પનીર બટર મસાલા – ઢાબા સ્ટાઇલની ને ટેસ્ટમાં બેસ્ટ છે આ સબ્જી તો આજે જ નોંધી લો …..

પનીર બટર મસાલા

પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. પંજાબી સબ્જી એકદમ ઢાબા સ્ટાઇલ આપણે પણ બનાવી શકીએ છે બસ સબ્જીના મસાલા અને ગ્રેવીમાં થોડી જીણવટ રાખવી પડે પંજાબી સબ્જીમાં કઇ સબ્જીમાં ક્યા મસાલા અને કઇ ગ્રેવી યુઝ કરવી તે ખબર પડી જાય પછી સાવ ઇઝી બની જાય છે પંજાબી રેસીપીઝ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.

સામગ્રી:

 • ૨૦૦ ગ્રામ પનીર
 • ૨ મોટી ચમચી બટર
 • ૪ ડુંગળી,
 • ૨ ટમેટા,
 • ૪ કળી લસણ,
 • પા ઇંચ આદુ,
 • પા ચમચી તજ-લવીંગનો ભુક્કો,
 • અડધી ચમચી કિચન કિંગ મસાલો,
 • અડધી ચમચી હળદર,
 • એક ચમચી લાલ મરચુ,
 • મીઠું સ્વાદઅનુસાર,
 • એક કપ કાજુનો ભુક્કો,
 • ૨/૩ એલચી,
 • ઝીણી સમારેલી કોથમીર,
 • તેલ.

સામગ્રી:

૧. પનીરના નાના નાના એકસરખા ચોરસ ક્યુબ કટ કરી લેવા. ૨. પનીરના રેડી કરેલા ક્યુબ્સને એક કડાઇમાં તેલ ગરમ કરીને મિડીયમ ગેસે લાઇટ બ્રાઉન કલરના ડિપ ફ્રાય કરી લેવા.

૩. એક બાઉલમાં એક ગ્લાસ પાણીની અંદર અડધી ચમચી મીઠું એડ કરીને ડિપ ફ્રાય કરેલા પનીરને ડાયરેક્ટ આ પાણીમાં કાઢી લેવા.

તમને એમ થાસે કે આમ કેમ? આમ કરવાથી પનીર એકદમ સોફ્ટ રહે છે અને મીઠું પનીરમાં ચડી જાસે એટલે પનીર મોળુ નહીં લાગે અને થોડુ સોલ્ટી અને ટેસ્ટી લાગસે.

૪. એક બાઉલમાં કાજુનો ભુક્કો,કિચન કિંગ મસાલો,તજ-લવિંગનો ભુક્કો,મરચું,મીઠું અને હળદરમાં થોડુ પાણી એડ કરીને પેસ્ટ બનાવી લેવી.

૫. ડુંગરી,લસણ અને આદુ એક મિક્ષર ઝારમાં લઇ અંદર થોડુંક પાણી એડ કરી પીસીને ગ્રેવી તૈયાર કરી લેવી.

૬. ટમેટા મિક્ષર ઝારમાં લઇ અંદર થોડુંક પાણી એડ કરીને પીસીને ગ્રેવી તૈયાર કરી લેવી.

૭. એક કડાઇમાં બે ચમચા તેલ નાખીને તેમા એલચીનો વધાર કરીને તેમા ડુંગરીની ગ્રેવી એડ કરવી.

૮. ડુંગરીની ગ્રેવી ગુલાબી રંગની થાય એટલે તેમાં રેડી કરેલ મસાલાની પેસ્ટ એડ કરવી.૯. મસાલા ડુંગરીની ગ્રેવીમાં સરખા મિક્ષ કરીને તેમા ટમેટાની ગ્રેવી એડ કરવી.

૧૦. ટમેટાની ગ્રેવી સરખી મિક્ષ કર્યા બાદ તેમા બે ચમચી બટર એડ કરવુ.

૧૧. બટર મિક્ષ કર્યો બાદ પનીરનાં ક્યુબ્સને પાણીમાંથી નીતારીને તેમા એડ કરવા અને સબ્જી માથી તેલ છુટ્ટુ ના પડે ત્યાં સુધી ચડવા દેવુ.

લ્યો તૈયાર છે આપણુ પનીર બટર મસાલા ઉપરથી કોથમીર અને બટરથી ગાર્નિશ કરીને ગરમા ગરમ નાન,પરોઠા અથવા રોટલી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી