‘પનીર મસાલા ખીચડી, તો ચાલો આજે બનાવીશું બાળકોને ભાવતી ખીચડી 

પનીર મસાલા ખીચડી

આ એક એવી ખીચડી છે જેમાં ખૂબ બધી સામગ્રીનો ઉપયોગ કરવા છતાં તે બનાવવામાં અતિશય સહેલી છે અને સાથે ખૂબ જ આરોગ્યદાય …ગુજરાત અને મુંબઈ સહિત દેશ-વિદેશમાં ગુજરાતીઓ તો ઠીક, દેશભરમાં અન્ય સમુદાયોનાં ઘરોમાં પણ દૈનિક ભોજનના રૂપમાં લોકપ્રિય છે.

આમ જોઈએ તો લગભગ અત્યારની જનરેશન એટલે કે યુવાવર્ગ ને બાળકો ખીચડીથી દૂર ભાગતા ફરે છે. તો કેમ નહિ આજે આપણે બાળકોને પસંદ પડે એવી જ ખીચડી બનાવીએ. આ જનરેશનને મોટે ભાગે પનીર, ચીઝ ને બટર વાળી આઈટમ વધારે ભાવતી હોય છે. પરંતુ એમને પોષણયુક્ત આહાર મળે એ પણ આપણે જ વિચારવાનું ને ?

આ ખીચડી તમને તો ભાવશે જ પણ તમારા બાળકોને પણ તે વધારે ભાવશે

તો ચાલો આજે બનાવીશું બાળકોને ભાવતી ‘પનીર મસાલા ખીચડી‘.

સામગ્રી :

– બસો ગ્રામ બાસમતી ચોખા,
– પચાસ ગ્રામ મગ દાળ,
– પચાસ ગ્રામ ચણા દાળ,
– બે નંગ છીણેલું ગાજર,
– ત્રીસ ગ્રામ ,
– કોબીજ નાના ટુકડાઓમાં સમારેલી,
– સો ગ્રામ પનીર,
– એક ચમચી આદુ પેસ્ટ,
– એક ચમચી જીરું પાવડર,
– ત્રણ નંગ તજ લાકડીઓ,
– ત્રણ એલચી,
– એક ચમચી ધાણા પાઉડર,
– દસ ગ્રામ કાળી મરી,
– અડધા ચમચી હળદર પાવડર,
– સાત ટીસ્પૂન ઘી,
– મીઠું સ્વાદ પ્રમાણે,

રીત :

દાળોને ધોઈ સુકાવી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને બધી શાકભાજી નાખો. પછી મીઠું, પત્તા, જીરું, ધાણા, હળદર પાવડર અને મરી નાખો. હવે આદુ પેસ્ટ નાખી. પાંચ મિનિટ માટે ફ્રાય કરો હવે પણ તજ અને એલચી પણ નાખો. હવે એમાં ધોવેલી દાળ અને અને ચોખા નાખો. પછી પનીરના ટુકડાઓ નાખો. હવે બે કપ પાણી નાખી ઉકળવા દો.

પાણી જરૂર અનુસાર નાખો અને ધ્યાન રાખો કે ખીચડી બળે નહી. જ્યારે દાળ અને ચોખા ગળી જાય તો તાપ બંદ કરી દો. હવે ખીચડી તૈયાર છે માખણ ઉપરથી નાખી શકો છો.

રસોઈની રાણી : નિકિતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી