પાણીમાં મેળવો આ ૩ વસ્તુઓ અને મેળવો અનોખી ચમક…

નહાવાના પાણીમાં ઉમેરો આ કુદરતી વસ્તુઓ અને સાફ ત્વચા સાથે ચહેરા ઉપર કુદરતી ચમક મેળવો…

આપણો ચહેરો અને અને ચહેરાની ત્વચા આપણા વ્યક્તિત્વનું પહેલું પ્રતિબિંબ હોય છે. ખૂબસૂરત દેખાવવા અને અનેક પ્રયત્નો કરીએ છીએ. મોંઘા ફેશિયલ કરાવીએ છીએ અને મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદીએ છીએ. તમે ત્વચાની સંભાળ રાખવા અને ત્વચાને સ્વચ્છ કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવી છે, જેમાં વિવિધ પ્રકારની ક્રિમ, ચહેરો ધોવા સાબુઓ કે ફેશવોશ લોશન અને ચહેરા ઉપર લગાવવા માસ્કનો સમાવેશ થાય છે. પરંતુ એવું પણ બનતું હોય છે કે તમે કોઈ ખાસ અસર જોવા મળતી નથી હોતી.

image source

જો તમે તમારી ત્વચાને પહેલાં ખરાબ સંક્રમણથી બચાવવા અને ત્વચાની ગુણવત્તા સુધારવા માટે વિવિધ કેમિકલવાળા ક્રીમ કે પાવડરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે, તો હવે તેમને બાય બાય કરી દો. કારણ કે અમે તમને ત્વચાને લગતી જુદીજુદી સમસ્યાઓ દૂર કરવા અને ત્વચાને ચેપથી બચાવવા માટે કેટલીક કુદરતી રીત આપી રહ્યા છીએ, જેની મદદથી તમે એક સુંદર અને ચમકતી ત્વચા મેળવી શકો છો, આ તમારી ત્વચા ચેપને મુક્ત અને સ્વસ્થ રાખશે. તમારે ફક્ત તમારા નહાવાના પાણીમાં આ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાનો રહેશે જેનો ઉપયોગ કરીને તમે તમારી સામે ઉત્તમ પરિણામો જોઈ શકશો.

ફટકડી

image source

તમારામાંથી ઘણા લોકોએ ફટકડીથી થતા અનેક ફાયદાઓ વિશે અગાઉ સાંભળ્યું જ હશે. પરંતુ ત્વચા માટે ફટકડીના ફાયદા શું છે, એ અમે તમને જણાવીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે ફટકડી તમારી ત્વચાના થાકને દૂર કરે છે અને ચહેરા પર તાજગી લાવે છે. જો તમે તમારા ન્હાવાના ગરમ પાણીમાં આખું મીઠું અને ફટકડી મિક્સ કરીને નહાઓ છો, તો તે એક ચપટીમાં તમારી ત્વચા પર દેખાતા તમામ થાકને દૂર કરવા સાથે શરીરમાં લોહીના પરિભ્રમણમાં વધારો કરીએન ફાયદાકારક અસર કરે છે. આ સિવાય તે સ્નાયુઓને પણ આરામ આપે છે અને સોજો અને શરીરના સાંધાના દુખાવો ઘટાડવામાં પણ મદદરૂપ છે. પહેલાંના પુરુષો આફટર શેવ લોશનને બદલે દાઢી કરીને પણ ચહેરા ઉપર પલાળેલી ફટકડી ફેરવે છે. ફટકડી લગાડવાથી તો ત્વચા ઉપર ચેપ લાગવાની પણ શક્યતા નથી રહેતી. સાફ અને ચમકદાર ત્વચા માટે ફટકડી અકસીર વસ્તુ રહે છે.

લીમડાની પત્તીઓ

image source

લીમડો, જે સદીઓથી અનેક બાબતોમાં કુદરતી ઇલાજ તરીકે દવાના રૂપમાં વપરાય છે. લીમડાની પત્તીઓ આપણી ત્વચા માટે પણ એટલી જ ફાયદાકારક છે કે તે આપણી ત્વચાને સ્વસ્થ રાખવા તેમજ ચમકદાર રાખવામાં મદદ કરે છે. અનેક રોગોની સારવારની સાથે લીમડાનો ઉપયોગ ત્વચાને ચેપથી દૂર રાખવા માટે પણ કરવામાં આવે છે. તેનાથી ત્વચામાં ચેપ થવાની સંભાવના ઓછી થાય છે. જેને કારણે ખીલ, ગુંમડાં અને દાદર તેમજ ડાઘ પડવાની શક્યતાઓ નહીવત ઘટી જાય છે. લીમડાના પાનનો ઉપયોગ નહાવાના પાણીમાં નાખીને ઉપયોગ કરવા પહેલાં લીમડાના કેટલાક પાને ગરમ પાણીમાં નાખો.

image source

જ્યારે લીમડાના પાનવાળું ગરમ પાણી ઉકળીને સ્નાન કરવા યોગ્ય બનીને જાય છે, તો તે પછી આ પાણીથી સ્નાન કરો. જો તમે ઇચ્છતા હોવ તો, પછી લીમડાના પાનમાં ઉકાળેલ પાણી જો વધારે ગરમ થઈ ગયું હોય તો તેમાં તમે સમોણ કરીને ઠંડું પાણી મિક્સ કરી શકો છો. આ રીતના પાણીનો ઉપયોગ ચિકન પોક્સની સારવાર તરીકે પણ થાય છે. જેમને વારંવાર ખરજ આવવાની તકલીફ કે કોઈ જાતનો ચર્મરોગ હોય તેમને માટે આવા પાણીથી નહાવું ખૂબ જ ફાયદાકારક નિવડે છે.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડાનો ઉપયોગ આપણે ભોજનની અનેક વાનગીઓમાં નાખીને કરવાની સાથે સાથે નહાવા માટે પણ કરી શકાય છે. તે તમારી ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે. આ માટે, સૌ પ્રથમ, નહાવાના પાણીમાં ૩ કે ૪ ચમચી બેકિંગ સોડા નાખવું અને ત્યારબાદ તેને બરાબર હલાવી લેવું. આ પાણીથી તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કે બે વખત સ્નાન કરી શકો છો. આમ કરવાથી, તમારા શરીર અને ત્વચામાંથી તમામ ઝેરી પદાર્થો એટલે કે બોડી ટોક્સીક્સ દૂર થઈ જશે અને તમે ત્વચા ઉપર થયેલા ગુંમડાંઓ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓથી પણ છૂટકારો મેળવશો.

તલનું તેલ

image source

તલના તેલના કેટલાંક ટીપાં કે એકાદ ઢાંકણ અઠવાડિયે એકવાર ગરમ નવશેકા પાણીમાં ઉમેરીને નહાઈ શકાય છે. શિયાળામાં આ પ્રકારનો પ્રયોગ જરૂર કરવો જોઈએ. આમ કરવાથી ત્વચામાં કુદરતી ચમક આવશે અને ત્વચા સૂકી થતી અટકશે. તલનું તેલ આમેય માલિશ કરવા માટે પણ ખૂબ ગુણકારી રહે છે. તલના તેલના કોગળા પણ કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે. નહાવાના પાણીમાં તે નાખવાથી શરીરના છિદ્રોમાં અંદર સુધી કુદરતી પોષક તત્વો મળે છે માથાના વાળમાં પણ આ પાણી જશે તો સ્કાલ્પને પોષળ મળે છે.

એરોમા ઓઈલ

image source

જેમને પરસેવાની દુર્ગંધની તકલીફ હોય તેમણે નહાવાના પાણીમાં એરોમા ઓઈલના ટીપાં પણ નાખવા જોઈએ. બજારમાં અનેક ફ્લેવર્સના એરોમા ઓઈલ્સ મળે છે. આમાં અનેક સુગંધિ તેલ હોય છે જે કુદરતી રીતે તેલીય અર્ક કાઢીને બનાવાતું હોય છે. જેમાં સેન્ડલ, લેવેન્ડ અને જાસ્મીન જેવા ઓઈલ બહુ જ પસંદ કરાતા હોય છે. ત્વચામાં કુદરતી સુગંધની સાથે બોડીને ફ્રેશ ફીલ કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે.

સી સોલ્ટ…

image source

દરિયાઈ નમક એટલે કે રો સોલ્ટ કે સી સોલ્ટ પણ ગરમ કરેલ પાણીમાં એક કે બે ચપટી જેટલું ઉમેરીને નાખવું જોઈએ. કોઈ પદયાત્રા કરીને આવ્યું હોય અથવા તો પગમાં સોજો હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ નમકવાળા પાણીમાં પગ બોળવાથી કે તેનાથી નહાવાથી આરમ મળે છે અને તાજગી અનુભવાય છે.

યાદ રહે

image source

ઉપરની તમામ વસ્તુઓ ગરમ પાણીમાં ઉમેરીને ઉપયોગમાં લેવી જોઈએ. લીમડાના પાનને તો ઉકળતા પાણીમાં જ નાખી દઈ શકાય છે. ગરમ નવશેકાં પાણીથી નહાવાથી શરીરના કોષોના છિદ્રો ખુલી જાય છે અને આ ઔષધિય ગુણ ધરાવતી વસ્તુઓનો ફાયદો શરીરના દરેક અંગમાં અને અંદર સુધી પહોંચીને ફાયદો કરે એ ખૂબ જરૂરી છે. આમાંથી દરેક વસ્તુઓનો ઉપયોગ તમારી પસંદગી મુજબ અને જરૂરિયાત પ્રમાણે કરશો તો જરૂરથી તમારી ત્વચાનો થાક ઉતરશે, શરીરને આરામ મળશે અને સ્કીન એકદમ ગ્લોઈંગ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ