પનીર – નાના મોટા દરેકની પસંદ, પણ શું તમે હજી પણ બહારથી પનીર ખરીદો છો? અત્યારે જ શીખી લો સરળ રીત…

હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું પનીર બનાવવાની રેસીપી નાના બાળકોથી લઈને દરેક ઉંમરના લોકોને પનીરનું ખૂબ જ ભાવતું હોય છે બજારમાં મળતું પનીર ખૂબ જ મોંઘી હોવાથી આપણે તે વારંવાર ખરીદતા વિચાર કરીએ છીએ બજારમાં લગભગ સાડા ત્રણસોથી ચારસો રૂપિયાનું 1 કિલો પનીર મળતું હોય છે તમે ઘરે આવું જ સોફ્ટ મલાઈ પનીર અડધી કિંમતમાં તૈયાર કરી શકો છો પરંતુ ઘણાં લોકોને ફરિયાદ હોય છે કે તેમનાથી બજારમાં મળતું મલાઈ પનીર જેવું સોફ્ટ પનીર ઘરે નથી બની શકતું ઘણા લોકોથી પનીરના પીસ બની શકે તેવું પનીર નથી બની શકાતું ઘણી વખત પનીર એકદમ કડક થાય છે અથવા પનીર છૂટું પડી જતું હોય છે.

પનીર બનાવવાની બે ત્રણ રીત હોય છે ઘણા લોકો દૂધને લીંબુના રસથી ફાડતા હોય છે તો ઘણા લોકો વિનેગર અથવા ફટકડી નો પણ ઉપયોગ કરે છે હું પનીર બનાવવા માટે હંમેશા ખાટા દહીનો ઉપયોગ કરું છું દહીંથી જો દૂધ ફાડવા માં આવે તો પનીર મોટી કણી મા ફાટે છે અને તે ખૂબ જ સોફ્ટ બને છે અને તેના પીસ પણ ખુબ જ સરસ રીતે પાડી શકો છો આ ઘરે બનાવેલા પનીરને ત્રણ થી ચાર દિવસ સુધી ફ્રીઝ માં કેવી રીતે સાચવવું તે પણ શીખવાડીશ જનરલી આપણે બહારથી લાવતા પનીરને એક થી બે દિવસ સુધી જ સાચવી શકીએ છીએ પરંતુ આ ઘરના બનાવેલા પનીરને ત્રણ થી ચાર દિવસ સુધી આરામથી સાચવી શકીએ છીએ તો ચાલો આજે આ મલાઈ પનીર ઘરે કેવી રીતે બને તે અને તેને ત્રણથી ચાર દિવસ માટે ફ્રીજ માં કેવી રીતે સાચવી શકાય તે શીખીશું.

  • સામગ્રી
  • બે લીટર ફુલ ક્રીમ વાળુ દૂધ
  • દોઢ થી ૨ કપ જેટલું ખાટુ દહી
  • 1 ચમચી મીઠું

રીત

1–સૌપ્રથમ બે લીટર દૂધ ને ગરમ કરવા મૂકો તેને સતત હલાવતા રહો જેથી તે વાસણના તળિયામાં ચોટે નહી પનીર બનાવવા માટે હેવી બોટમ નું વાસણ વાપરવું કારણકે full cream milk હોવાથી નીચે તળિયામાં ચોટી જશે

2– દૂધ ઊકળવા લાગે એટલે તેમાં ૧ નાની ચમચી જેટલું મીઠું ઉમેરવું મીઠું ઉમેરવાથી પનીર નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે આ પનીરને એકલું ખાઈએ તો પણ તે સ્વાદમાં ખુબ સરસ લાગે છે મીઠા સિવાય તમે તેમાં mix herbs અને ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો બાળકોને આ ફ્લેવરવાળું પનીર ચાટ મસાલો નાખીને આપો તો ખૂબ જ ભાવશે.

3– દૂધ ઊકળવા લાગે એટલે તેમાં મીઠું નાખ્યા બાદ તુરંત જ ધીમે ધીમે વલોવેલું દહીં ઉમેરતા જવું સાથે સાથે દૂધને સતત હલાવતાં રહેવું ધીમે ધીમે પનીર ની કણી છૂટી પડવા માંડશે દહીંને એકસાથે ન નાખતા થોડું થોડું કરીને ઉમેરતા જવું તમે જોઈ શકશો કે પનીર ની અંદર ઝીણી કણી ને બદલે એકદમ મોટી કણી પડતી દેખાશે દહીંથી દૂધને ફાડવા થી પનીર ખૂબ જ સોફ્ટ બને છે

4– દૂધમાંથી પનીર છુટુ પડી જાય એટલે ગેસ ની ફ્લેમ બંધ કરી તેને એક કોટનના અથવા મલમલના કપડા ને એક જાળી પર મૂકી નીચે એક વાસણ મૂકી તે મલમલના કપડામાં પનીરને ગાળી લેવું ઉપર થોડું ઠંડુ પાણી રેડી દેવું.

5– પાણી નીતરી જાય એટલે એ કપડાને ચારેબાજુથી વાળી તેના પર એક પ્લેટ મૂકી એક ભારી વાસણ મૂકો જેથી તેની અંદર બાકી રહેલું પાણી નીકળી જાય અને તે એક શેપમાં બરાબર જામી જાય પનીર ઠંડુ પડે એટલે તેના એક સરખા ચોરસ ટુકડા કરી લો તમે જોઈ શકો છો પનીર કેટલું soft અને દળદાર બનેલું છે

6– હવે આ પનીરને ફ્રિજમાં ત્રણથી ચાર દિવસ સાચવવા માટે પનીરના ટુકડાને એક એર ટાઈટ ડબ્બામાં ભરી તેમાં પનીરના ટુકડા ડૂબે તેટલું પાણી ભરી લો અને તેને ઢાંકણ ઢાંકી ફ્રિજમાં મુકી દો ત્રણથી ચાર દિવસ સાચવવા માટે તેમાંથી દરરોજ તે પાણી કાઢી બીજુ તાજુ પાણી ભરવું આમ કરવાથી પનીર એકદમ ફ્રેશ રહેશે

  • ધ્યાનમાં રાખવાની બાબતો પનીર બનાવતી વખતે ઉપયોગમાં લેવાતો વાસણ હેવી બોટમ નું હોવું જરૂરી છે સાથે સાથે ઉપયોગમાં લેવામાં આવતું દહીં ખાટું લેવું જો તે તાજુ અને ખટાશ વગર નુ હશે તો દૂધ ફાટશે નહીં.

Tips —
પનીર બનાવવા માટે full cream milk લેવું જરૂરી છે કેમકે ફુલ ક્રીમ મિલ્ક માથી પનીર પ્રમાણ મા વધારે બને છે જો તમે પનીરને ખમણીને વાપરવા માંગતા હો તો પનીરના ટુકડા કરવા નહીં તેને આખું એમ જ ડબ્બામાં પાણી ભરી સ્ટોર કરવું પનીરને વાપરતા પહેલા નવશેકા ગરમ પાણીમાં દસ મિનિટ સુધી પલાળવાથી તે ખૂબ જ સોફ્ટ થઈ જાય છે

આ પનીરનો ઉપયોગ તમે કોઈપણ જાતની પનીરની વાનગી બનાવવા માટે કરી શકો છો તો ચાલો તમે બનાવો આ સોફ્ટ મલાઈ પનીર અને હું કરું બીજી રેસીપી ની તૈયારી આશા છે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે ફરી આવે નવી રેસિપી લઈને આવું ત્યાં સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનો ભૂલતા નહીં હેપ્પી કુકિંગ

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)Mumma’s kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.