પપૈયાનું સેવન તો ફાયદાકારક છે જ સાથે તેના બી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે

દરેક માટે ફળનું સેવન ખુબ જ મહત્વપૂર્ણ છે. આપણા શરીરના સ્વસ્થ્ય માટે પપૈયા પણ ખુબ જ ફાયદાકારક છે પીળા-નારંગી રંગનું આ ફળ ઓછી કેલરી ઉપરાંત ફાઇબરથી ભરપૂર છે. પપૈયા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પપૈયા કોલેસ્ટરોલનું સ્તર પણ નિયંત્રિત કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે.

image source

પપૈયા આંખો માટે ખૂબ જ સારા છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારા હોય છે. પણ શું તમે પપૈયાના બીના ફાયદાઓ પણ જાણો છો. દરેક લોકો પપૈયા ખાઈને તેમાં બી ફેંકી દે છે, પરંતુ પપૈયાના બીથી થતા ફાયદાઓ જાણીને તમે પણ આજથી તેનો વપરાશ કરવાનું શરુ કરશો.

જાણો પપૈયાના બીથી થતા ફાયદાઓ-

image source

– લિવર સિરોસિસ દારૂના વધુ પડતા સેવનને કારણે થાય છે. આમાં, લીવર સંકોચાઈને કડક થઈ જાય છે. તેનાથી બચવા માટે તમે પપૈયાના બીનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પેહલા પપૈયાના 4-5 બીજ સુકવો અને પીસી લો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો. તેને સતત 1 મહિના માટે દિવસમાં બે વાર પીવો, તમે જાતે જ તફાવત જોશો.

– જો તમને પેટની સમસ્યા હોય તો પણ પપૈયાના બી તમારા માટે ફાયદાકારક છે. પપૈયાના બીમાં પાચક ઉત્સેચકો જોવા મળે છે જે પાચક શક્તિને સુધારે છે.

image source

– ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પપૈયાના બીનો ઉપયોગ ન કરવો જોઇએ, કારણ કે તે બાળકોના વિકાસ અવરોધે છે. તે કુદરતી જન્મ નિયંત્રણમાં પણ અસર કરે છે. તેમાં પેપૈન હોય છે જે મહિલાઓને ગર્ભવતી થવામાં રોકે છે. તે પુરુષોની ફર્ટિલિટી પર પણ અસર કરે છે.

– પપૈયાના બી પણ કેન્સરના કોષોને વધુ ફેલાતા અટકાવે છે. તેમાં આઇસોયોસિયાનેટ હોય છે જે સ્તન, ફેફસાં અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપે છે.

image source

– પપૈયાના બીજ ચરબી બાળીને જાડાપણાની સમસ્યા દૂર કરે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમે પપૈયાના બીજનો ઉપયોગ કરી શકો છો. તે શરીરમાં ખાંડ અને ચરબી વધવાની મંજૂરી આપતું નથી.

– જો તમારા શરીરમાં અથવા ત્વચા પર કોઈ સોજો અથવા બળતરા થતી હોય તો તમે પપૈયાના બીનો ઉપયોગ કરી શકો છો. પપૈયાના બી ચાવવાથી પણ શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે.

image source

– જો તમે દરરોજ પપૈયાના બીનું સેવન કરો છો, તો તમને વાયરલ ફીવર તાવ શક્યતા ઓછી છે. આ બી એન્ટી-વાયરલ એજન્ટો તરીકે કાર્ય કરે છે. ઉપરાંત, તે ચેપી રોગોનો અસરકારક ઉપાય પણ છે.

જાણો પપૈયા ખાવાથી થતા ફાયદા –

– વિટામિન એ અને સીથી ભરપૂર સ્ત્રોત તરીકે પપૈયા શરીરમાંથી ઝેર દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. આ રોગો અને ચેપને દૂર રાખવામાં મદદ કરી શકે છે.

image source

– તમારા વજન ઘટાડવા માટે તમારી દિનચર્યામાં એક કપ પપૈયા શામેલ કરો. ફાઇબરથી ભરપૂર હોવાની સાથે પપૈયા આપણને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.

– પપૈયામાં વિટામિન સી, પોટેશિયમ, એન્ટીઓકિસડન્ટો અને ફાઈબરની હાજરી ધમનીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે જે લોહીના પ્રવાહને પ્રોત્સાહન આપી શકે છે. પપૈયાને કોલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે, જે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

– પપૈયામાં જોવા મળતું પેપૈન એ કુદરતી પીડા નિવારણ તરીકે કામ કરે છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. પેપૈન શરીરના સાયટોકિન્સનું ઉત્પાદન વધારવા માટે ઉપયોગી છે, પ્રોટીનના જૂથ જે બળતરા નિયંત્રણમાં મદદ કરી શકે છે.

image source

– પપૈયામાં લ્યુટિન, ઝેકશેથીન અને વિટામિન ઇ સહિતના પોષક તત્વો આંખો માટે અને વય સંબંધિત ડાઘાઓને રોકવા માટે સારા માનવામાં આવે છે.

– પપૈયા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. વિટામિન સીના પ્રાથમિક સ્ત્રોતોમાંના એક હોવાને કારણે તેમાં બીટા કેરોટિન અને લાઇકોપીન જેવા કેરોટિનોઇડ્સ હોય છે,જ્યારે તે એક સાથે થાય છે, ત્યારે ત્વચા માટે અજાયબીઓ આપી શકે છે.

– પપૈયા ત્વચા પર કરચલીઓ દૂર કરીને ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત