જલ્સા કરોને જેંતીલાલ

ગર્ભાવસ્થા દરમિયાન તમારા ભોજનમાં અવશ્ય સામેલ કરો પનીર, વાંચો અદ્ભુત ફાયદા…

જાણો, ગર્ભાવસ્થા દરમિયાન કેવો આહાર લેવો જોઈએ

સ્ત્રીઓએ ગર્ભ ધારણ કરતા પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. સ્ત્રીએ ગર્ભવતી બનતા પહેલાં, ઓછામાં ઓછા ચાર મહિના અગાઉ કોઈ પણ પ્રકારની કુટેવ છોડી દેવી જોઈએ. તેણે ધૂમ્રપાન, દારુ, કેફી દવાઓ કે ડ્રગ્ઝથી દૂર રહેવું જોઈએ. તેણે પોતાની તબિયત સારી રાખવી જોઈએ. ગર્ભાવસ્થામાં ખોરાકમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ, જે પોષક તત્વોથી ભરપૂર હોય. આટલું જ નહીં ખોરાકમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન અને કેલરીની માત્રા પણ ભરપૂર હોવી જોઈએ.

image source

ગર્ભવતી સ્ત્રીએ ખાવાપીવામાં ધ્યાન રાખવું જેથી તે તંદુરસ્ત રહી શકે. તેણે ફળો, શાકભાજી (ખાસ કરીને લીલા, નારંગી અને લાલ), કઠોળ (જેમ કે ચણા, સોયાબીન, મસુર, વટાણા વગેરે), અને મકાઈ, ઘઉં, જવ જેવું અનાજ લેવું જોઈએ.પુષ્કળ પાણી પીવું જોઈએ. તેમજ સૌથી અગત્યની વાત એ છે કે તે ગર્ભવતી થાય એ પહેલાં ફોલિક ઍસિડ લેવાનું શરૂ કરે. એનાથી બાળકના મગજમાં જતી નસોનો સારી રીતે કરોડમાં વિકાસ થશે. તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પોષણ યુક્ત ખોરાક લેવો જોઈએ. તેમજ આ બધામાં પનીર ગર્ભવતી સ્ત્રી માટે એકદમ બેસ્ટ છે.

image source

પનીર કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને તમામ મિનરલ્સથી ભરપૂર હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પનીર ખાવાથી માતા અને આવનારા બાળકના સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે. લોકોનું એવું માનવું છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન પનીર અથવા તેમાંથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ પણ એવું નથી. પનીર પ્રેગ્નેન્સીમાં ખૂબ જ લાભકારી હોય છે. તેમાં ટ્રિપ્ટોફન એમિનો એસિડ હોય છે, જે તણાવ દૂર કરવા તથા ઊંઘ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

પનીરનું સેવન કરવાથી થતા લાભ-

image source

આ ઉપરાંત પનીરનું સેવન કરવાથી શરીરમાં રોગ-પ્રતિકારક શક્તિ વધે છે. આનાથી શરીરને બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધી જાય છે. આ બધાથી વધારે પણ પ્રેગ્નેન્સીમાં પનીરનું સેવન કરવાથી બહુ બધા ફાયદા થાય છે. તેમજ શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. ગર્ભવતી સ્ત્રી માટે પનીર બહુ ફાયદાકારક છે.

-તાકાત માટે

image source

પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને વધુ પ્રમાણમાં એનર્જીની જરૂર હોય છે. પ્રેગ્નેન્સીની શરૂઆતમાં મોટાભાગની મહિલાને થાક, બેચેની, નબળાઈ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં પનીરથી જરૂર પ્રમાણમાં એનર્જી અને સ્ટેમિના મળે છે.

-બાળકના હાડકાને મજબૂત કરવા

image source

પનીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં હોય છે. આ મહિલાના ગર્ભમાં રહેલા બાળકના હાડકાંને મજબૂત કરવામાં મદદરૂપ બને છે. સાથે જ ગર્ભવતી મહિલાઓના હાડકાં પણ મિનરલ્સની ઉણપના લીધે નબળા પડતા નથી. આવામાં ગર્ભાવસ્થા દરમિયાન પનીરનું સેવન ખૂબ લાભપ્રદ હોય છે. બર્થ ડિફેક્ટનો ખતરો ઓછો થાય છે. ગર્ભાવસ્થામાં પનીર ખાવાથી મહિલાના શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. આ એસિડ લેબર પેઈનનો ઓછો કરવા અને સેફ પ્રેગ્નેન્સીમાં મદદ કરે છે. મા-બાપનો વર્ણ શ્યામ હોય તો પાંચમા મહિનાથી ગર્ભવતી સ્ત્રીએ દરરોજ બે નારંગી ખાવી જોઈએ તેનાથી બાળકનો વર્ણ ગોરૂ થશે.

ચેપ નથી લાગતો

image source

પનીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટી-ઈન્ફ્લેમેન્ટ્રી ગુણ રહેલા છે. તેના સેવનથી પીડા, સોજો અને ઈન્ફેક્શન જેવી સમસ્યાઓને દૂર રહે છે. તેમજ ચેપ ન લાગે તે માટે ચોખ્ખાઈ અને બીજી બાબતો ધ્યાનમાં રાખવી. ગર્ભવતી સ્ત્રીઓએ રાંધવા માટેનો ખોરાક કે શાકભાજી બરાબર ધોવા જોઈએ. તેમ જ તેઓએ હાથ પણ બરાબર ધોવા જોઈએ.

વજનને કન્ટ્રોલ કરે છે

image source

ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર ભૂખ લાગે છે. આનાથી વજન વધવાનો ખતરો રહે છે. પનીરનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે. વારંવાર ભૂખ લાગતી નથી. આમ, ગર્ભાવસ્થા દરમિયાન પનીર ખાવાથી વજન નિયંત્રણ રહે છે. તે સિવાય ગર્ભવતી સ્ત્રીએ સોમધ્રુત નામની આયુર્વેદિક ઔષધિ સવાર-સાંજ એક ગ્લાસ દૂધમાં બે-બે ચમચી નાંખીને પીવાથી આવનાર બાળક બુદ્ધિમાન બને છે. ગર્ભવતી સ્ત્રીએ છેલ્લા મહિનામાં ઘી વધારે ખાવાથી નોર્મલ ડિલીવરીની શક્યતા વધે છે. મહિલાઓને ખાસ કરીને દ્રાક્ષનું સેવન વધારે કરવું જોઈએ. બાળકોનાં બળવર્ધક માટે તુલસીના ચાર પાનને 50 ગ્રામમાં પીસીને રોજ સવારે પીવડાવી દો. ગર્ભાવસ્થા દરમિયાન હલ્કો ખોરાક લેવાથી બાળક તંદુરસ્ત થાય છે.

સગર્ભાવસ્થાનો જેટલામો મહિનો ચાલતો હોય તેટલા ગોખરાના કુણાં પાન વાટીને તેને દૂધમાં ખાંડ નાંખી ઊકાળીને ૯ મહિના સુધી સેવન કરવાથી ગર્ભસ્ત્રાવ કે ગર્ભપાત નહિ થાય અને સ્વસ્થ સંતાન જ થશે. તેમજ ખાખરાના પિત્તપાપડાને બાળીને તેની ૨-૩ ગ્રામ જેટલી રાખનું ઋતુ સ્નાતાએ ૧૨ દિવસ સુધી દરરોજ સવારે નરણાં કોઠે પાણી સાથે સેવન કરવું તે ગર્ભ ધારણા માટે સર્વશ્રેષ્ઠ છે. ગર્ભપાત થવા જેવું લાગે તો કમળના પાનનો રસ સાકર સાથે લેવાથી લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version