પનીર મેથી ભુરજી – બહાર હોટલમાં પણ તમને આ ટેસ્ટી વાનગી ખાવા નહિ મળે, જાતે જ બનાવો અને જણાવજો કેવી લાગી…

હેલો ફ્રેન્ડઝ, આજકાલ નાના મોટા દરેકને ભાવતુ શાક પુછવામાં મા આવે તો એક જ નામ આવે પનીર નુ શાક….. પનીર બટર મસાલા, પનીર પસંદા, પનીર લાજવાબ મટર પનીર વગેરે વગેરે…. પણ આ બધાં શાક આપણે હોટલ મા જ ખાઈએ છીએ પણ તે ઘરે બનાવવા માટે ખુબ મહેનત સમય માંગી લે છે, કાંદા ટામેટાં ને સાંતળો પછી તેને પીસી ને ગ્રેવી તૈયાર કરો વગેરે…પનીર ની ભુરજી પણ તમે ખાઘી જ હશે આજ એજ ભુરજી મા હુ થોડી નવીનતા લાવી છું, જે એકદમ સરળતાથી અને હોટલ જેવી જ સ્વાદિષ્ટ બને છે તો ચાલો નોંધી લો સામગ્રી…

*સામગ્રી —

250ગ્રામ તાજુ પનીર

11/2 કપ જેટલી મેથી ની ભાજી

3નંગ -મિડિયમ સાઈઝ ના ટામેટાં

2નંગ-મિડિયમ સાઈઝ ના કાંદા

2-3- તીખા લીલા મરચાં

8-10- કળી લસણની

3-ટેબલસ્પુન તેલ

1-ટેબલસ્પુન લાલ મરચાંનો પાવડર

1/2 ટીસ્પૂન હળદર

1-ટીસ્પુન ગરમ મસાલો

સ્વાદ અનુસાર મીઠું

*રીત — સૌ પ્રથમ પનીર ને ખમણી વડે ખમણી લો અને મેથી ની ભાજી ને ધોઈ ને તેને બારીક સમારી લો, કાંદા ટામેટાં ને પણ અલગ અલગ બારિક સમારી લો. લસણ અને મરચાં પણ બારીક સમારી લેવા.
1–સૌ પ્રથમ એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લસણ અને મરચાં નાખીને તેને સાંતળી લો.2– હવે તેમા બારીક સમારેલા કાંદા નાખી ને તેને સાંતળો. કાંદા ને 3-5 મિનિટ સુધી સાંતળી લો. 3– કાંદા ગુલાબી રંગના થાય એટલે તેમાં બારિક સમારેલા ટામેટાં નાખી ને ફરી વખત 5 મિનીટ સુધી સાંતળી લો.
4– ટામેટાં સંતળાઈ જાય એટલે તેમાં ઉપર જણાવ્યા મુજબ ના મસાલા નાખી ને ફરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો લો.
5– ત્યાર બાદ તેમાં બારિક સમારેલી મેથી નાખી ને 2-3મિનિટ સુધી ચઢવા દો મેથી ને ચઢતા બિલકુલ સમય નથી લાગતો.
6–2-3 મિનીટ પછી ખમણેલુ પનીર ને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો પનીર અને મેથી એકરસ થઇ જાય કે તુરંત જ ગેસ બંધ કરી દો,
તૈયાર છે તમારી ગરમા ગરમ પનીર મેથી ની ભુરજી ,તેને ગરમા ગરમ કુલચા, ફુલકા રોટી કે પરાઠા સાથે પીરસી દો.

**ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —

* પનીર તમે ઘરે પણ બનાવી શકો છો, અને જો બહાર થી ખરીદતા હો તો તે તાજુ છે કે નહીં તેની ચકાસણી કરી લેવી.
* પનીર મા પાણી નો ભાગ બિલકુલ ના હોવો જોઈએ જો પાણી હશે તો ભુરજી સારી નહી બને. પનીર જેટલુ તાજુ હશે એટલૂ શાક સારુ બનશે.
* મેથી ની ભાજી ની માત્રા તમે તમારા પસંદગી મુજબ ઓછી વધતી કરી શકો છો.
*જો તમે જૈન હો અને તો કાંદા અને લસણ વગર ફક્ત ટામેટાં ને મેથી ની ભાજી નાખી ને બનાવી શકાય છે.
તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ પનીર મેથી ભુરજી અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

આ વાનગી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો, દરરોજ અવનવી વાનગીઓ શીખવા માટે જોડાયેલા રહો અમારી સાથે.