આજે બનાવતા શીખો પનીર જયપુરી… ખુબ જ ટેસ્ટી સબ્જી…

પનીર જયપુરી

જરૂરી સામગ્રી:

૨ ચમચા ઘી
૧ ચમચી જીરું
૧ તમાલપત્ર
૧/૨ ચમચી હળદર
૧-૨ ચમચી લાલ મરચું
૩ ચમચી આખા ધાણા
૧૦-૧૨ નંગ કાજુ
૨ નંગ લાંબુ સુધારેલ લીલું મરચું
૧ વાટકી ડુંગળી
૧ વાટકી ટમેટા
૧ વાટકી ટમેટાની પ્યોરી
૬-૭ કલી લસણ
૧.૫ ઇંચ આદુ
૨ ચમચી ગરમમસાલો
૧ વાટકી કેપ્સીકમ
૧ વાટકી ગાજર
૧ વાટકી ગ્રીન બીન્સ
૧ વાટકી લીલા વટાણા
૧૦૦ ગ્રામ પનીર
મીઠું
૧ ચમચો મલાઈ
૩/૪ વાટકી પાણી

રીત :

– સૌ પ્રથમ બધા શાક (બીન્સ,ગાજર,કેપ્સીકમ) ધોઈ મીડીયમ સાઈઝમાં કાપી લેવા.
– એક વાસણમાં પાણી લઇ તેમાં બીન્સ, ગાજર, વટાણાને પારબોઈલ કરી નીતરી લેવા, જો વધારે કૂક થઇ ગયા હોય એમ લાગે તો ઠંડું પાણી રેડી ધોઈ લેવા.
– એક કડાઈમાં એક ચમચા જેટલું ઘી લઇ તેમાં તમાલપત્ર, આખા ધાણા, કાજુ અને લીલા મરચાની ચીરીઓ નાખી ૧૦-૨૦ sec માટે સાંતળો.
– થોડું ઠંડુ થઇ એટલે તમાલપત્રને તે કડાઈમાં જ રાખી કાજુ, ધાણા, મરચાને મિક્ષર જારમાં લઇ પેસ્ટ બનાવી લેવી.
– તે જ કડાઈમાં બીજું ઘી લઇ તેમાં જીરું નાખી પછી ડુંગળી,આદુ લસણની પેસ્ટ મિક્ષ કરવી.
– ડુંગળી સંતળાય જાય એટલે તેમાં ટમેટા મિક્ષ કરવા.
– ટમેટા ગળવા લાગે એટલે તેમાં હળદર, ગરમ મસાલો મિક્ષ કરવો.
– હવે તેમાં પારબોઈલ કરેલ ગાજર, બીન્સ, વટાણા અને કેપ્સીકમ મિક્ષ કરવું.
– પછી આગળ બનાવેલ પેસ્ટ (કાજુ, ધાણા, મરચાની), લાલ મરચું, ધાણાજીરું, મીઠું મિક્ષ કરવું.
– બરાબર મિક્ષ કરી તેમાં ટમેટો પ્યોરી ઉમેરીને હલાવી જરૂર મુજબ પાણી મિક્ષ કરવું.
– ત્યારબાદ પનીરના નાના ટુકડા ઉમેરી મિક્ષ કરી પછી તેમાં મલાઈ ઉમેરવી.
– હવે ૧ મિનીટ માટે ગેસ પર રાખી ગેસ બંધ કરી દેવો.
– કોથમીર, ડુંગળી, ટમેટા અને પનીર છીણી ગાર્નીશ કરી પરાઠા, નાન, રોટી જોડે સર્વ કરવું.
– તો તૈયાર છે ગરમા ગરમ પનીર જયપુરી.

નોંધ:

– શાક ગમે તે વધઘટ કરી શકાય.
– ટમેટાની પ્યોરી ટમેટા નાખ્યા બાદ પણ ઉમેરી શકાય.
– પનીર નાખ્યા વગર “વેજ. જયપુરી” બનાવી શકાય.
– પનીરને ઘીમાં સેલોફ્રાય કરીને ઉમેરી શકાય.
– પનીરને સેલોફ્રાય કરવાથી સોફ્ટ્નેસ જતી રહેશે.

હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા મિત્રો સાથે. વધુ રેસીપી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી