પારડી હાઇવે પર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત બાદ લાગી આગ, ડ્રાઈવર-ક્લિનર જીવતા ભુંજાયા

સોમવારે સાંજે ચંદ્રપુર ગામ થયેલા ગોજારા અકસ્માતે ચકચાર મચાવી દીધી છે. આ અંગે મળતી માહિતી પ્રામણે વલસાડ જિલ્લાના પારડી હાઇવે ઉપર આવેલા ચંદ્રપુર ગામ પાસે સોમવારે મોડી રાત્રે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં પારડી બ્રિજ પાસે રોંગસાઈડમાં આવી રહેલા ટેમ્પોની બેદરકારીને લઈને મુંબઇ અમદાવાદ રોડ ઉપર દોડી રહેલી ટ્રક સાથે અથડાયો હતો. નોધનિય છે કે ટ્રકની કેબિન અને ટેમ્પોની કેબિન એક બીજા સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેના કારણે ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગ ભભુકી ઉઠી હતી.

ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગની ઘટના બની

નોંધનિય છે કે, આ અકસ્માતમાં ટેમ્પો અને ટ્રક પળવારમાં આગમાં હોમાઈ ગયા હતા. જેને કારણે અફરા તફરી મચી ગઈ હતી. તો બીજી તરફ મુંબઈ અમદાવાદ હાઇવે બ્લોક કરી બ્રિજ પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. નોંધનિય છે કે ટેમ્પોમી જોરદાર ટક્કરના કારણે ટ્રકમાં આવેલી ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગની ઘટના બની બની હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું.

તો બીજી તરફ જોતજોતામાં આગે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. જો કે ત્યાર બાદ સ્થાનિક ચંદ્રપુરના સેવ લાઈફના યુવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગમાં દાજી રહેલા 2 લોકોને બહાર કાઢ્યા હચા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

2 ટ્રક ચાલકોને આગે પોતાની ઝપેટમાં લઈ લીધા

image soucre

નોંધનિય છે કે આ આગ એટલી ભયાનક હતી કે તેને લઈને હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તો બીજી તરફ આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જો કે આ ટ્રકમાં લાગેલી આગની જ્વાળાઓને કારણે ટ્રકમાં રહેલા 2 ટ્રક ચાલકોને આગે પોતાની ઝપેટમાં લઈ લીધા હતા

તો બીજી તરફ ચંદ્રપુરના સ્થાનિક લોકોએ સુજબુજ સાથે એક ટ્રક ચાલકને બચાવી લીધો હતો અને ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ આગમાં તે બુકી રીતે દાઝી ગયો હોવાથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તો બીજી તરફ બનાવની જાણ વલસાડ અને પારડીના ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અકસ્માત અને આગને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong