જલ્સા કરોને જેંતીલાલ

પંથકની પાંખે – એક પિતાએ કર્યો સંઘર્ષ પોતાના દીકરા માટે અને આજે એ જ દીકરો…

વિદેશનું વાતાવરણ ને સાથે ઉંમરને ઉંબરે આવી ઉભેલી જિંદગી બંને સાથે તાલ મિલાવી વિજયભાઈ પોતાના લેખનકાર્યના શોખને વાયરો આપી રહ્યા હતા. “વિહાર” ના ગાર્ડનની બહાર એક કૅફે સ્ટાઈલમાં બનાવેલ ખુરશી-ટેબલ પર બેસીને વિજયભાઈ પોતાના જીવનકાળની સોનેરી અક્ષરે મનમાં અંકિત થયેલ હરએક પળને મીઠી મુસ્કાન સાથે વાગોળી રહ્યા છે અને કાગળ-કલમથી (આધુનિક જમાનાનું લેપટોપ), શબ્દોને સમેટી રહ્યા છે. “વિહાર” બંગલાનું નામ એ વિદેશની ધરતી પર કોઈ રાખે એ બહુ ઓછું જોવા મળે છે પંરતુ વિજયભાઈ એ વાત હરહંમેશ યાદ રાખતા કે એમની જન્મભૂમિ, કર્મભૂમિ અને માતૃભાષા એ ગુજરાતી છે અને એમાં પણ પટેલ એટલે કેહવું જ ના પડે. ડંકો વાગી જ જાય એક ‘પટેલ’ની અટક સાથે.

“વંશ, આજે તારો બર્થડે છે, દીકરા. હું બહુ જ ખુશ છું. આપણે પાર્ટીમાં પણ સમયસર પહોંચવાનું છે તને ખબર છે ને? હું તો તૈયાર જ બેઠો છું. તું જલ્દી તૈયાર થઇ જા એટલે આપણે નીકળીએ. આપણે જ લેટ જઈએ તો સારું ના લાગે ને!”, લેપટોપ લઈને ગુજરાતીમાં કાંઈક લખતા-લખતા વિજયભાઈએ કહ્યું. “હા, ડેડ. આઈ નો. હું હમણાં આવું છું રેડી થઈને.” વંશે અંગ્રેજી બિઝનેસ મેગેઝીન વાંચતા ને ચાહની ચૂસકી લગાવતા કહ્યું.

image source

વિદેશની ધરતી પર માતૃભૂમિની સુગંધથી મહેકી ઉઠતું મકાન જેને પ્રેમ,લાગણી અને પરિવારની હૂંફથી એક સ્વર્ગ જેવું બનાવેલ “ઘર” એટલે વિજયભાઈ પટેલનું “વિહાર”. બંગલામાં પ્રવેશ કરતા જ ગાર્ડનમાં ખીલેલા ફૂલોની મહેક, એક ગુજરાતી પટેલના ઘરમાં બનતી દાળની સુગંધ ઇન્ડિયાની યાદ આપવી જ દે. ઘરની આગળ-પાછળ ગાર્ડન ને પાછળની સાઈડ એક સ્વિમિંગ પૂલ, ઘરમાં પ્રવેશતા જ જમણી બાજુ ગણપતિજીની સ્થાપના, મસમોટો દીવાનખંડ અને બાજુમાં સુગંધથી મહેકતું રહેતું વિદેશી કિચન એમાં સોડમ સ્વદેશી, નીચે ૨ બેડરૂમ પછી એક અંગ્રેજ જમાનાની સીડી, એથી ઉપર નજર કરીએ એટલે અંગ્રેજીમાં કહેવાતા એવા ૩ સ્વીટરૂમ સાથે કોરીડોરમાં એક પ્લાન્ટ.. અહાહાહા… એક વિશાળ વિલા જ જોઈ લો!!!!

“ચાલો ડેડ, આઈ એમ રેડી. જઈશું?, વંશ એ ડેડને પાછળથી એક મીઠી હગ આપીને કહ્યું” અરે! વાહ….. ‘ગોરા ચહેરા, નશીલી આંખે, સિલ્કી બાલ, સૂટ-બૂટ ઔર ટાઈ,રાડોની વૉચ,રૅય-બનના બ્લેક ગોગલ્સ, અરમાનીનું પરફ્યુમ અને એક નેચરલ સ્માઈલ. ક્યા બાત હૈ!!! કોઈને ઘાયલ કરવાનો ઈરાદો છે કે??’, વિજયભાઈએ રોમેન્ટિક અંદાઝમાં દીકરાની સામે આંખ મારતાં કહ્યું. ‘લાઈક ડેડ, લાઈક સન. બધું તમારું જ મારા માં આવ્યું છે ને!’, હગ કરતા કહ્યું. ‘યસ માય લવલી સન.. લેટ’સ ગો…’, વિજયભાઈ બોલ્યા. ‘ડેડ, આજે MBW માં જઈએ. બહુ દિવસથી મારી રામપ્યારી (BMW ને વંશ આ નામે બોલાવતો) એકલી છે.’, વંશે કહ્યું. ‘હાહાહાહા… અરે! એઝ યુ લાઈક માય બોય.’ વિજયભાઈ હસતા-હસતા કારમાં બેઠા.

image source

વિજયભાઈ એટલે ૭૦ વર્ષે ૫૦ના લગતા, તન-મન-ધનથી મજબૂત, ખંતીલા, હોઠોના સ્મિત સાથે જનમોજનમની સગાઇ કરી ચૂકેલા, ગર્ભશ્રીમંતાઈમાં ઉછરેલા, સ્વભાવે સરળ, કળિયુગમાં સચ્ચાઈની એક મૂરત સમા વ્યક્તિત્વ ધરાવનાર, વિદેશની ધરતી પર પટેલનો ડંકો વગાડનાર એકમાત્ર પહેલા બિઝનેસમેન એટલે વી.એસ.પટેલ ઇન્ડસ્ટ્રીના મલિક. જાજરમાન અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સિદ્ધાંતવાદી અને નિષ્ઠાવાન સિદ્ધાંતોને વરેલા વિજયભાઈ શિકાગો શહેરમાં પોતાના નામની એક આગવી છાપ ઉભી કરનાર પ્રતિષ્ઠિત બિઝનેસમેન. એમના વ્યક્તિત્વની શું વાત કરીએ સાહેબ, નામ જેવા જ ગુણ, વિજયની રેખા એમના હાથમાં, સપનાઓના શિખર સર કરવાની હિમ્મત રાખતા મહત્વાકાંક્ષી અને નિષ્ઠાવાન બિઝનેસમેન. સિદ્ધાંતોથી પરે જઈને જીવનમાં કયારેય કોઈ કર્મ ન કરનાર એવા ગર્વીલા ગુજરાતી તરીકે શિકાગોમાં ઓળખાતા.

‘ડેડ, હવે સવારથી શું લેપટોપમાં વાંચી રહ્યા છો?’, વંશે લેપટોપ સામે નજર કરતા પૂછ્યું. વિજયભાઈ પોતાના જીવનનો આખો એક અરસો વાગોળી રહ્યા હતા જે એમને જાતે પોતાના હસ્તે લખીને લેપટોપમાં સેવ રાખ્યો હતો. ‘કાંઈ ખાસ નહિ વંશ, આ તો ઇમેઇલ ચેક કર્યા હવે જુના ફોટા જોઉં છું. તું શાંતિ થી ડ્રાઈવ કર.’, વિજયભાઈ આટલું કહી ફરી લખાણમાં ખોવાઈ ગયા.

image source

વિજયભાઈનો પરિવાર અમદાવાદમાં એસ.જી હાઈવે માં જ સ્થિત થયેલ. સૌરભભાઈ અને શુશીલાબેનના એકમાત્ર પુત્ર એટલે વિજયભાઈ. માતા-પિતા બંનેની છત્રછાયા નાનપણમાં જ ઘુમાવી દેનાર વિજયભાઈને પિતા પાસેથી હિંમત, પ્રામાણિકતા, કૌશલ્ય, માતા શુશીલાબેન પાસેથી પ્રેમ, વાત્સલ્ય-મમતા ગળથુથીમાં મળ્યા હતા. વિજયભાઈને જન્મથી જ બધી જ સુખ-સગવડ પરંતુ એમના જીવનમાં પ્રેમની લકીર થોડી નાની લખાઈ હતી. વિજયભાઈ ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ એમના નસીબમાંથી માં-બાપ બંનેનો હાથ કુદરતે લઇ લીધો હતો.

માતા-પિતાના આ જ સંસકાર ને દિલમાં લઇ સાચી સમજણ સાથે અને આયા(વસુબેન) સાથે મોટા થયા અને મહારાજજી (મનસુખલાલ) અને ઓફિસનો કારોબાર સાંભળતા નાનજીકાકા. માતા-પિતાના દુઃખદ અવસાન બાદ, આ ત્રણ સિવાય વિજયભાઈના જીવનમાં કોઈ વ્યક્તિનો સમાવેશ ના થયો, આ ૩ વ્યક્તિ જ એમનો પરિવાર, વસુબેને વિજયભાઈને ‘માં’ની કમી ક્યારેય સાલવા દીધી નહિ અને નાનજીકાકા આખો કારોબાર સાંભળતા અને આર્થિક વ્યવસ્થાથી લઈને બધી જ જવાબદારી એક પિતા તરીકે સાંભળતા રહ્યા. વિજયભાઈને વરદાન સ્વરૂપ વિદ્યા, ધન અને વૈભવ તો ભરપૂર મળ્યા હતા અને એ જ જીવનભર એમની સાથે રહ્યા.

image source

સમય જતા ક્યાં વાર લાગે છે સાહેબ, સમય પણ ઘોડાની ગતિની જેમ આગળ વધતો ગયો અને વિજયભાઈ ખુબ સારો અભયાસ કરી પોતાના પિતાનો બધો જ વારસો સાંભળવા માટે તૈયાર થઇ ગયા અને નાનજીકાકાની ઉંમર થવા આવી હતી એટલે બધો જ કારોબાર એ પોતે જ સાંભળતા થઇ ગયા અને ઝીણવટપૂર્વક બધું જ તપાસતા, સમજતા અને બિઝનેસ ચલાવવાની દરેક તકનીક એમને નાનજીકાકા પાસેથી શીખી લીધી. નાનજીકાકા જિંદગીની દરેક કડવી ગોળીઓને પીને બેઠા હતા એટલે અનુભવની દરેક સીડી એમણે વિજયભાઈને પણ શીખવા દીધી અને હોય પણ કેમ નહિ સાહેબ, સૌરભભાઈની સાથે રહીને તો નાનજીકાકા આ કારોબારમાં માહિર થયા હતા એટલે બધું ખુબ સરસ રીતે સેટ કરીને રાખ્યું હતું એટલે વિજયભાઈને ઝાઝી મગજમારી રહી નહિ અને ધીમે ધીમે આખો કારોબાર વિજયભાઈએ એકલાએ ખુબ સરળતાથી ઉપાડી લીધો ને આજે એ જ બિઝનેસને એક સફળ ઇન્ડુસટ્રી બનાવી હતી.

સમય સાથે વિજયભાઈના જીવનમાં સુખની શરણાઈઓ વાગી અને યુવાન મન મોર બની થનગાટ કરવા મથી રહ્યું અને પ્રેમાલાપની શરૂઆત થઇ, એ જ પ્રેમ જીવનસાથીના રૂપમાં મેળવીને વિજયભાઈનું જીવન તો ધન્ય બની ગયું હતું. જાણે હર મોસમ એ વસંત અને હર એક દિવસમાં જાણે ખુશીઓની મીઠી લહેર. સપના સાથે મુલાકાત થયા પછી જીવનમાં એક નવા જ અનુભવની એ અનુભૂતિ કરી રહ્યા હતા. સુશીલ, સંસ્કારી ને સુંદર ત્રણેયનું એક પરફેક્ટ મિશ્રણ એટલે “સપના”. વિજયભાઈ સપના સાથે એક મજબૂત એવી ડોરમાં બંધાઈ ગયા અને પછી તો જિંદગી જન્નતથી ઓછી થોડી હતી!

image source

સપના ભણેલી-ગણેલી ને સંસ્કારી એટલે ઘરને એને સુખથી છલકાવી દીધું હતું. બંને સ્વભાવમાં મળતાવળા એટલે એકબીજા સાથે સારું બની ગયું હતું. સમય જાણે પ્રેમ શું છે એ વિજયભાઈ અને સપનાબેન પાસેથી શીખી રહ્યો હોય એમ ખુબ જ પ્રેમથી વીતી રહ્યો હતો અને જીવન એક સુખમય ધારા જ જોઈ લો.કહેવાય ને કે એક સારી સ્ત્રી ૨ ઘર તારે. એમ સપનાબેને પણ બંને ઘરને તારી જ દીધા હતા. ખુશીમાં ગુલાબની એક મીઠી સુગંધ ભરવા પ્રભુએ પટેલ ખાનદાનમાં કોઈ કોઈ જાદુઈ પરીની જેમ મોકલી હતી અને વિજયભાઈને તો સપનામાં એમની મમ્મીની પડછાઈ જ દેખાય અને ઘણી વાર એ કહેતા પણ ખરા કે,

‘સપના, તને તો મમ્મી એ જ મોકલી છે મારો જિંદગીભર સાથ નિભાવવા.’ જિંદગી એક પ્રેમગીત બની ગયું હતું પરિવાર ખુશ હતો. સપનાએ ઘર સાથે કારોબારમાં પણ થોડું ધ્યાન આપવાનું શરુ કર્યું હતું એટલે વિજયભાઈ અને સપના બંને ભેગા મળીને શાંતિથી સમય પસાર કરી શકે અને જિંદગીની દરેક પળોને સાથે માણી શકે. પરિવારમાં હવે કમી હતી તો એક ‘છોટુ’ની અને એ પણ સમય જતા પુરી થઇ ગઈ. ‘વંશ’ એ વિજયભાઈ અને સપના બંનેના પ્રેમનો અંશ અને પટેલ ખાનદાન અને આખા કારોબારનો એકલો મલિક બનીને આખા પરિવારમાં ખુશીઓનો દીપ પ્રાગટ્ય કરવા દરવાજે દસ્તક દઈ ચુક્યો હતો અને જિંદગી પહેલા કરતા પણ વધારે રંગીન લગતી હતી. પરંતુ કહેવાય છે ને કે,

‘જિંદગી સુખ-દુઃખની ગેમ, એમાં વહી જાય પ્રેમ,

image source

એમ જ ઉંમરના સપાટામાં વસુબેન અને નાનજીકાકા બંને આવી ગયા અને કુદરતની સામે હારમાંની જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઇને મુક્તિધામ સિધાવી ગયા. જેનું સર્જન થયું છે એનો નાશ નિશ્ચિત છે, જન્મ સાથે મૃત્યુ પણ નિશ્ચિત જ છે એ વાતનું જ્ઞાન આપણને બધાને હોય છે પરંતુ વિજયભાઈને પાલનહારના મૃત્યનું દુઃખ જન્મદાતાના દુઃખ કરતા પણ વધારે લાગી આવ્યું હતું. આખું ઘર જાણે સૂનું થઇ ગયું. મધુરા મીઠા સંગીતના તારની જેમ વાગતું સંગીત એકદમ કર્કશ થઇ ગયું. પ્રેમના બગીચામાં ખીલેલું પુષ્પ મુરઝાઈ જાય એમ વિજયભાઈ અને સપના બંનેના મન મુરઝાઈ ગયા. સમય જતા વંશના પ્રેમે બધું ધીમે-ધીમે જેવું હતું એવું કરી લીધું પછી વિજયભાઈ અને સપનાએ ઇન્ડિયા બહાર સેટલ થવાનું વિચારી ધીમે-ધીમે બધું પ્લાન કરીને અમેરિકામાં જ બધું સેટલ કરી દીધું અને પોતે પણ અમેરિકા કાયમ માટે જતા રહ્યા.

સમય વીતવા લાગ્યો ને બધા જ અમેરિકામાં જલ્દીથી સેટ થવા લાગ્યા. એમ પણ કહેવાય છે ને કે, જેને બધું ચાલે ને, એ બધે ચાલે.’ આખા પરિવારને સેટ કરી, કારોબાર પણ એકદમ સરસ સેટ કરીને જીવનમાં વિજયભાઈ અને સપના બનેં થોડા શાંત થયા હતા. વંશ પણ સ્કૂલમાં જવા લાગ્યો હતો અને સપનાબેન ઘર અને ઓફિસ બંને સાંભળી લેતા હતા સાથે એમણે એક આયા પણ રાખી હતી જેથી અગવડ ના પડે. મૅરી નામ હતું એનું. પટેલ ફેમિલી સાથે બધું જ શીખી રહી હતી. ગુજરાતી સમજી શકતી અને થોડું બોલી પણ શકતી. સમય ફરી પોતાની ગતિ પકડી રહ્યો હતો અને એ જ ઝડપે ચાલી રહ્યો હતો. ફરી પછી જીવનના પૈડામાં બ્રેક વાગી અને પંચર પડ્યું. ફરી જિંદગી એ એક ઝાટકો આપ્યો.

image source

સપનાબેનને અચાનક જ છાતીમાં દુખાવ ઉપાડ્યો અને હોસ્પિટલ જતા સુધીમાં તો સપનાબેન એક સપનું બની ગયા વિજયભાઈ અને પટેલ પરિવાર માટે. આ સમયે વંશ માંડ ૨-૩ વર્ષનો હશે. વિજયભાઈ પર તો જાણે આભ તૂટી પડ્યું હોય, પગ તળિયેથી જમીન જ ખસી ગઈ. પેલું એક ગીત છે ને કે,

‘ઝીંદગી ઇમ્તહાન લેતી હૈ, ઝીંદગી ઇમ્તહાન લેતી હૈ, લોગોંકી જાન, લોગોંકી જાન, લોગોંકી જાન લેતી હૈ…’

આ ઇમ્તહાન તો એવું હતું કે આમ વિજયભાઈ તૂટી જ ગયા હતા. જિંદગી જાણે વેરાન-છેરણ થઇ ગઈ હતી અને જાણે કે જીવનનો કોઈ અંશ જ બાકી રહ્યો નથી.વિજયભાઈ જાણે આક્રંદ કરી ઉઠ્યા અને એ જ સમયે વંશના રડવાનો અવાજ આવ્યો એટલે બધું જ દુઃખ બાજુ પર મૂકીને વંશને ગળે લગાવી આખી રાત રડતા રહ્યા. પછી થોડા દિવસમાં વંશની આંખોમાં જોઈને એમણે એમણે ગજબ હિમ્મત મળી હોય એમ ઝીંદગીની ખૂબ મોટી ઝાપટ ખાઈને ઉભા થયેલા વિજયભાઈ બમણા જોરથી જિંદગી જીવવા માટે તૈયાર થઇ ગયા. આંખોના આંસુઓને એક બંધ કોટડીમાં પુરી એક સ્મિત સાથે નવા મિશન પર નીકળી પડ્યા.

image source

વંશને માંનો પ્રેમ, હૂંફ અને એક બાપનો મજબૂત ખભો બધું જ વિજયભાઈ એકલા હાથે આપી રહ્યા હતા. વિજયભાઈ અને સપનાના પ્રેમનો અંશ એટલે “વંશ” સાથે સપનાબેનની એક આખરી નિશાની એટલે વંશને પોતાની નજરોથી એક પળ માટે પણ દૂર નહોતા કરતા. મૅરી તો એની ફરજ બજાવતી જ પરંતુ વિજયભાઈ બધું જ ખુદ સાંભળી શકવાની હિમ્મતને સાથે રાખીને બને એટલું જાતે કરવાનો પ્રયત્ન કરતા.

કહેવાય છે ને કે માણસનું મનોબળ મજબૂત હોય તો જિંદગીની દરેક મુશ્કિલ ઘડીમાંથી પાર ઉતરી શકાય. વિજયભાઈને પૈસે ટકે કાંઈ તકલીફ નહિ એટલે થોડી રાહત હતી.. વંશને તો જીવની જેમ સાચવે વિજયભાઈ.. ૩-૪ વર્ષના વંશને વિજયભાઈ એક માંની જેમ સાચવી રહ્યા હતા. એના જમવાથી માંડીને પહેરવા-ઓઢવા, સુવા, રમવા માટે બધી જ વસ્તુઓને એ બહુ જ ચીવટતાથી સમજે, ખુબ સહેલાઈથી એ કરવાના પ્રયત્ન કરે અને વંશના ચહેરા પર આવતી ખુશીને, એક સ્મિતને જોઈને વિજયભાઈ જાણે કે દુનિયા ભૂલી જાય. બધા જ દુઃખોને દૂર કરી દે એ સ્મિત હતું વંશની દરેકે દરેક મુસ્કાનમાં.

વંશને કોઈ આયા પાસે રાખવાનો જીવ ચાલતો નહિ એટલે એ વંશને સાથે ઓફિસ લઇ જાય, ઓફિસમાં પણ સ્ટાફ ઘણો સારો અને સમજુ એટલે બધા વંશને ખુબ પ્રેમ કરે, સાથે ને સાથે જ રાખીને કામ કરે એટલે તો વંશ જાણે ઓફિસમાં જ મોટો થયો એવું કહેવાય. વિજયભાઈ બિઝનેસમાં પૂરતું ધ્યાન આપવા લાગ્યા સાથે વંશની જવાબદારીતો હતી જ પરંતુ પ્રભુ જાણે થોડા મહેરબાન થયા હોય એમ વંશ ખુબ જ સમજદાર અને સંસ્કારી, ભણવામાં પણ ખુબ હોશિયાર અને જેમ-જેમ સમજણો થયો એમ એની સમજશક્તિ વધતી ગઈ એટલે ઓફિસ અને ઘર વચ્ચે વંશ ક્યાં મોટો થઇ ગયો એ ખબર જ ના રહી.

image source

વંશ સમજણો થયો એટલે વિજયભાઈએ એને એક દોસ્તની જેમ જ રાખીને બધી જ વાતો અને જીવનની દરેક ઘટનાઓ શેર કરી અને એ રાતે વંશની આંખોમાં વિજયભાઈ માટે પ્રેમ, મન-સમ્માન ને આદર એટલા વધી ગયા કે જાણે વંશ એક જ રાતમાં ઘણો મોટો થઇ ગયો. એ દિવસે વંશ આખી રાત રડતો રાહતો ભગવાનને સવાલો કરતો રહ્યો અને સુઈ ગયો.

સુખનો સુરજ એવો ઉગ્યો કે જાણે વંશ આખે-આખો બદલાઈ ગયો. સમય વીતતો રહ્યો. વંશ માસ્ટર ડિગ્રી સાથે ગોલ્ડ મેડલ લઈને ભણતરની પરીક્ષામાં તો ઉતીર્ણ થયો જ સાથે પિતાનો એક મજબૂત ખભો બની ગયો હતો. સમય સાથે એણે પણ ઓફિસના કામને બરાબર સમજી લીધું સાથે બિઝનેસને પ્રગતિના પંથે કાંઈ રીતે લઇ જઈ શકાય એ માટેના આગળના પ્રયાસો ચાલુ કરી દીધા. ધીમે-ધીમે એની કોશિશો રંગ લાવવા લાગી અને ફરી એકવાર વિજયભાઈના ઘરમાં ખુશીઓની ઘંટડી વાગી અને સારા દિવસોએ બારણું ખખડાવ્યું.

આજે બર્થ ડેના દિવસે જ જિંદગીમાં ખુશીઓની નવી કિરણ આવવાની હતી. વંશના જન્મ દિવસે જ વિજયભાઈએ પાર્ટીનું આયોજન કર્યું સાથે સાગા-સંબંધી અને મિત્રવર્તુળને આમંત્રણ આપ્યું અને બીજા ઘણા બિઝનેસમેન પણ હાજરી આપવાના હતા. ‘ડેડ, તમે સુઈ ગયા?? ડેડ…. ડેડ.’, વંશે વિજયભાઈને જગાડતા કહ્યું. વિજયભાઈ સપનામાંથી જાણે જાગીને ઉઠ્યા હોય એમાં ઝબકી ગયા.

image source

‘ના, આ તો જરા આંખ લાગી ગઈ હતી. આપણે આવી ગયા?? જસ્ટ ગીવ મી ૨ મિનિટ્સ. ગીવ મેં કોમ્બ વંશ. તારા ડેડ ને આજે એકદમ હેન્ડસમ દેખાવાનું છે. બિલકુલ તારી જેમ સ્વીટ એન્ડ સેક્સી.’, વિજયભાઈએ મસ્તી કરતા કહ્યું. ‘ડેડ, યુ આર ડેમ હૅન્ડસમ & સેક્સી ઓલ્સો. યુ ડોન’ટ નીડ એનીથિંગ. યોર સ્માઈલ ઇસ ઇનફ.’, સ્માઈલ સાથે વંશે કહ્યું. બંને બાપ-દીકરો હસતા-ખીલતા પાર્ટીમાં એન્ટર થયા. સમય આજે બાપ-દીકરા બંનેને એક ગજબની સરપ્રાઈઝ આપવાનો હતો એની બંનેને જાણ ન હતી.

પાર્ટીમાં આવેલા બધા એ વંશને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. પછી પાર્ટી શરુ થઇ. લોકો ધીમે-ધીમે આવવા લાગ્યા. લોકો શાનદાર પાર્ટીની મઝા લેતા બાપ-દીકરાના જ વખાણ કરી રહ્યા હતા. કૅક કટ કરીને પછી વિજયભાઈએ પોતાનું સરપ્રાઈઝ ખોલ્યું અને વંશને સ્ટેજ પર બોલાવીને કહ્યું,

‘વંશ, માય સન, આજે તારી બર્થ ડે પર એક ગજબની સરપ્રાઈઝ ગિફ્ટ તારી રાહ જોઈ રહી છે એ છે,’ થઈ Youngest Business Tycoon of the year ‘નો એવોર્ડ જે આ વર્ષે ‘વંશ વિજયભાઈ પટેલ’ને જઈ રહ્યો છે જેનું ઓફિશ્યિલ એનાઉન્સમેન્ટ કાલે જ ઇમેઇલમાં આવી ગયું હતું પરંતુ એ ઇમેઇલ મેં હાઇડ કરી દીધો હતો અને બધા જ લોકોને કહ્યું હતું કે તને કાંઈ કહે નહિ આજેના સારા દિવસે પાર્ટીમાં હું તને આ વાત કહીને સરપ્રાઈઝ આપી શકું એટલે.

image source

આ એવોર્ડ સમારંભ સન્ડે સાંજે ૭ વાગે છે જેમાં અમેરિકાના બધા જ બિઝનેસ ટાયકૂન્સ હાજર રહેશે અને તને એવોર્ડ એનાયત થશે. મારી ઈચ્છા તો હતી કે સન્ડે જ તને એ સમારંભમાં સરપ્રાઈઝ મળે પરંતુ હું એકલો આટલી મોટી ખુશી એટલા બધા દિવસ અંતરમાં રાખી નહિ શકું એટલે આજે આ પાર્ટીનું આયોજન કરીને તને ખુશ કરી રહ્યો છું માય લવ. જન્મ દિવસની ખૂબ-ખૂબ શુભકામના અને મારા અને સપનાના આશિર્વદ હર-હમેશ તારી સાથે રહેશે.’

આટલું બોલતા તો વિજયભાઈ સ્ટેજ પર પોતાની જાતને સાંભળી ના શક્યા, ગાળામાં ડૂમો બાઝી ગયો અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા સાથે પાર્ટીમાં આવેલા દરેકનું આંખો નમ થઇ ગઈ હતી. વંશને તો સમજમાં જ ના આવ્યું કે આ શુ થઇ રહ્યું છે અને કાંઈ સમજ્યા વગર વિજયભાઈને ગળે લાગી ૨ વર્ષના છોકરાની જેમ રડવા લાગ્યો. આ નજારો જોઈને તાળીઓના ગડગડાટ થઇ રહ્યા અને માંડ બંને જણા પોતાની જાતને સાંભળી શક્યા અને મહેમાનોનું અભિવાદન કર્યું.

હવે, કાંઈક બોલવાનો વારો વંશનો હતો. વંશે માઈક હાથમાં લીધું. બધાનો આભાર માન્યો અને વાતની શરૂઆત કરી. મારો આ ૨૫મો જન્મ દિવસ આટલો યાદગાર રહશે એની મને જાણ ન હતી. આજે મને જિંદગીની દરેક ખુશી મળી છે. હવે મારો વારો છે પપ્પાને રિટર્ન ગિફ્ટ આપવાનો. આજે તમને મારા શબ્દોથી વધારે કશું ના કહેતા હું પપ્પાને કાંઈક આપીને એમનું અભિવાદન કરીશ. ‘પપ્પા, અહીંયા આવી આ પડદો ખોલો અને આપણે આગળ વાત કરીએ.’

વિજયભાઈ પડદો ખોલે છે તો એમાં ‘પુસ્તક વિમોચન’, લીખીતન માનનીય લેખક શ્રી. વિજયભાઈ સૌરભભાઈ પટેલ, પુસ્તકનું નામ:-‘પંથકની પાંખે’. અને તાળીઓના ગડગડાટ થઇ ઉઠે છે. પુસ્તકનું વિમોચન તો થયું સાથે બાજુમાં બેગમાં પડેલી હાર્ડકૉપી કાઢીને વંશે વિજયભાઈના હાથમાં મૂકી અને પગે લાગી ઉભો રહ્યો. હવે, આ સીન પછી વિજયભાઈ કાંઈ સમજી ના શક્યા એટલે વંશે માઈક લઈને બધાનું અભિવાદન કરતા કહ્યું કે,

‘મારા જીવનના આધાર છો તમે,

જીવન જીવવાના દરેક પ્રકાર છો તમે,

સુખનું સરનામું છો તમે,

દુઃખના વિંઝાતા વાયરા સામે પડકાર છો તમે,

મારા આખા જીવન ઘડતરના સર્જનહાર છો તમે,

જીવન આખું સંઘર્ષમય, છતાં બાહુબલી છો તમે,

મારા માટે તો જાન, જીગર ને જિંદગી છો તમે,

મારા તારણહાર છો તમે,

મારા માટે બસ વધારે કહું તો ‘શ્વાસ’ છો તમે.’

આ સાંભળી વિજયભાઈ ફરી પોતાની અખોના ભરાયેલા આંસુઓ રોકી ના શક્યા અને ખુરશીમાં બેઠા-બેઠા જ રડી રહ્યા.

પપ્પા, તમને યાદ છે, હું ઓફિસ જતો થયો અને બધો જ કારોબાર હું સારી રીતે સાંભળી લેતા થયો એટલે તમે ઓફિસ આવાનું બંધ કરીને રોજ લેપટોપમાં કાંઈક લખતા રહેતા અને ગુજરાતી સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા રહેતા. એક દિવસ તમે એમ જ સુઈ ગયા હતા અને લેપટોપ ખુલ્લું રહી ગયું હતું ત્યારે તમે તમારી જિંદગીની એ દરેક પળોને લખી રહ્યાં હતા અને જાણે કે કલમ દ્વારા એને ફરી માણી રહ્યા હતા એ દિવસે મેં આખી રાત બેસીને એ બધા જ પ્રસંગો અને બધું વાંચ્યું અને હું ખૂબ રડ્યો અને મેં ત્યારે જ નક્કી કરી લીધું કે આ બુક તો દુનિયા વાંચવી જોઈએ. એ જ દિવસે બુકની pdf લઈને મેં પબ્લિશરમાં આપી દીધી અને મહિનામાં તો મારી પાસે બુક આવી ગઈ અને પછી તમે મારા માટે પાર્ટીનું આયોજન કર્યું એટલે મેં આજે જ તમને સરપ્રાઈઝ આપવાનું નક્કી ક્યુ.

image source

આ બુક એ એક એવા પુરુષની કહાની જેને જિંદગી સામે કયારેય કોઈ સવાલ નથી કર્યો બસ હસતા મોઢે બધાનો સામનો કર્યો છે એવા મારા પપ્પા બાહુબલી જ છે ને! દુનિયામાં કેટલાય ‘વિજયભાઈ’ રોજ હારી જાય છે અને રોજ રડે છે એ બધા માટે(આંગળી વિજયભાઈ તરફ કરીને) આ ‘વિજયભાઈ’ એક મોટું ઉદાહરણ રહશે. વધારે કાંઈ કહેવા જઈશ એના કરતા મારા ડેડ એ લખેલ આ પુસ્તક તમે વાંચશો અને મારી ભાવનાઓને મન આપશો એવી આશા સાથે Thank You ડેડ, love love u from the core of my heart ..’ આટલું બોલીને વંશ અને વિજયભાઈ ભેટી પડ્યા અને તાળીઓનો ગડગડાટ આજે બંધ થવાનું નામ જ લેતો.

***

લેખક-બિનલ પટેલ

https://www.instagram.com/patel_author/?igshid=61jd8tx3sx98

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version