બહેનો માટે આવ્યા સારા સમાચાર, પાણીપૂરી ખાવાના પણ છે ફાયદાઓ ! જાણો અને શેર કરો.

શું તમને ઘરેથી પાણીપુરી ખાવાની ના પાડે છે ? તો જણાવી દો તેમને પાણીપુરી ખાવાના સ્વાસ્થ્ય લાભો

પાણીપુરીનું નામ આવે એટલે માત્ર બહેનો જ નહીં પણ પુરુષોના મોઢામાં પણ લાળો છુટવા માંડે છે. લોકો દ્વારા એવો ખોટો ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે કે પાણીપુરી બેહનોની વાનગી છે પણ ખરેખર તે પુરુષોને પણ તેટલી જ ભાવે છે. અને તેમાં કોઈ જ નાનપ અનુભવવાની જરૂર નથી. પાણીપુરી જો શુદ્ધ રીતે બનાવવામા આવી હોય તો તે એક હેલ્ધી ફુડ છે. ચાલો જાણીએ કેવી રીતે.

પાણી પુરી બહાની લારી પરથી ખાઓ કે ઘરે બનાવીને ખાઓ ઘરના નાનકાઓથી લઈને મોટેરાઓ તેને ચટકારા લઈ લઈને ખાય છે. પાણી પુરી ખાતા ખાતા પેટતો નથી ભરાતું પણ મોઢું થાકી જાય છે.

image source

પાણી પુરીમાં જે કોઈ પણ સામગ્રી વાપરવામાં આવે છે તે તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. પછી તેનું ચણા-બટાટાનું પુરણ હોય, વટાણાનો રગડો હોય, તેના પર ભભરાવવામાં આવતી કોથમીર કે ડુંગળી હોય કે પછી તેની સાથે આપવામાં આવતું ફુદીના-કોથમીર-મરચાનું પાણી હોય. ઘણી જગ્યાએ ખાસ કરીને પાંચ કે સાત પાણીવાળી પાણીપુરી મળે છે. તેમાં જલજીરા પાણી, આમલી-ગોળનું ગળ્યું પાણી, લસણનું પાણી, લીંબુનું પાણી, અને ફુદીનાવાળા રેગ્યુલર પાણીનો સમાવેશ થાય છે. આ બધી જ સમાગ્રીમાં ઘણાબધા સ્વાસ્થ્ય લાભો સમાયેલા છે.

પાણીપુરી ખાવાના સ્વાસ્થ્ય લાભો

પાણી પુરી ખાવાની પહેલી શરત એ છે કે તેને શુદ્ધ રીતે બનાવવામાં આવી હોવી જોઈએ.

– એસીડીટીમાં રાહતઃ પાણીપુરીમાં વાપરવામાં આવતું ફુદીના કોથમીરના પાણીમાં અન્ય મસાલાઓ જેમ કે સંચળ, જીરુ, મરી પાઉડર વિગેરે પણ ઉમેરવામાં આવે છે અને આ જ બધા તત્ત્વોના કારણે તમને અપચો, ગેસ, એસીડીટી જેવી સમસ્યા નથી થતી.

– કબજિયાતમાં રાહતઃ પાણીપુરીને જો લિમીટમાં ખાવામા આવે તો તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને તમારું પેટ સાફ રહે છે.

image source

– વજન ઘટાડોઃ જો શુદ્ધ સામગ્રીઓ દ્વારા શુદ્ધતા જાળવીને બનાવવામાં આવેલી પાણીપુરી ખાવામાં આવે તો તેનાથી વજનમાં ઘટાડો થાય છે. જોકે તેમ છતાં તેમાં ગોળનું પાણી, તેમજ તળેલી પુરીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેની કેલરી વધી જાય છે. માટે જો એર ફ્રાયર દ્વારા પુરી બનાવવામાં આવી હોય અને ગળ્યા પાણીનો ઉપયોગ ન કરવામાં આવે તો તેની કેલરીમાં ઘણો બધો ઘટાડો થઈ શકે છે અને તમને મનગમતું એક ડાયેટ ફુડ પણ મળી શકે છે.

– મોઢાનો સ્વાદ સુધારેઃ તમે જ્યારે બિમાર હોવ અને તમને કશું જ ખાવાનું મન ન થતું હોય અથવા તમે જે કંઈ પણ ખાવ તેનો સ્વાદ તમને કડવો લાગતો હોય તો તેવે સમયે ઘરે બનાવેલી 2-3 પાણીપુરી ખાવાથી તમારા મોઢાનો સ્વાદ સુધરે છે અને ત્યાર બાદ તમને સામાન્ય ખોરાક પણ સ્વાદિષ્ટ લાગવા લાગે છે.

– પાણીપુરી ખાવાથી મોઢાના ચાંદા દૂર થાય છેઃ ઘણીવાર આપણને મોઢામાં ચાંદી પડી જતી હોય ત્યારે કેટલાક વડીલો આપણને તેના પર મરચુ ભભાવીને તેની લાળ પાડવાની સલાહ આપતા હોય છે. પાણીપુરીનું પાણી પણ તમારા મોઢામાંના છાલાને કંઈક આ જ રીતે દૂર કરે છે. પાણીપુરીના પાણીમાં વપરાતી તીખાશ, ફુદીના તેમજ તેની ખટાશથી મોઢાના છાલા દૂર થાય છે. જો કે તેને તમારે વધારે પ્રમાણમાં ન ખાવી જોઈએ.

image source

– મુડ ફ્રેશ કરવા માટેઃ ઘણીવાર આપણને સારું નથી લાગતું હોતું. કશા જ કારણ વગર આપણને બેચેની થાય અથવા તો ઉદાસી જણાય ત્યારે તેવા સમયે ઠંડા પાણીવાળી પાણીપુરી ખાવામાં આવે તો તરત જ તમારો મુડ સરસ થઈ જશે અને આમ કરવાથી તમે તરત જ તાજગી અનુભવવા લાગશો. ઘણા લોકો મૂડ ફ્રેશ કરવા માટે ચોકલેટ ખાતા હોય તો ઘણા લોકો પાણીપુરી ખાતા હોય છે તો તમે પણ આ પ્રયોગ કરી શકો છો.

image source

પાણીપુરી સાથે જોડાયેલી કેટલીક ચટપટી વાતો

– આપણે હંમેશા પાણીપુરી બહાર લારી પર ખાતા હોઈએ છીએ ત્યારે તે વેચનારને આપણે ભૈયાજી કહેતા હોઈએ છીએ. આ પરથી તમને જણાવી દઈએ કે પાણી પુરીનો ઉદ્ભવ પણ આ ભૈયાજી જ્યાંથી આવે છે તેવા ઉત્તરપ્રદેશમાં થયો હતો. જોકે કેટલીક જગ્યાએ તેનો ઉદ્ભવ દક્ષિણ બિહારમાં થયો હતો તેવું પણ જાણવામા આવ્યું છે.

image source

– બિહારમાં તેને ફુલ્કી કહેવામાં આવે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં તેને ગોલગપ્પા કહેવાય છે. જ્યારે બંગાળમાં તેને પુચકા તો વળી ઓરિસ્સામાં બતાશા કે ગુપ-ચુપ નામથી ઓળખાય છે.

– એક રેકોર્ડ પ્રમાણે પાણીપુરીનો જન્મ મગધના સમયમાં થયો હતો. અને મગધનું રાજ્ય ગંગા નદીના કાંઠે આવેલું હતું જે હાલ પુર્વ-કેન્દ્રીય બિહાર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ