જલ્સા કરોને જેંતીલાલ

પનીર વેજિટેબલ સેન્ડવિચ – બાળકોને લીલા શાક ખવડાવવા માટેની ઉત્તમ રીત, આજે જ ટ્રાય કરો…

સેન્ડવિચ એ ખૂબ જ પોપ્યુલર સ્નેક્સ છે. સેન્ડવિચ બહુ જ બધી અલગ અલગ રીતે બનતી હોય છે. અને એમાં આપણે બહુ બધા વેરિએશન કરી શકતા હોય છે. આજે બાળકો ને નાસ્તા કે જમવામાં આપી શકાય એવી હેલ્ધી અને ટેસ્ટી એવી સેન્ડવિચ ની રીત લાવી છું.

પ્રોટીન થી ભરપૂર એવું પનીર બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. પનીર થી હાડકા અને દાંત મજબૂત બને છે સાથે સાથે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.

મેં સેન્ડવિચ માં પનીર સાથે વેજિટેબલ પણ લીધા છે જેથી તે વધુ પૌષ્ટિક બની જાય છે.બાળકો નું મનપસંદ ચીઝ પણ ઉપયોગ કર્યુ છે.

પનીર વેજિટેબલ સેન્ડવિચ માટે ની સામગ્રી:-

150 ગ્રામ પનીર છીણેલું

1 ડુંગળી ઝીણી સમારેલી

1 કેપ્સિકમ ઝીણું સમારેલું

1 ગાજર છીણેલું

1/2 કોથમીર ઝીણી સમારેલી

4-5 નંગ બાફેલા બટેટા

1 પેકેટ બ્રેડ ( મેં wheat બ્રેડ ઉપયોગ કરી છે)

ચીઝ સ્લાઈસ ( છીણેલું ચીઝ પણ લઈ શકાય)

2 ચમચી તેલ

ચપટી હિંગ

1/4 ચમચી કાળા મરી નો ભુકો

1/2 ચમચીમિક્સ હર્બ્સ

1/2 ચમચી ધાણાજીરું

1/2 ચમચી મરચું

1/8 ચમચી આમચૂર પાવડર

મીઠું સ્વાદાનુસાર

બટર

રીત:-

સૌ પ્રથમ બટેટા ને બાફી ને ઠંડા થાય એટલે છાલ નીકાળી લો.


બધા શાક ને ઝીણા સમારી ને તૈયાર રાખો.

એક કડાઈ માં 2 ચમચી તેલ લો. ગરમ થાય એટલે હિંગ ને ડુંગળી ઉમેરી ને સાંતળો.


ડુંગળી સંતળાય જાય પછી કેપ્સિકમ, ગાજર, અને કોથમીર તેજ આંચ પર એક મિનીટ માટે સાંતળો. ત્યારબાદ મીઠું, મરી નો ભુકો, મરચું, ધાણાજીરું, આમચૂર પાવડર , મિક્સ હર્બ્સ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો.


ગેસ બંધ કરી લો. શાક ને બહુ સોફ્ટ નથી કરવાના એટલે તેજ આંચ પર એક મિનિટ માં જ ગેસ બંધ કરી દો. ત્યારબાદ છીણેલું પનીર ઉમેરી ને બધું મિક્સ કરી લો.

હવે જરા ઠંડુ થાય એટલે બાફેલા બટેટા નો માવો ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો ને બાઉલ માં નીકાળી લો.સેન્ડવિચ નું સ્ટફિંગ તૈયાર છે.


સેન્ડવિચ બનાવા માટે બ્રેડ ની સ્લાઈસ લો. એક સાઈડ બટર લગાવી 1 ચમચા જેટલું ઉપર બનાવેલું સ્ટફિંગ મુકો અને ઉપર થી ચીઝ સ્લાઈસ કે છીણેલું ચીઝ ઉમેરો. હવે એક બીજી સ્લાઈસ ઉપર મૂકી ને સેન્ડવિચ તૈયાર કરો.


હવે ઉપર થી બટર લગાવી ને ગ્રિલ કરો, ટોસ્ટ કરો કે પછી તવા પર બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી બટર લગાવી ને શેકી લો.

પનીર વેજિટેબલ સેન્ડવિચ તૈયાર છે. કટ કરી ને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.


નોંધ:-

તમે તમને ગમતાં કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો.

પનીર અને ચીઝ તમારી પસંદ મુજબ વધુ કે ઓછા કરી શકો છો .

બટેટા પાણી પોચા નહીં બાફવા. અને સ્ટફિંગ તેજ આંચ પર જ સાંતળો નહીં તો શાક માંથી બહુ પાણી છૂટું પડશે.

તમે ઇચ્છો તો બધું કાચું શાક મિક્સ કરી ને પછી બટેટા નો માવો ઉમેરી ને પણ સ્ટફિંગ તૈયાર કરો.

આ સ્ટફિંગ માંથી પરાઠા પણ બનાવી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version