પાંચમાં નોરતે સ્કંદ “કુમાર કાર્તિકેય” શિવના પુત્ર અને દેવોનાં સેનાપતિની માતાનો મહિમા વાંચીએ.

સ્કંદમાતા-શક્તિ

કાર્તિકેય સાથે માની ઉપાસના નવદુર્ગાના સ્વરૂપોમાં પાંચમી નવરાત્રીએ સ્કંદમાતાનું પૂજન થાય છે. આ શક્તિ ભગવાન સ્કંદ “કુમાર કાર્તિકેય” શિવના પુત્ર અને સેવોનાં સેનાપતિની માતા છે. પુરાણોમાં તેમને શક્તિધરનાં નામે પણ ઓળખવામં આવે છે.

image source

કાર્તિકેયનું વાહન મયૂર છે. સ્કંદ જેવા શૂરવીર પૂત્રની માતા હોવાથી તેમની ઉપાસના નવરાત્રીનાં પાંચમા દિવસે થાય છે. આ દિવસે સાધકનું મન વિશુધ્ધિ ચક્રમાં પહોંચી જાય છે. તપશુધ્ધિથી સાધકનું મન અનહદ આનંદમાં આહવાન કરાવે છે. સ્કંદ માતૃ સ્વરૂપિણી દેવી ચાર ભૂજાઓ છે. જેમાં એક હાથે ખોળામાં કુમાર સ્કંદને બેસાડ્યા છે. બીજા અને ચોથા હાથમાં કમળ; ત્રીજો હાથ વરદ મુદ્રામાં છે.

image source

અત્યંત શુભ્ર વર્ણી દેવી કમળનાં આસને બિરાજે છે અને તેમનું વાહન સિંહ છે. આ સ્વરૂપમાં માતા અને પુત્ર બંન્નેની ઉપાસના થાય છે જે એક વિરલ ઘટના છે! સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવીનં સાધકનાં ચારેય તરફ઼ એક અલૈકિક પ્રભા મંડલ છવાયેલું રહે છે. જે તેમને તમામ અનિષ્ટોથી રક્ષા કરે છે. તેના યોગ-ક્ષેમનું પણ વહન કરે છે. પાંચમાં નવરાત્રીની અધિષ્ઠાત્રી દેવી સ્કંદમાતાનાં સ્મરણનો મંત્ર છે :

સિંહાસનાગતા નિત્યં પદ્માશ્રિત કરદ્રેયા |

શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ||

કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

-: આજના ગરબા :-

image source

અંબા-બહુચરને રમવા દ્યો

આઘા રહો ને સહુ છેટા રહો, અંબા-બહુચરને રમવા દ્યો,

ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…

મોટેરો ગરબો અંબાના શીરે, નાનેરો ગરબો બહુચરને શીરે,

ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…

અંબાના પગમાં જાંજરીયા જમકે, બહુચરનાં પગમાં ઘુઘરિયા ઘમકે,

ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…

અંબાની ચૂંદડીમાં ચાંદલિયા ચમકે, બહુચરની ચૂંદડીમાં તારલિયા ટમકે,

ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…

મોટેરા અંબા લાગે સોહામણાં, નાનેરા બહુચર લાગે રળિયામણા,

ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…

સખી સાહેલી રમવાને આવતી, ગરબા ગાતીને કુમકુમ વરસાવતી,

ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…

image source

દીવડા ઝગમગ ઝગમગ

દીવડા ઝગમગ ઝગમગ થાય,

ગરબો ઘૂમતો ઘૂમતો જાય…

માડી અમે લાવ્યા ચૂંદડી ની જોડ,

માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…

માડી અમે લાવ્યા ચુડલી ની જોડ,

માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…

માડી અમે લાવ્યા ફુલ્ડાનાં હાર,

માડી તમે ધરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…

માડી અમે લાવ્યા નૈવેદ્યનોં થાળ,

image source

માડી તમે આરોગોતો આનંદ થાય…દીવડા ઝગમગ…

માડી તારા બાળકો ગરબા ગાય,

માડી તમે આશિષ આપો સદાય…દીવડા ઝગમગ…

કેસરિયો રંગ તને

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા

કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

આસોના નવરાત્ર આવ્યા, અલ્યા ગરબા

image source

આસોના નવરાત્ર આવ્યા રે, લોલ

ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, ગરબા

ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, લોલ

કંકુના સાથિયા પૂરાવ્યાં રે, ગરબા

કંકુના સાથિયા પૂરાવ્યાં રે, લોલ

કોના કોના માથે ફર્યો રે, ગરબો

કોના કોના માથે ફર્યો રે, લોલ

નાની નાની બેનડીના માથે રે, ગરબો

નાની નાની બેનડીના માથે રે, લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા

કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

ઘૂમતો ઘૂમતો આવ્યો રે, ગરબો

image source

ઘૂમતો ઘૂમતો આવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો રે આરાસુર

હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા અંબાએ તને વધાવ્યો રે, ગરબા

મા અંબાએ તને વધાવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો રે પાવાગઢ

હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા કાળીએ તને વધાવ્યો રે, ગરબા

મા કાળીએ તને વધાવ્યો રે, લોલ

image source

હરતો ને ફરતો આવ્યો માટેલ ગામ

હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા ખોડિયારે તને વધાવ્યો રે, ગરબા

મા ખોડિયારે તને વધાવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો શંખલપુર

હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા બહુચરે તને વધાવ્યો રે, ગરબા

મા બહુચરે તને વધાવ્યો રે, લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા

કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ