પાંચ વર્ષની લાંબી સફળતાપૂર્વકની સરફ ખેડી છે કુમકુમ ભાગ્યની આખી ટીમે, જાણો તેમણે કઈ રીતે કર્યું સેલિબ્રેટ, અને શું માગી દર્શકો પાસે વીશ…

પાંચ વર્ષની લાંબી સફળતાપૂર્વકની સરફ ખેડી છે કુમકુમ ભાગ્યની આખી ટીમે, જાણો તેમણે કઈ રીતે કર્યું સેલિબ્રેટ, અને શું માગી દર્શકો પાસે વીશ..

ઝી ટી.વી.ની લોકપ્રિય સિરિયલ કે જે રાતે નવ વાગ્યે પ્રાઈમ ટાઈમ પર આવે છે તેણે ગયા સોમવારે પૂરાં કર્યાં પાંચ વર્ષ.

આ સિરિયલના મુખ્ય નાયક શબ્બીર અનુવાલિયા અને નાયિકા શ્રુતિ ઝાએ પોતાની ખુશહાલી તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. પ્રજ્ઞા અને અભિષેકની ભૂમિકા ભજવી રહેલાં આ બંને કલાકારે ભાવૂક થઈને તેમની લાગણી તેમના ઇન્સ્ટાગ્રામમાં લાખો ફેન્સ સાથે વ્યક્ત કરી છે.

તેમણે સહકાર અને પ્રેમ આપવા તેના તમામ દર્શકોનો આભાર માન્યો છે. અભિ એટલે કે શબ્બીરે લખ્યું છે કે “અમે એવા શોની સફળતા સેલિબ્રેટ કરી રહ્યાં છીએ જેણે દરેક કપરા સમયમાં દર્શકોએ સાથ અને પ્રેમ આપીને અમને હિમ્મત આપી છે.

આ એવો શો છે જેણે સતત તેનું પહેલું સ્થાન ટકાવી રાખ્યું છે.” તેમણે વધુમાં લખ્યું છે કે અમે અડધા દાયકા સુધી તમારી સામે આ શોને રજૂ કરી રહ્યાં છીએ જેમાં અમારી સાથે આખી ટીમે તમારા મનોરંજન માટે ખૂબ સંઘર્ષ કર્યો છે.

તેમણે એ પણ જણાવ્યું કે દુનિયાભરના દર્શકોએ પ્રેમ આપવા માટે આભાર કેમ કે અમારા શોએ કોઈપણ પ્રાંત કે ભાષાનો ભેદ નથી રાખ્યો સૌએ અમને સહર્ષ પ્રેમ આપ્યો છે.

શબ્બીરે તેમની કેટલીક જૂની યાદગાર તસ્વીરો શેર કરીને સાથે લખ્યું છે કે આવનારા સમયમાં પણ વર્ષોવર્ષ અમને આજ રીતે પ્રેમ આપશો એવી અમને આશા છે અને અમે તમારું મનોરંજન આમ જ કરતાં રહેશું.

પ્રજ્ઞા ઉર્ફે શ્રુતિ ઝાએ પણ લાગણીશીલ અંદાજમાં પોસ્ટ મૂકીને લખ્યું છે કે પાછલા પાંચ વર્ષો અમારી આખી ટીમ માટે શાનદાર રહ્યા અને આમ જ અમારો સાથ નિભાવતા રહેશો.

આપને જણાવીએ કે એ સિરિયલમાં હજુ નવા પાત્રો ઉમેરાયા છે અને તેણે યર લીપ લીધો છે. નવી પેઢીના બાળકો કોલેજ થતાં દેખાય છે અને પ્રજ્ઞાની ત્રણેય દીકરીઓની આસપાસ વાર્તા હજુ લંબાશે તેવું લાગી રહ્યું છે.

A post shared by AbhiGyaWorld❤ (@tishazall) on

આ સિરિયલનો પહેલો એપિસોડ ૧૫ એપ્રિલ, ૨૦૧૪ના પ્રસારિત થયો હતો. જેને આજે પાંચ વર્ષ થઈ ગયાં. જેનું સેલિબ્રેશન આખી ટીમ કરી રહી છે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ
– તમારો જેંતીલાલ