જલ્સા કરોને જેંતીલાલ

પપ્પાની લાડકી વામિકા માટે વિરાટે મેદાન વચ્ચે જ ફ્લાઈંગ કિસ આપી અને ડેડિકેટ કરી ઇનિંગ્સ, ફિફ્ટી ફટકાર્યા પછી કર્યું કંઈક આવું

11 જાન્યુઆરીએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા માતા પિતા બન્યા હતા. અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો હતો અને એનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. વિરાટ અનુષ્કા પણ હવે માતા પિતાના રૂપમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે.

image source

ત્યારે હવે એક વાત સામે આવી રહી છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે IPL 2021ની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 10 વિકેટે માત આપી હતી. બેંગલોરની આ રોયલ જીતમાં બંને ઓપનર્સ છવાઈ ગયા હતા. દેવદત્ત પડિક્કલે લીગમાં પોતાની પ્રથમ સદી ફટકારતાં 52 બોલમાં 11 ફોર અને 6 સિક્સની મદદથી 101 રન કર્યા હતા.

આ બધાની વચ્ચે વિરાટ કોહલીએ લીગમાં પોતાની 40મી ફિફ્ટી ફટકારતાં 47 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી અણનમ 73* રન કર્યા હતા. વિરાટ 51 રન પૂરા કરતાંની સાથે જ લીગમાં 6 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. પરંતુ વાત કંઈક અલગ જ ચર્ચામાં આવી છે. વિરાટે આ સીઝનની પહેલી ફિફટી પોતાની દીકરી વામિકાને ડેડિકેટ કરી હતી અને ત્યારની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહી છે.

જો મેદાનની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તેણે સૌથી પહેલા બેટ ઊંચું કર્યું, પછી ફ્લાઈંગ કિસ આપીને બાદમાં બેબી સેલિબ્રેશન કર્યું હતું. તેનું આ સેલિબ્રેશન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. તમામ ફેન્સને વિરાટના અંદાજના વખાણ કરી રહ્યા છે. આ સાથે જ એક રેકોર્ડ પણ બન્યો છે કે વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 6 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે 188 ઇનિંગ્સમાં સિદ્ધિ મેળવી છે. લીગમાં હાઈએસ્ટ રન સ્કોરરની સૂચિમાં ચેન્નઈ સુપરકિંગ્સનો સુરેશ રૈના બીજા સ્થાને છે. તેણે 192 ઇનિંગ્સમાં 5448 રન બનાવ્યા છે. જ્યારે 179 ઇનિંગ્સમાં 5428 રન સાથે શિખર ધવન આ સૂચિમાં ત્રીજા સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કાના ઘરે પુત્રીના જન્મ પછી આ કપલને અભિનંદન મળી રહ્યા છે. વિરાટના સાથી ખેલાડી અને બોલિવૂડ સેલેબ્સ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા હતા. ક્રિકેટર આર અશ્વિને કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવ્યાં હતા. શિખર ધવને પણ કોહલીને પિતા બનવા પર શુભકામના પાઠવી હતી.

images source

તેઓએ એ પ્રસંગે પોસ્ટમાં લખ્યું કે ”અમે બંનેને આ વાત જણાવતાં ખુશી થાય છે કે આજે બપોરે અમારા ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને પુત્રી, બંને બિલકુલ ઠીક છે. આ અમારું સૌભાગ્ય છે કે અમે જીંદગીના આ ચેપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે તમે આ જરૂર સમજશો કે અત્યારે અમારા બધાને થોડી પ્રાઇવેસી જોઇશે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version