પેપર પૌવાનો ચેવડો – બજારના પેકોંગ જેવા જ ટેસ્ટનો ને હેલ્ધી ચેવડો આજે જ બનાવો….નાસ્તામાં બેસ્ટ રહેશે …

પેપર પૌવાનો ચેવડો

વેકેશન છે તો આજે બપોરે થોડો સમય કાઢી ને નાના મોટા બધા માટે બનાવો પેપર પૌવા નો ચેવડો. જે ખાવા માં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. આ ચેવડા પર ભુજીયા સેવ અને ઝીણી ડુંગળી સમારી ને ઉપર નાખી મિક્સ કરી ને ખાવા થી એકદમ ટેસ્ટી લાગે. વેકેશન છે તો આપણે ફેમિલી સાથે કયાંય 2 થી 4 કલાક બારે જઈએ ફરવા અને વિચારીએ કે નાસ્તા જેવું કંઈ લઈ જવું છે તો આ ચેવડો અને સાથે સેવ અને ડુંગળી લઈ જાવ એટલે નાના પીકનીક માં ગયા હોય એવું લાગે.

સામગ્રી :

 • 1 કિલો પેપર પૌઆ,
 • 250 ગ્રામ તેલ,
 • 100 ગ્રામ દાળિયા ની દાળ,
 • 200 ગ્રામ સીંગદાણા,
 • 2 થિ 3 લીલા મરચાં,
 • લીમડો,
 • હિંગ,
 • 2 ટી સ્પૂન લાલ મરચાં પાવડર,
 • 1 ટી સ્પૂન હળદર,
 • ચપટી બૂરું ખાંડ,
 • મીઠુ સ્વાદ અનુસાર.

રીત :

સૌ પ્રથમ પેપર પૌઆ કરકરા થાઈ એવા શેકી લો( પૌઆ ભાંગી નાં જાઇ તેનુ ધ્યાન રાખવું)હવે એક પેન માં તેલ ગરમ મૂકો .તેલ ગરમ થાઈ એટલે તેમાં હિંગ, લીમડો, ઝીણા સુધરેલા લીલાં મરચા નાખો. ત્યાર બાદ તેમાં સીંગદાણા નાખો . સીંગદાણા થોડા લાલ રંગ પરઆવે એટલે તેમાં દાળિયા ની દાળ નાખો,હવે શેકેલા પૌઆ માં લાલ મરચા પાવડર, હળદર, મીઠુ, બૂરું ખાંડ અને તેલ માં તળેલું બધુ પૌઆ માં મિક્સ કરી દો. (તેલ પણ એમાં જ ઉમેરી દેવાનું છે)શેકેલા દાળિયા ને શીંગદાણા ને બધુ એક્દમ બરાબર મિક્સ કરી લો.તૈયાર છે પેપર પૌઆનો ચેવડો.

ચેવડો એ એક કરકરું દાણેદાર ફરસાણ છે. જીણાં જીણાં ખાધ્ય પદાર્થોને શેકી કે તળી ને કરકારા બનાવીને તેમાં મસાલા આદિ ભેળવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. પારંપારિક રીતે આ વાનગી પૌંઆ માંથી બનાવવામાં આવે છે.

ડુંગળી સાથે ટામેટા પણ ઝીણાં સમારી ને ઉમેરી શકાય

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી