પાંચ નહીં છ આંગળીવાળા લોકોના મગજ એકદમ તેજ હોય છે અને તેમનું કામકાજ ચોક્ક્સ હોય છે…

૫ તો બધાંની હોય છે પરંતુ ૬ આંગળીઓવાળી વ્યક્તિઓ હોય છે બહુ જ ભાગ્યશાળી, જાણો તેની પાછળનું રહસ્ય… પાંચ નહીં છ આંગળીવાળા લોકોના મગજ એકદમ તેજ હોય છે અને તેમનું કામકાજ ચોક્ક્સ હોય છે…

આપણે અવારનવાર એવી વ્યક્તિને મળીએ છીએ જેમને ૫ નહીં પરંતુ ૬ આંગળીઓ હોય છે. કોઈને હાથ કે પગમાં પાંચ આંગળીઓ કે અંગૂઠાને બદલે ૬ આંગળીઓ હોય છે. બબ્બે આંગળીઓ કે અંગૂઠા જોડાયેલા હોય છે. સામાન્ય રીતે આને લોકો જિનેટિકલ ડિસોર્ડર તરીકે અથવા તો કોઈ શારીરિક તકલીફની દ્રષ્ટિએ જોતાં હોય છે. અમુક લોકો તો એવું પણ માને છે કે આવા જોડિયા આંગળાં કે અંગૂઠા ધરાવતાં લોકોને એમના રોજિંદા કાર્યો કરવામાં મુશ્કેલી નડતી હોય છે. પરંતુ એ વાત જાણીને આપને નવાઈ લાગશે ખરેખર તો પરિસ્થિતિ સાવ વિપરિત જ છે.

જેમના હાથના કે પગના ૫ નહીં પરંતુ ૬ આંગળાં હોય તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે કેમ કે તેમની કાર્ય કરવાની ક્ષમતા સામાન્ય વક્તિ કરતાં વધારે હોય છે અને તેમની વિચાર શક્તિ પણ ખૂબ જ તેજ હોય છે. તાજેતરમાં જર્મનીની ફ્રીબર્ગ યુનિવર્સિટી એન્ડ ઇંપિરિયલ કોલેજના સંશોધનકારોએ પણ આવું જ કંઈક કહ્યું છે.

ચાલો જાણીએ કે આ સંશોધન શું કહે છે અને ૫ આંગળીઓવાળા લોકો કરતાં ૬ આંગળીઓવાળા લોકો કેવી રીતે વધુ સારા છે, અને સામાન્ય લોકો કરતાં કઈરીતે તેઓ જુદા તરી આવે છે.

પાંચ કરતાં ૬ આંગળીવાળા વ્યક્તિઓ વિશે થયું જર્મનીમાં ખાસ સંશોધન…

જર્મનીની ફ્રીબર્ગ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ કોલેજમાં તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના હાથમાં અથવા પગમાં ૫ ને બદલે ૬ આંગળીઓ હોય, તો તેનો અર્થ એ નથી કે વ્યક્તિ કોઈ રોગથી પીડિત છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં પોલિડેક્ટિલી કહેવામાં આવે છે. પાંચની જગ્યાએ શરીરમાં છ આંગળીઓથી જન્મેલા ૮૦૦ લોકોમાંથી એક જ. જો કે, સરેરાશ, ૫૦૦ લોકોમાંથી એકની શસ્ત્રક્રિયા થાય છે અને તેને દૂર કરવામાં આવે છે.

શું છે સંશોધનમાં ખાસ જાણવા જેવું…

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોના હાથ અને પગમાં છ આંગળીઓ છે, તેઓ પાંચ આંગળીઓવાળા લોકો કરતા કંઈક સારું કામ કરે છે. આવા લોકોનું મગજ પણ ૫ આંગળીઓવાળા વ્યક્તિઓ કરતા ઝડપથી કામ કરે છે. તેમની વિચારવાની અને નિર્ણયો લેવાની ક્ષમતા અને ઝડપ પણ અન્યો કરતાં વધારે હોય છે. આવું એટલા માટે પણ હોઈ શકે છે કે એમને કાર્ય કરવા માટે એક અંગ વધારે મળેલ છે. પરંતુ ક્યારે આ જોખમી પણ રહે છે અને નરડતરૂપ બનીને કે કષ્ટદાયક દર્દ પણ આપી શકે છે.

કાર્ય કરવાની વિશેષ ક્ષમતા ધરાવે છે, ૬ આંગળાં ધરાવતાં લોકો…

નેચર કમ્યુનિકેશનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે છઠ્ઠી આંગળી મોટાભાગે છ આંગળીવાળા લોકોના હાથમાં અંગૂઠો અને તર્જની આંગળીની વચ્ચે છે. જેના કારણે તેઓ તેમના આંગળીઓ કરતાં તેમના દૈનિક કાર્ય વધુ સરળતાથી કરી શકે છે. ઉદાહરણ તરીકે, આવા લોકો જૂતાને બાંધવાથી લઈને ટાઇપિંગ અને વિડિઓ ગેમ્સ રમવા સુધીની ગતિ વધારે કામ કરે છે.

અનેક સેલિબ્રિટિઝને ૬ આંગળીઓ કે અંગૂઠા છે…

આપણાં ઇન્ડિયન એક્ટર ઋત્વિક રોશનને જમણા હાથમાં બે જોડિયા અંગૂઠા છે. એવી જ રીતે અનેક હોલિવુડ એક્ટર્સ સ્પોટ્સ પર્સન અને ક્રિકેટર્સ પણ એવા છે જેમને પાંચ નહીં પણ ૬ આંગળીઓ કે એક વધારાનો અંગૂઠો આવેલ હોય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ