કોઈપણ પરાઠા બનાવવા માટે આ છે પરફેક્ટ મસાલા તો એક જ વાર બનાવીને સ્ટોર કરી લો..

આજે આપણે બનાવીશું બે ટાઈપના મસાલા. પરાઠાના મસાલા છે જે તમે પરાઠાના સ્ટફિંગ માં નાખી શકો છો. અને બીજો મસાલો છે તે જે પરાઠા ની ઉપર ભભરાવી શકો છો. તો ચાલો આપણે જોઈએ તેની સામગ્રી.

સામગ્રી

1- પરાઠા ના સ્ટફિંગ માં નાખવાં માટે ની સામગ્રી.

 • અજમો
 • જીરુ
 • આખા ધાણા
 • વલીયારી
 • લાલ મરચું પાવડર
 • સંચર
 • હિંગ
 • ધાણાજીરું પાવડર
 • ગરમ મસાલો
 • અનારદાના પાવડર
 • મીઠું
 • આમચૂર પાવડર
 • મરી અને સૂકા મરચાં

રીત

1- સૌથી પહેલા આપણે એક પેનમા ત્રણ નાની ચમચી આખા ધાણા લઈશું.

2- હવે એક ચમચી વલીયારી નાખીશું.એક ચમચી જીરુ,એક ચમચી અજમો.

3- બે લાલ સૂકા મરચા નાખીશું. તેમાં એક ચમચી મરી નાખીશું.

4- હવે તેને થોડું હલાવી લઈશું. ધીમા ગેસ પર શેકાવા દઈશું.તેની સુગંધ આવે ત્યાં સુધી. બળી ના જાય તે માટે તમારે ધ્યાન રાખવાનું છે.

5- આ મસાલો તમે વધારે બનાવીને સ્ટોર કરી શકો છો. એક એર ટાઈટ બરણીમાં ભરીને રાખી શકો છો.

6- કારણ કે આ મસાલો તમે બધા પરાઠાં માં યુઝ કરવાના છો તેથી વધારે બનાવીને સ્ટોર કરી શકો છો.

7- આને તમારે લગભગ ધીમા ગેસપર પાંચ મિનિટ જેવું સેકવાનું છે. કોઈપણ પરાઠો ત્યારે જ ટેસ્ટી લાગે જ્યારે તેનો મસાલો બરાબર હોય.તો આ મસાલો જે તમે બનાવવા ના છો બધા જ તીખા છે.

8- જેના કારણે આ બવ જ ટેસ્ટી લાગે છે. એટલે તમારા પરાઠા બવ જ ટેસ્ટી બનશે.

9- તમે કોઈ પરાઠા માં ના યુઝ કરવા માગતા હોય ને એમ નેમ ખાલી આ મસાલા ને પરાઠા માં બનાવવા માગતા હોય તો પણ તમે આવું કરી સકો છો.

10- આ બધા જ પરાઠા માં જેમકે આલુ પરાઠા, ફ્લાવર પરાઠા માં આ મસાલો યુઝ કરી શકો છો.

11- આ આપણા બધા ખડા મસાલા શેકાઈ ગયા છે.

12- હવે તેમાં આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું.

13- હવે તેમાં એક ચમચી સંચર એડ કરીશું. અડધી ચમચી જેટલું મીઠુ ઉમેરી શું.

14- હવે તેમાં એક ચમચી અનારદાના પાવડર ઉમેરીશું. આ તમારા ઘરમાં ના હોય તો ચાલે પણ તેનો સ્વાદ સારો આવે છે.એટલે તમે ઈઝીલી માર્કેટમાં મળે છે તમે લાવી શકો છો.

15- હવે એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. આપણી પેન એકદમ ગરમ છે એટલે તેમાં તે આ બધા મસાલા ધીમા ધીમા શેકાય જશે.

16- આપણે હવે દોઢ ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું.

17- હજુ આપણી પેન ગરમ છે તેથી તેને હલકુ શેકાઈ જશે.થોડું ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં પીસી લેવાનું. ઠંડુ પડે ત્યારે સુધી તેને હલાવતા રહીશું. જેથી નીચે ચોંટે નહી.

18- હવે આ ઠંડુ પડી ગયું છે. હવે આપણે મિક્સરમાં પીસી લઈશું. આપણે તેને એકદમ પાવડર નથી કરવાનો થોડું કર કરું રાખવાનું છે.

19- હવે આ પરાઠા ના સ્ટફિંગ માટે નો મસાલો તૈયાર છે. આને કોઈ પણ સ્ટફિંગ માં તમે તેને યુઝ કરી શકો છો. આલુ પરાઠા,ગોભી પરાઠા, પ્યાસ પરાઠા, પનીર પરાઠા કોઈપણ પરાઠા યુંઝ કરી શકો છો.

20- આને હવે કોઈપણ એરટાઇટ બરણીમાં ભરી ને મૂકી શકો છો. જ્યારે પણ પરાઠા બનાવી એ ત્યારે નાખી શકે છે. તમે કોઈ સ્ટફિંગ પરાઠા ના બનાવતા હોય અને એકલા મસાલા પરાઠા બનાવવા હોય તો અને પરાઠા ઉપર લગાવી દેવાનો. તો તમારા મસાલા પરાઠા પણ તૈયાર થઇ જશે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

2-હવે પરાઠા બની જાય અને ઉપર ભભરાવવા નો મસાલો. જેનાથી તમારા પરાઠા એકદમ ટેસ્ટી લાગશે. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

 • જીરુ
 • વલીયારી
 • આખા ધાણા
 • લાલ મરચું પાવડર
 • આમચૂર પાવડર
 • મીઠુ
 • ચાટ મસાલો

રીત

1- સૌથી પહેલા આપણે એક પેન માં બે ચમચી આખા ધાણા લઈશું.

2-હવે એક ચમચી જીરુ લઈશું અને એક ચમચી વલિયારી લઈશું.

3- હવે તેને સેકી લઈશું.ધીમા ગેસ પર જેથી તે ચોંટી ના જાય અને જ્યાં સુધી સુગંધ ના આવે ત્યાં સુધી સેકવાના છે. સુગંધ આવશે એટલે તમને ખ્યાલ આવશે કે આપણા મસાલા શેકાઈ ગયા છે.

4- તમે અને દરેક પરાઠા પર ભભરાવી શકો છો. આલુ પરાઠા, પ્યાઝ પરાઠા, પનીર પરાઠા કોઈપણ પરાઠા પર લગાવી શકો છો. અને કશું જ નહીં તો ભાખરી પર પણ લગાવી શકો છો.

5- હવે તેમાં ધુમાડા નીકળવા મંડ્યા છે અને શેકાય ગયું છે.અને સુગંધ પણ આવશે. એટલે હવે ગેસ બંધ કરી દેવાનો.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખડા મસાલા નો કલર પણ બદલાઈ ગયો છે.

7- હવે તેમાં એડ કરીશું મીઠું અડધી ચમચી, ૧ ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી શું.અને એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી શું.

8- હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. મસાલો થોડો ઠંડો થાય એટલે તેને પીસી લેવાનો છે.

9- હવે તેને મિક્સરમાં પીસી લઈશું.

10- હવે આપણો મસાલો તૈયાર છે તેને પરાઠા ઉપર ભભરાવા નો છે. તમે વિડિયો જોઈ શકો છો કે કેવી રીતે યુઝ કરવાનો છે.

પરાઠા પર લગાવવાની રીત-

1- મસાલા પરાઠા બનાવવા માટે એક ગુલ્લુ લઈશું.

2- તેને નોર્મલ પરાઠા ની જેમ વણી લઈશું.

3- વણાઈ ગયા પછી તમે તેલ કે યુઝ કરી શકો છો.આપણે તેલ લગાવ્યું છે.જો તમને ઘી પસંદ હોય તો ઘી લગાવી સકો છો.

4- તેલ લગાવ્યા પછી સ્ટફિંગ માટે નો મસાલો તે લગાવી શું. અને પછી હાથથી થોડું સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે તેને બંધ કરી દઈશું. પડ પર ઘી કાતો તેલ લગાવી દઈશું. ફરી તેના પર સ્ટફિંગ નો મસાલો નાખીશું. ફરી બીજીવાર બંધ કરીશું. તેની પર તેલ લગાવી શું. ફરી તેની પર સ્ટફિંગ નો મસાલો ભભરાવી શું.

5-હવે એક ફોલ્ડ કરીશું.તેના પર તેલ લગાવીશું.એવું જ ફરી તેના પર મસાલો ભભરાવી શું.હવે તેને બંધ કરી દઈશું.

6- હવે તેને તમે ગમે તે આકાર આપી શકો છો.ચોરસ પણ આપી સકો છો. અને ત્રિકોણ પણ આપી સકો છો. હવે વણાય ગયું છે. તે તમે વીડિયોમાં જોઈ શકો છો.

7- હવે આપણે સેકી લઈશું.એક બાજુ શેકાય એટલે બીજું બાજુ સેકવાનું.હવે આપણે તેની પર તેલ મુકીશું.ઘી પણ મૂકી શકાય.હવે તમે વિડિયો માં જોય સકો છો કે કેવું સરસ ફૂલી ગયું છે.

8- બીજું બાજુ પણ તેલ નાખીશું. આપણા પરોઠા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે એક પ્લેટમાં કાઢી લઈશું.

9- હવે તેની પર આપણે ઘી મુકીશું.એક ચમચી જેટલું.ઘી ના બદલે તમે બટર પણ યુઝ કરી શકો છો.હવે તેની પર સ્પ્રિંગલી મસાલો ભભરાવીશું. સ્ટફિંગ મસાલો અને સ્પ્રિંગલી મસાલો બન્ને યુઝ કર્યો છે.

10- તો આજે આપણે બંને મસાલા ની રેસીપી જોઈ તો તમે જરૂરથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.