બિગબૉસ સિઝન ૧૩ ના પારસ છાબરાના આ ખૂબસુરત અભિનેત્રીઓ સાથે રહ્યા છે સંબંધ…

બિગ બોસ સીઝન ૧૩ના કન્ટેસ્ટંટ પારસ છાબરાના આ ત્રણ લોકપ્રિય અભિનેત્રીઓ સાથે રહ્યા હતા સંબંધો… જાણો આ એક્ટર વિશે અજાણી વાતો…

image source

બિગ બોસ સીઝન ૧૩ શરૂ થતાં જ તેના નવા નિયમોને લઈને તેના નિયમિત દર્શકો દ્વારા ચર્ચાઓ શરૂ કરવામાં આવી ગઈ છે. આ સમયે આ રસપ્રદ ટૅલિવિઝનના ઘરમાં બેડ શેરિંગ વિશે એક નવી જ યોજના ઘડવામાં આવી રહી છે કે સ્પર્ધકો તેમના બીએફએફ એટલે કે બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર પસંદ કરી શકે અને તેમની સાથે પોતાનો રહેવાનો પલંગ શેર કરી શકે છે અને તેઓ તેમની સાથે સિઝન દરમિયાન એક જ પથારીમાં સાથે રહેવાની તક માણી શકશે. આ વખતે વધુ એક નોંધ લેવા જેવી એક વાત એ પણ છે કે સામાન્ય દર્શક લોકોને શોમાં સ્થાન આપવામાં આવ્યું નથી, આ વખતે બિગ બોસના ઘરે ફકત હાજર રહેલા સેલેબ્સ ખાસ કરીને ચર્ચામાં રહેશે.

image source

વધુમાં આ સિઝનમાં, તે જોવાની મજા રહેશે કે રશ્મિ દેસાઇ, સિદ્ધાર્થ શુક્લા, કોઈના મિત્રા, દેવોલિના, દલજીત કૌર જેવા જાણીતા સેલેબ્સ બીગ બોસના ઘરે કેવી રીતે તેમનું વર્ચસ્વ ધરાવીને પોતાની પકડ જમાવે છે અને તેમના પ્રદર્શનથી ચાહકોને કેવી રીતે મનોરંજન આપતા રહે છે. આ વખતની સીઝનમાં અન્ય સેલેબ્સની સાથે સૌની નજર પારસ છાબરા પર પણ રહેશે. આ હેન્ડસમ હંક અને કૂલ લૂક એક્ટર પારસ છાબરા હંમેશાં તેના સંબંધો અને પ્રેમ સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે. રસપ્રદ વાત એ છે કે આ સીઝનમાં તેણે સલમાન ખાનની સામે પોતાને ‘સંસ્કરી પ્લેબોય’ તરીકે રજૂ કર્યો છે..

પારસ છાબરાની છબી છે કંઈક જુદી…

image source

પારસ વિશે વધુમાં વાત કરીએ તો એ સ્પ્લિટવિલા સીઝન પાંચનો વિજેતા રહી ચૂક્યો છે, સાથે જ કેટલીક ટીવી સિરિયલો ‘બઢો બહુ’, ‘કરણસંગિની’ અને ‘વિઘ્નહર્તા ગણેશ’ જેવા શોમાં તેના અભિનયથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે. ચાલો આપણે જાણીએ કે કઇ અભિનેત્રીઓ તેમની સાથે લિન્ક-અપ્સની ચર્ચાઓ અવારનવાર હેડલાઇન્સમાં આવતી રહી છે. આવો જાણીએ તેની કઈ કઈ સ્ત્રી મિત્રો સાથે અત્યાર સુધી જોડાયું છે નામ…

આકાંક્ષા પુરી…

image source

પારસ છાબરા હાલમાં ‘કેલેન્ડર ગર્લ્સ’, ‘એલેક્સ પાંડિયન’ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી અંકશા પુરીને ડેટ કરી રહ્યો છે એવા સમાચાર મીડિયામાં ક્યાંક ક્યાં જોવા મળી રહ્યા છે અને એ એટલા માટે કે આકાંક્ષા પોતે જ તેની સાથેના તેમના સંબંધોને અગાઉ જાહેરમાં સ્વીકારી ચૂકી છે. પારસ, આકાંક્ષા સાથે વિઘ્નહર્તા ગણેશમાં સહ કલાકાર રહી ચૂક્યા છે અને બંને ઘણીવાર સાથે જતા આવતાં અને હરતા ફરતાં જોવા મળે છે.

image source

તેમની ડેટિંગ ૨૦૧૭માં શરૂ થઈ હતી, પરંતુ તે કોઈ કારણસર પાછળથી આ સંબંધ તૂટી ગયો છે એવું પણ સંભલાઈ રહ્યું છે. તેના કારણોમાં એવું જાણવા મળ્યું છે કે આકાંશાને લાગ્યું કે એક દંપતી તરીકે, ભવિષ્યમાં તેમની વચ્ચે સુસંગતતાના મુદ્દાઓ થઈ શકે છે. એવું પણ એક કારણ જાણવા મળ્યું છે કે આ બ્રેકઅપ દરમિયાન, પારસ નાગીન શોની અભિનેત્રીની નજીક ગયો હતો, પાવિત્રા પૂનિયા અને આકાંશને તે ગમ્યું નહીં. આપને જાણીને નવાઈ લાગશે કે આકાંશાએ તેના શરીર પર પારસના નામનું પરમેનેન્ટ ટેટૂ કરાવ્યું છે, જેના પરથી ખ્યાલ આવી શકે છે કે તેણી તેને કેટલું ચાહતી હશે.

image source

પોતાના સંબંધો વિશે અકાંક્ષાએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “અમે બંને એકબીજા સાથે સંબંધમાં છીએ પરંતુ અમારી અંગત જિંદગીને જાહેર કરવા નથી માંગતા.” ઘણા બધા ફોટા એકબીજા સાથે તેમના ઇન્સ્ટાગ્રામ પર પણ જોવા મળે છે, જે એક બીજા પ્રત્યેના તેમના પ્રેમને દર્શાવે છે.

પવિત્રા પુનિયા

image source

આકાંશા પુરી સાથેના સંબંધોને વિરામ આપવાના તબક્કા દરમિયાન, પવિત્રાએ પારસ છાબરાને ઇમોશનલ સપોર્ટ આપ્યો હતો. નગીન ૩માં એક સાથે જોવા મળેલા પવિત્ર પુનિયા અને પારસ છાબરા રિલેશનશિપમાં હતા ત્યારે ઘણીવાર સાથે ફરતાં જોવા મળતા હતા. આ દરમિયાન, પવિત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પારસ સાથે રોમેન્ટિક પોઝમાં પડાવેલી તસવીરો પણ શેર કરી હતી. પરંતુ તેઓનો સંબંધ બહુ લાંબો સમય સુધી ટકી શક્યો નહીં અને સંબંધોમાં કેટલી સમસ્યાઓના લીધે બંને છૂટા પડી ગયાં. જોકે કહેવાય છે કે સંબંધથી છૂટા પડ્યા પછી, પવિત્રા અને પારસ સાથે સારી મિત્રતા હજુ પણ છે.

સારા ખાન

image source

ટીવી શો ‘બિદાઈ’માં તેમની ભૂમિકા માટે પ્રખ્યાત સારા ખાન અને પારસ છાબરા ઘણા સમયથી ચર્ચામાં છે. આ બંનેના સંબંધો એવા સમયે વધુ પ્રખ્યાત બન્યા હતા જ્યારે તેમની કિસિંગ સીનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. પરંતુ તેમના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંને પરસ્પર સંમતિથી તૂટી પડ્યા. અલબત્ત, સારા ખાન પણ અગાઉ બિગ બોસના ઘરે પણ રહી ચૂકી છે અને અલી મર્ચન્ટ સાથેના શોમાં તેના લગ્ન વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ