પનીર ખાવું પસંદ છે? પણ પનીર ખાવાનો યોગ્ય સમય તમે જાણો છો?

પનીર એક એવી વસ્તુ છે જે નાના બાળકો થી લઈને મોટા સુધી દરેકને પસંદ આવતું હોય છે. પનીર એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પણ શું તમે જાણો છો પનીર ખાવાનો યોગ્ય સમય કયો છે. જો તમે પણ કોઈપણ સમયે પનીરની વાનગી કે પનીર ખાવાનું પસંદ કરો છો તો આ માહિતી તમારી માટે જ છે. તમારા પનીર પ્રેમી મિત્રોને આ માહિતી જરૂર જણાવજો.

પનીર ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ,

૧. પનીર ખાવું પસંદ છે પણ તમારે કસરત કરતા પહેલા કે કસરત કર્યા પછી તરત પનીરની કોઈ વાનગી કે પનીર ખાવું જોઈએ નહિ. પનીરમાં ફેટ હોય છે અને કસરત દરમિયાન અને તેના પછી આપણા શરીરને કસરતની જરૂરત હોતી નથી. કસરત પછી તરત પનીર ખાવાથી પનીરમાં રહેલ ફેટ એ આપણી પાચનક્રિયાને ધીમી કરી દે છે. તો હવે જયારે પણ કસરત કરો તો પનીર તેના થોડા સમય પહેલા કે પછી જ ખાવ.

૨. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં રાત્રે પનીર નહિ ખાતા હોય, સ્ટાર્ટરમાં પનીર, મેઈન કોર્સમાં પનીર વગેરે જેવી વાનગીઓ આપણે ખાતા હોઈએ છીએ. તમે જયારે પણ રાત્રે પનીર ખાવાના હોવ તો સુવાના એક કલાક પહેલા તમારે પનીરની વાનગી કે પનીર ખાઈ લેવું જોઈએ. સુતા સમયે આપણા શરીરની માંસપેશીયોની લંબાઈ વધી જતી હોય છે અને આપણા શરીરને પ્રોટીનની જરૂર વધારે પડે છે. આવી પરીસ્થિતિમાં પનીર ખાવું એ સૌથી સારો ઓપ્શન રહેશે. પનીર આમ તો સ્વાસ્થ્ય માટે સારું જ છે એટલે તમે ઈચ્છો તો દિવસ દરમિયાન પનીર ખાઈ શકો છો. પણ દરેક વસ્તુની એક લીમીટ હોય એમ જ પનીરને પણ લીમીટમાં ખાવું જોઈએ.

૩. જો તમે પનીરને યોગ્ય રીતે ખાવ છો તો તે તમારા શરીરની ચરબી વધારશે નહિ પણ તમને ફીટ અને ફાઈન રાખશે. તમને જાણીને નવાઈ લાગશે પણ તમે જે પનીર ઘરે બનાવો છો અને તેનું જે પાણી નીકળે છે એ પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. દુધને ઉકાળીને તેમાં લીંબુ રસ નાખીને તેને ફાડી દેવામાં આવે અને પછી તેમાંથી ટેસ્ટી અને હેલ્ધી પનીર બને છે. પણ પછી પનીર બનાવતા જે પાણી વધે તેને ફેંકતા નહિ કેમકે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. એટલે તમારે આ પાણી પી લેવું જોઈએ. પનીરમાંથી કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ અને પ્રોટીન મળે છે.

BTW તમને પનીરની કઈ વાનગી સૌથી વધુ પસંદ છે જરા કોમેન્ટમાં જણાવો તો…