“પનીર ભુના મસાલા રોલ” – કઈક ટેસ્ટી અને તીખું ખાવાની ઈચ્છા છે તો આ ટ્રાય કરો..

“પનીર ભુના મસાલા રોલ”

સામગ્રી:

200 ગ્રામ પનીર ,
3 જીના સમારેલા કાંદા,
1 કેપ્સિકમ જીણું સમારેલું,
આદુ ની પેસ્ટ,
લસણ ની પેસ્ટ,
1 ચમચી લાલ મરચા ની પેસ્ટ,
1/4 કપ કાજુ ની પેસ્ટ,
1 કપ દહીં,
ગરમ મસાલા પાવડર,

રીત:

સૌ પ્રથમ એક કડાઈ માં 2 ચમચા તેલ મુકો તેમાં જીરા
નો વઘાર કરો. તેમાં ડુંગળી નાખી ને સાંતળો
તેમાં કેપ્સિકમ નાખો ત્યારબાદ આદુ અને લસણ ની પેસ્ટ નાખો
તેને થોડી વાર સાંતળી ને તેમાં કાજુ ની પેસ્ટ નાખો. તેમાં લાલ મરચા ની પેસ્ટ નાખો .
તેમાં 1 કપ દહીં નાખી ને હલાવો
ત્યારબાદ હળદર , મીઠું , જીરા અને ગરમ મસાલા પાવડર નાખો
બધીજ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં પનીર ના પીસ નાખી ને હલાવો

હવે એક બોવેલ માં ઘઉં નો લોટ લઇ તેમાં મીઠું મરી અને તેલ પાણી નાખી ને લોટ બાંધો

ત્યારબાદ લાંબી રોટલી વાણી લો
એમાં પનીર નું સ્ટફિંગ ભરી બને બાજુ થી પેક કરી દો।
હવે પેન માં થોડું તેલ મુકો અને સ્ટફીંગ વાળો રોલ મૂકી ને શેકી લો.
તૈયાર છે પનીર ભુના મસાલા રોલ

આને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.

માનસી અંબાલિયા (રાજકોટ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી