જલ્સા કરોને જેંતીલાલ

પાણી ડીલીવરી કરવાની ટીપ મળી ૭ લાખ રૂપિયા…જાણો એક અનોખો કિસ્સો.

પાણી ડીલીવરી કરવાની ટીપ મળી ૭ લાખ રૂપિયા…જાણો એક અનોખો કિસ્સો.

તમે કદીય વિચાર્યું છે કે એક વેટર, જે કોઈ રેસ્ટોરન્ટમાં કોઈ ગ્રાહકને ફક્ત ૨ બોટલ પાણી આપે છે અને તે ગ્રાહક ટીપમાં ૭ લાખથી પણ વધારે રૂપિયા મુકે !

આવું ફક્ત સપનામાં જ થાય એવું લોકોનું માનવું છે પરંતુ આ કિસ્સો હકીકતમાં આ સોમવારે જ બન્યો છે.
અમેરિકાના નોર્થ કેલોરીનામાં એક વ્યક્તિ જેણે ફક્ત ૨ પાણીની બોટલ ઓર્ડર કરી અને સામે ૧૦ હજાર ડોલર જેટલી મોટી રકમ, ટીપમાં આપી.
ગ્રીનવિલેમાં આવેલા સૂપ ડોગ્સની કર્મચારી એલીયાના કસ્ટર જે ઈસ્ટ કેરોલીના યુનિવર્સીટીની વિદ્યાર્થીની છે તે બિલ ઉપર મુકેલી ટીપ જોઇને છક થઈ ગઈ હતી.

‘પહેલી વાર જોયું ત્યારે તો મને વિશ્વાસ જ ન થયો. મેં હાથમાં પકડીને જોયું તો ૧૦૦ ડોલરની ઘણી બધી નોટોનો થપ્પો હતો. હું આજુબાજુ જોઇને ફક્ત એક જ સવાલ પૂછતી હતી કે આ છે શું? કોઈએ મજાક તો નથી કરીને !’

એ નોટો સાથે એક કાગળમાં એવું લખ્યું હતું, ‘આટલું સ્વાદિષ્ટ પાણી આપવા બદલ આભાર.’

આ દરમિયાન, બાજુના જ ટેબલ ઉપર ૨ માણસો બેઠા હતા જે એલીયાનાના રીએક્શન કેમેરામાં કેદ કરી રહ્યા હતા તેઓએ કહ્યું કે જે વ્યક્તિ રૂપિયા મુકીને ગયો તે મોટો યુટ્યુબર છે જેનું નામ છે ‘Mr. Beast’.

૮.૮ મીલીયનથી પણ વધારે સબસ્ક્રાઈબર ધરાવતા ‘Mr. Beast’ ત્યાં પાછા આવ્યા અને એલીયાના તેમણે ભેટી પડી.

‘મને આ રૂપિયા મળ્યાની ખુબ જ ખુશી છે અને આ રૂપિયા હું ફક્ત મારા પૂરતા નહિ રાખું. સૂપ ડોગ્સના સ્ટાફને પણ આનો ભાગ આપીશ.’
આવું પહેલી વાર નથી થયું જયારે ‘Mr. Beast’ એ કોઈ અજાણીતા વ્યક્તિને આટલા બધા રૂપિયા આપ્યા હોય. આની પહેલા પણ, એક બેઘર વ્યક્તિને આટલી મોટી રકમ આપી હતી અને એ સમયે તેના હાવભાવ પણ કેમેરામાં કેદ કર્યા હતા.

જો કે એલીયાનાનો ઉતારેલો વીડિઓ હજી ‘Mr. Beast’ની યુટ્યુબ ચેનલ ઉપર મુકાયો નથી.

લેખન.સંકલન : યશ મોદી

Exit mobile version