આખરે કેમ પાંચ બાળકોના પતિએ કર્યા બીજા લગ્ન? અને પછી પહેલી પત્ની બગડતા સૌતનના કર્યા એવા હાલ કે,,

પાંચ બાળક હોવા છતાં પતિએ બીજા લગ્ન કર્યાં, પત્નીએ સૌતનની એવી હાલત કરી કે…

યુપીના મુરાદાબાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી બનેલ ઘટનામાં ગત સોમવારે એટલે કે 8 જૂનના દિવસે એક મહિલાએ પોતાની ગર્ભવતી સૌતનને જાહેરમાં ગોળી મારીને એની હત્યા કરી હતી. આટલું જ ઓછું હોય તેમ એણે ગોળી માર્યા પછી પણ ભાગવાના સ્થાને સૌતનની નજીક જઈને એ ચોકસાઈ કરી હતી કે તે જીવિત છે કે મૃત. આસપાસના લોકોએ આ જોઇને પોલીસને ફોન જોડ્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાની ધરપકડ કરી હતી.

4 ગોળીઓ મારીને સોતનની હત્યા કરી

image source

આ ઘટના બાદ પોલીસ દ્વારા થયેલ પૂછપરછમાં મહિલાએ પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા હતા. આ સ્ત્રી પર હત્યાનું ભૂત એ હદે ચડયું હતું કે, તેણે પેલા પોતાની સૌતનને ગોળી મારી દીધી અને પછી તેના નજીકથી નીકળી હતી અને પડી ગઈ હતી. જો કે પછી આરોપી મહિલા સૌતન પર બેસી ગઈ અને એક પછી એક એમ 4 ગોળીઓ મારીને તેની હત્યા કરી દીધી હતી.

શબાનાએ ક્યારેય જફર સાથે વાત કરી નહિ

image source

સૌતનને જાહેરમાં ગોળી મારનારી શબાનાએ પોલીસને જણાવ્યું હતું કે, 20 વર્ષ અગાઉ તેના લગ્ન ટ્રાન્સપોર્ટમાં કામ કરતા મોહમ્મદ જફર સાથે થયા હતા. આ લગ્નથી એમને 5 બાળકો પણ છે. પણ દોઢ વર્ષ અગાઉ જફરના જીવનમાં માનસી શર્મા નામની યુવતી આવી હતી. એણે જફર સાથે લગ્ન કરીને પોતાનું નામ આલિયા રાખ્યું હતું. જફરે પણ તેને પોતાના ઘરથી થોડા અંતર પર એક ભાડાનું ઘર અપાવી દીધું હતું. શબાનાને આ અંગે જાણ થઈ તો પહેલા તો તે સાવ ભાંગી પડી હતી. જો કે એણે જ્યારે જફર સાથે આ બાબતે વાત કરવા પ્રયત્ન કર્યો તો તે ગુસ્સે થઇ ગયો હતો, પછીથી શબાનાએ આ બાબતે ક્યારેય જફર સાથે વાત કરી નહિ.

પિસ્તોલ એને પતિ જફરે જ લાવી આપી હતી

image source

પોલીસ સાથેની વાતચીતમાં શબાનાએ જણાવ્યું હતું કે, આ પિસ્તોલ પણ એને જફરે જ લાવી આપી હતી. વાસ્તવમાં થોડા દિવસ પહેલા ઘરમાં ચોરી થઈ હતી, આ ડરના કારણે જફરે જ પત્નીની સુરક્ષા માટે શબાનાને લાયસન્સ વગરની પિસ્તોલ અપાવી હતી. જો કે આ જ નિર્ણય જફરને ભારે પડ્યો અને તેની જ બીજી પત્નીની હત્યા આ પિસ્તોલથી થઇ. પોલીસે આ બાબતે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, તેમજ જફરને પણ આ કેસમાં આરોપી બનાવાયો છે. શરૂઆતમાં તો શબાના સાથે ઝઘડાથી બચવા જફરે આલિયાની વાત છુપાવી હતી, જો કે શબાનાને શંકા જતા તેણે સૌતનની તપાસ શરૂ કરી હતી. લોકલ પોલીસની મદદ લઈને અંતે તેને આલિયા અંગે જાણ થઇ હતી.

શબાના પર સૌતનની હત્યાનું ભૂત સવાર હતું

image source

ઉલ્લેખનીય છે કે શબાના કોઈ પ્રોફેશનલ કિલર નથી, પણ એણે આ પિસ્તોલ ચલાવવાનું યુટ્યૂબ દ્વારા શીખ્યું હતું. પણ એ હદે સૌતનની હત્યાનું ભૂત સવાર હતું કે એણે 5 બાળકોની માતા હોવા છતાં આવા કાર્યને અંજામ આપ્યું હતું. આ જાણીને પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠયા હતા. પોલીસ તપાસ મુજબ આલિયા ઉર્ફ માનસીનો ભાઈ પણ પોલીસમાં છે. હાલ તે સહારનપુર ફરજ પર છે. આલિયા પરિણીત હતી પણ એના પતિએ એને છોડી દીધી હતી. આદર્મિયન તે જફરની નજીક આવી અને બંને જણે પછી લગ્ન પણ કરી લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ