ઘરગથ્થુ ઉપયોગી ટીપ્સને લીધે આંખોને કે પાંપણોને કોઈ નુક્સાન થતું રોકી શકાય છે અને વધુ ઘાટીલી અને ચમકીલી બનાવી શકાય છે.

આંખોનું રતન સૌથી તેજસ્વી કહેવાય છે. આંખો છે તો જગત જોઈ શકીએ છીએ. દુનિયાના રંગોને માણી શકીએ છીએ. એજ આંખોનું રક્ષણ કરતી અને આંખોની સુંદરતામાં વધારો કરતી હોય તો તે છે આંખોની પાંપણો. તમે ક્યારેય પણ અનુભવ્યું હશે કે આંખોંમાં કોઈ કચરો જાય કે કોઈ વસ્તુ કે આંગળીનો જોકો વાગી જાય ત્યારે આપણી આંખો તરત બંધ થઈ જશે. એ પાંપણો અને પોપચાંની મદદથી આવું કુદરતી રીતે જ શક્ય બને છે. આપણી તેજસ્વી આંખો અને સુંદર લાંબી પાંપણો સારા વ્યક્તિત્વની ઓળખ છે. પરંતુ ક્યારેય આપણે પાંપણોની કાળજી રાખવા વિશે વિચાર્યું જ નથી. પાંપણો ક્યારેક ઝાંખી થઈ જતી હોય છે જ્યારે લોહી વિકાર કે કોઈ તાવ જેવી બીમારી હોય ત્યારે અથવા કેન્સર જેવી બીમારીના ઇલાજ બાદ કેમો થેરાપી જેવી જલદ ટ્રીટમેન્ટમાં શરીરના બધાજ વાળ ખરી જાય છે ત્યારે પાંપણો પહેલવહેલી ખરી જતી હોય છે. એ સમયે એવું લાગે છે કે ચહેરો તેની મૂળ સુંદરતા ગુમાવી બેઠો છે!

આવો આંખોની કોમળ રક્ષક એવી પાંપણોની સુંદરતા વધારવા કેટલાક સરળ ઉપાયો જોઈએ. આ ઘરગથ્થુ ઉપયોગી ટીપ્સને લીધે આંખોને કે પાંપણોને કોઈ નુક્સાન પણ નથી થતું અને વધુ ઘાટીલી અને ચમકીલી બને છે.

૧ કેસ્ટર ઓઈલ

કેસ્ટર ઓઈલ એટલે કે એરંડિયાનું તેલ ખૂબ પૈષ્ટિક રહે છે વાળના વિકાસ માટે તે આપણે જાણીએ છીએ. તે એન્ટી બેક્ટેરીયલ અને એન્ડી ઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે. પાંપણો પર તેને અઠવાડિયામાં બે કે ત્રણ વખત ગરમ કરીને જરા નવશેકું કરીને લગાવવું જોઈએ. નિયમિત કરવાથી પાંપણોના ગ્રોથમાં તમે ચોક્કસ સુધારો જોઈ શકશો.

૨ એલોવીરા

આ ખૂબ જ ઉપયોગી ઔષધી છે જે તમારા ઘરમાં જ સહેલાઈથી ઊગી જઈ શકતી હોય છે. એલોવીરાના મોટાં કાંટાળાં પાનમાં પારદર્શક ગરભ મળેલો હોય છે. તેને ચાકુથી કાઢીને વાસળમાં લઈ લેવું અને તેમાંથી નીકળેલ જે ચીકણો પદાર્થ જેલી જેવો પાંપણો પર સીધો જ લગાવી શકાય છે. એલોવીરાના અનેક ઉપયોગો છે એમાં આંખોની માવજત પણ સામેલ છે.

૩ વિટામીન ઇ – કેપ્સ્યુલ

વિટામીન ઇ – કેપ્સ્યુલ કોઈ પણ મેડિકલમાં સરળતાથી મળી જાય છે. તેની અંદર પ્લાસ્ટિકના પોપટમાં લિક્વીડ નીકળે છે જે સૂઈ જવા પહેલાં આંખોની ઉપરથી પાંપણોમાં લગાડવું જોઈએ. આમ પ્રયોગ નિયમિત કરવાથી ટૂંક સમયમાં પાંપણો ઘાટી થવા લાગશે.

૪ પેટ્રોલિયમ જેલી

આંખોના પોપચાંની કોમળતા જળવી રાખવા અને પાંપણોને વધુ ઘાટલી બનાવી રખવા માટે પેટ્રોલિયમ જેલી પણ એક સરસ વિકલ્પ છે. રાતે સૂઈ જતી વખતે પાંપણો પર લગાવવાથી ખૂબ ઝડપથી ફાયદો થાય છે.

૫ ગ્રીન ટી

આ એક ખૂબ જ આરોગ્યપ્રદ વિકલ્પ છે. ગ્રીન ટી, એન્ટી ઓક્સિડન્ટ છે. જેને લીધે તેને નિયમિત રીતે દૈનિક પીવાથી શરીરમાંથી ખરાબ કે બીનજરૂરી ઝેરી તત્વો એટલે કે ટોક્સિક નીકળી જાય છે. પાંપણો પર ગ્રીન ટીને લગાવવા માટે તેને ફ્રિઝમાં રાખીને ઠંડી કરવામાં આવે છે અને રાતે સૂતી વખતે તેનું પાણી પાંપાણો પર લગાવી શકાય છે.

આજકાલ મેકઅપ સ્ટાઈલિંગમાં આર્ટિફિશિય આઈલેશિસ લગાડવાની ખૂબ જ ફેશન છે. તેને લગાવવા કેમિકલવાળા ગમનો ઉપયોગ થતો હોય છે. સાથે કેટલાય મેકઅપમાં ખૂબ પ્રમાણમાં વિવિધ જાતના કેમિકલ યુક્ત આઈલેશની ઉપર લિક્વીડ લગાવવામાં આવે છે. અને મેકઅપ કાઢવાની પ્રક્રિયામાં પણ કેટલાક લોશનો લગાવવામાં આવે છે. આવા કેમિકલ્સનો યોગ્ય ઉપયોગ ખ્યાલ ન હોય અથવા ખરાબ કે જૂના પ્રોડક્સ્ટસ વપરાય તો આંખો અને પાંપણોને નુક્સાન થઈ શકે છે.

ઉપર બતાવ્યા મુજબના ઔષધિય ઉપચારો કરીને પાંપણોને ઘાટી કરીને તમારી સુંદતામાં વધારો કરશો તો તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ ક્યારેય નુક્સાન નહીં થાય અને મેકઅપ પાછળ કરાતા ખર્ચાને પણ સરળતાથી પહોંચી વળી શકાશે. તો આ ઉપાય અચૂક અજમાવશો.