છે, આટલા વર્ષો કામ કર્યા પછી હૂ થાકી ગયો છુ. “અરે વાહ, સરસ, જૂના વૃક્ષના મૂળ એ ઉત્તમ સ્થાન છે આરામ કરવા માટે, આવ મારી સાથે બેસ અને મારી સાથે આરામ પણ કર”. તે વૃદ્ધ તેની પાસે બેઠો અને વૃક્ષને ખૂબ આનંદ થયો, તેની આંખમાથી ખુશીના અશ્રુ વહી ગયા.

મિત્રો, આ વાર્તા આપણા બધાની જ છે. વૃક્ષ એ આપણા માતા-પિતા છે, જ્યારે આપણે નાના હોઈયે ત્યારે તેમની સાથે રમવુ ખૂબ જ ગમે છે, પણ જેવા આપણે મોટા થઈઍ ત્યારે તેમને છોડી ને જતા રહીએ અને ત્યારે જ આવીએ જ્યારે કોઈ મુશ્કેલી હોય કે પછી કઈ ક જોઇતું હોય.

કોઈ પણ બાબત હોય માતા-પિતા હમેશા સાથ આપે છે, વૃક્ષની જેમ આપણી ખુશી માટે તેઓ પોતાનુ બધુ જ દઈ દે છે. તમને લાગ્યુ હશે કે તે છોકરો વૃક્ષની સાથે ક્રુર હતો. તમે ક્યારેય વિચાર્યું કે હું મારા માતા-પિતા સાથે આવુ જ વર્તન નથી કરતો ને ? સમાજનું નગ્ન સત્ય તો એ જ છે કે આપણને તેમની કદર નથી થતી જ્યા સુધી તેઓ આપણી સાથે હોય છે !

દોસ્તો, માતા-પિતાની પ્રેમપૂર્વક કાળજી લો. આપણને માતા-પિતાના પ્રેમનો ત્યા સુધી ખ્યાલ ના આવે જ્યા સુધી આપણે માતા-પિતા ના બનીયે.

 

ટીપ્પણી