પનીર બટર મસાલા – રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટનું શાક હવે બનાવો ઘરે એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને……

પનીર બટર મસાલા 

રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર કરીને કોઈ પણ પંજાબી શાક મંગાવી લઈએ, તેની ગ્રેવીમાં એક જ સરખો ટેસ્ટ મળે છે. આજે આપણે લગભગ બધાના ફેવરિટ એવાં પનીર બટર મસાલાની રીત શિખીને ઘેર જ રેસ્ટોરન્ટ જેવું શાક બનાવી શકીએ.

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી :

• ચાર – પાંચ ટમેટા ,
• ચાર – પાંચ સૂકી ડુંગળી,
• ચાર – પાંચ કળી લસણ,
• ત્રણ – ચાર લીલાં મરચાં,
• આદુનો ટુકડો ,
• કટકા કાજુ ,
• એક ટેબલસ્પૂન મગજતરીનાં બી ,
• મીઠું સ્વાદ મુજબ,
• હળદર ,
• લાલ મરચું સ્વાદ મુજબ ,
• તમાલપત્ર ,
• 2 ચમચા બટર ,
• એક ચમચો ફ્રેશ ક્રીમ,બનાવવાની રીત :

સૌ પ્રથમ, એક નોન સ્ટીક પેનમાં બટર લઈ લ્યો. તેમાં તમાલપત્ર, મોટા સમારેલા ટમેટા, મોટી મોટી સમારેલી ડુંગળી, લસણની કળી, લીલાં મરચાં સમારેલા અને આદુનો ટુકડો સમારીને સાંતળવા માટે એડ કરો. હવે તેમાં મીઠું સ્વાદાનુસાર એડ કરો. ટમેટા અને ડુંગળી થોડા ઢીલા પડે, એટલે તેમાં કાજુનાં કટકા એડ કરી દેવાનાં. કાજુનું પ્રમાણ થોડું વધારે રાખવાથી ગ્રેવી રિચ બને છે. આ મિશ્રણને હલાવતા રહો. હવે, ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળેલા મગજતરીનાં બી એડ કરી દો. ચારથી પાંચ મિનિટ હલાવતા રહો. હવે તેમાં હળદર, લાલ મરચું સ્વાદ મુજબ એડ કરો. એક જ મિનિટ હલાવ્યા બાદ, આ નોન સ્ટીક પેનને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.

આ ગ્રેવી માટેનું મિશ્રણ ઠંડુ થઈ જાય, એટલે તેમાં એક ચમચો ફ્રેશ ક્રીમ એડ કરી તેને મિક્સરની જારમાં લઈ, ક્રશ કરી નાખવું. એક્દમ બારીક ક્રશ કરવું. ત્યારબાદ, ફરી એક વાર નોન સ્ટીક પેનમાં એક નાની ચમચી બટર મૂકી, આ ગ્રેવી માટેની પેસ્ટ તેમાં એડ કરી દો. પેસ્ટ બટરમાં વ્યવસ્થિત ભળી જાય એટલે પનીરનાં નાનાં નાનાં ટુકડા કાપી તેમાં ડાઇરેક્ટ એડ કરો. (પનીરનાં ટુકડાને તેલમાં ફ્રાય કરીને પણ એડ કરી શકાય છે, પણ તેલ છૂટવાથી ગ્રેવીનો ટેસ્ટ કડવો લાગે છે એટલે પનીર સીધું કાપીને એના ટુકડા ફ્રાય કર્યાં વગર નાખવા એડવાઈઝેબલ છે.) બસ, તૈયાર છે આપણું પનીર બટર મસાલા. રેસ્ટોરન્ટ જેવો સ્વાદ પણ ફ્રેશ લુક. આજે જ બનાવીને તમારા ઘરનાં સભ્યોને ખવડાવજો અને કમેંટ કરજો કે રેસિપિ તમને કેવી લાગી!

રસોઈની રાણી : પ્રાપ્તિ બુચ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી