દરેક પિતા પોતાના બાળક માટે કરે છે ‘આ’ 4 મસ્ત કામ, જે જાણીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ…

ઘરમાં નાના મહેમાનની આવવાની ખુશી માત્ર માતાને જ નથી હોતી પરંતુ પિતાને પણ એટલી જ હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો માંના સ્નેહ અને પ્રેમ વિશે જ વાતો કરતા તમને જોવા મળશે. બહુ ઓછા લોકો એવા તમને જોવા મળશે કે, જેઓ પિતાના લાડ-પ્યાર વિશેની વાતો કરે. એક અહેવાલ અનુસાર જ્યારે પત્ની પ્રેગનન્ટ હોય ત્યારે પતિને તેના આવનાર બાળકની અને પત્નીની હંમેશા ચિંતા રહેતી હોય છે તેમજ પતિ તેમને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તેમની ભાવનાઓ તેઓ સહજ રીતે વ્યક્ત કરી શકતા નથી. તો આજે અમે તમને જણાવીશું કે, દરેક પિતા તેમના બાળકને કેવી રીતે આપે છે પ્રેમભાવ…

પત્ની અને બાળક એમ બંન્નેને કરે છે પ્રેમ મોટાભાગના પુરુષો તેમની પત્ની જ્યારે પ્રેગનન્ટ હોય ત્યારથી લઇને જ્યાં સુધી બાળકને જન્મ આપે ત્યાં સુધી તેઓ તેમની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, પરંતુ તેઓ તેમની ભાવના વ્યક્ત કરી શકતા નથી જે કારણોસર અનેક પત્નીને એવુ લાગતુ હોય છે કે, તેમના પતિ તેમને બીજાની જેમ રાખતા નથી અને કેર પણ નથી કરતા. આમ, જો તમે પણ તમારા પ્રેગનન્સીના સમયગાળાથી લઇને બાળકનો જન્મ થાય ત્યાં સુધી આવા પ્રકારના વિચારો કરો છો તો તમારે હવે આ નેગેટિવ વિચારોને કાઢીને પોઝિટિવ વિચારો તરફ વળવુ જોઇએ.

બાળકને નિસ્વાર્થ પ્રેમ કરેપિતા હંમેશા તેમના બાળકોને નિસ્વાર્થ અને કોઇ પણ પ્રકારની શરત વગર પ્રેમ કરતા હોય છે. બાળકના આગમનથી જ પિતાના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળે છે જેનો અહેસાસ એક પિતા જ કરી શકે છે. પિતા હંમેશ માટે પોતાના બાળકના ચહેરા પર ખુશી જોવા માટે તરસતા હોય છે. જો પોતાના બાળકને કંઇ થઇ જાય તો પિતા મનમાંને મનમાં ખૂબ જ દુખી થતા હોય છે અને બાળકને કેવી રીતે ખુશી મળે તે માટે હંમેશા તેઓ તેના પર વિચાર કરતા હોય છે.

સમયની સાથે પરિપક્વ થવુ એક પતિ જ્યારે પિતા બને છે ત્યારે તે માનસિક તેમજ ભાવનાત્મક રીતે આપોઆપ જ મેચ્યોર થઇ જાય છે. તે પહેલા કરતા ઘણી બધી રીતે જવાબદારી ઉઠાવવા માટે પણ એકદમ રેડી હોય છે. આમ, પતિમાંથી જ્યારે પિતા બનવાનો સમય આવે ત્યારે પિતા રાત-દિવસ તેના બાળકો વિશે જ વિચાર કરે છે અને તે પછી જ આગળનુ ડગલુ ભરે છે. આ માટે કહેવાય છે કે, કોઇ પણ કપલની લાઇફમાં જ્યારે બાળક આવે ત્યારે માતા-પિતાની આખી લાઇફ-સ્ટાઇલ જ ચેન્જ થઇ જતી હોય છે અને તેઓ વિચારે છે કે, હું મારા બાળક માટે શું કરો તો એને વધારે ગમશે. આવા જાતજાતના વિચારો માતા-પિતાના મનમાં આવતા હોય છે.

બાળક સાથે સમય પસાર કરવો પિતા પોતાના બાળકને ખૂબ જ ઓછો સમય આપી શકે છે જે એકદમ સત્ય વાત છે. પરંતુ તમને જણાવી દઇએ કે, પિતા પોતાના બાળકને ઓછો સમય જ્યારે આપતા હોય છે ત્યારે તેમના મનમાં અનેક ઘણું દુખ થતુ હોય છે. પરંતુ એક પિતાને સમય મળતાની સાથે જ તે આખો દિવસ પોતાના બાળક સાથે રહે છે અને તેમનો દિવસ મસ્ત રીતે પસાર કરતા હોય છે. એક પિતા આખો દિવસ પોતાના બાળકને જે રીતે સમય આપે છે તે દિવસ તેમના માટે યાદગાર બનીને રહી જાય છે. જો કે દરેક પિતા પોતાના બાળકની દરેક પળોને સ્પેશયલ બનાવવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ આપણું પેજ.

ટીપ્પણી