પાણીપુરી : બહારની પાણીપુરી હવે ખાવાની જરૂરત નથી આજે બનાવતા શીખો ઘરે કેવીરીતે બનાવી શકશો…

પાણી પુરી એ સૌથી લોકપ્રિય ચાટ માની એક છે. આ વાનગી નાના મોટા દરેક ને ભાવતી જ હોય છે . મને તો નવાઈ લાગે જ્યારે કોઈ કહે કે મને પાણી પુરી નથી ભાવતી… એવું બને જ નહીં. પાણી પુરી માં 2 ભાગ હોય , મસાલો અને તીખું પાણી. જો આ બે એકદમ પરફેક્ટ હોય તો પાણી પુરી નો સ્વાદ જોરદાર હોય છે.

બજાર માં મળતી , ભેળસેળ વાળી , unhealthy પાણી પુરી ખાવા કરતા ચાલો બાળકો ને પીરસિયે ઘર ની સ્વાદિષ્ટ અને hygenic પાણી પુરી .. સૌ પ્રથમ આપણે ફુદીના ની ચટણી બનાવીશું. આ ચટણી પાણી પુરી નું તીખું પાણી બનાવવા માં ઉપયોગ માં લઈશું. આ ફુદીના ની ચટણી આ સિવાય સમોસા, કચોરી , ભેળ , કે કોઈ પણ પ્રકાર ની ચાટ બધા સાથે પીરસી શકાય.

ફુદીના ની ચટણી માટે ની સામગ્રી :1. 2 મોટી પણી ફુદીનો,

2. 1 વાડકો કોથમીર,

3. 10 થી 12 લીલા તીખા મરચા,

4. 1 મોટી ચમચી જીરું,

5. 1 ચમચી સંચળ,

6. 1 ચમચી મીઠું,

7. 2 ચમચી લીંબુ,

રીત :

મિક્સર માં બધું મિક્સ કરી સરસ એકદમ જીનું વાટી ચટણી બનાવી લો.

હવે બનાવીએ તીખું પાણી….

એના માટે ની સામગ્રી :1. 4 લોટા પાણી,

2. લિબુ નો રસ , સ્વાદ મુજબ,

3. 1 મોટી ચમચી સંચળ,

4. મીઠું,

5. 2 ચમચી જીરા નો ભૂકો,

6. 1 મોટી ચમચી પાણીપુરી મસાલો (મરજિયાત),

7. 1.5 મોટા ચમચા ફુદીના ની ચટણી,

પાણી માં બધું મિક્સ કરી તીખું પાણી તૈયાર કરો. આ પાણી માં લીંબુ ના બદલે આંબાલી નું પાણી ઉમેરી શકાય છે . ચટણી નું માપ તીખાશ ના હિસાબ થી વધારે ઓછું કરી શકાય.. આ તીખું પાણી ફ્રીઝ માં ઠંડુ કરી વાપરવું ..

ખજૂર આંબલી ની ચટણી :આ ચટણી માટે ખજૂર અને આંબલી ને થોડા પાણી સાથે બાફી લો. ત્યાર બાદ ચારણિ થી સરસ ગળી લો. હવે એમાં મીઠું, 1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું અને સ્વાદ અનુસાર ગોળ ઉમેરો. હલાવો એટલે ગોળ ઓગળી જશે. ચટણી જાડી કે પાતળી જેવી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવું.

ચાલો હવે પિરસિયે આ પાણી… એના માટે સાથે બટાટા, ચણાં અને મગ બાફી લો. ડુંગળી જીની સમારી લો … ખારી બુંદી અને સેવ તૈયાર કરી લો. બટાટા ચણા ના મસાલા માં આપ મીઠું , લાલ મરચું , હિંગ અને ચાટ મસાલો ઉમેરી શકો. મગ માં પણ લાલ મરચું ઉમેરી શકાય પણ મને મગ માં ફુદીના ની ચટણી ઉમેરી ખાવા માં મજા આવે.

આશા છે આપને પણ પસંદ પડશે આ ચટપટી પાણીપુરી .. જરૂર ટ્રાય કરજો …

રસોઈની રાણી રૂચી શાહ (ચેન્નાઈ)

મને ખાતરી છે તમને આ રેસીપી જરૂર પસંદ આવશે અને તમારા બાળકો પણ ખુશ થઇ જશે.