જાતે જ ફક્ત 10 મિનિટમાં બનાવી શકો છો સરળ રીતે પાન કાર્ડ, 5 કામ થશે ફટાફટ

આજના સમયમાં કોઈ પણ ફાયનાન્શિયલ કે બેંકિંગ સાથે જોડાયેલા કામમાં પાન કાર્ડની જરૂર સૌથી પહેલા રહે છે. આ કારણ છે કે સરકાર આ કામ માટે સૌથી પહેલા સરળ રીતે લોકોને પાન કાર્ડની જરૂર સમજાવી તેને બનાવવાની અપીલ કરી છે. હાલમાં સરકારે એક એવી વ્યવસ્થા કરી છે જેનાથી તમે ફક્ત 10 મિનિટમાં ઘરે બેઠા આ જરૂરી ડોક્યૂમેન્ટ બનાવી શકો છો. પાન કાર્ડ 10 ડિજિટનો એક નંબર હોય છે જેને ઈન્કમ ટેક્સ વિભાગ જાહેર કરે છે. આજે સૌથી પહેલા જાણો કયા કામ માટે પાન કાર્ડની જરૂર રહે છે. આ સાથે જ તમે આ પાનકાર્ડને ઘરે બેઠા મેળવી શકો છો.

તો જાણો 1 રૂપિયાના પણ ખર્ચ વિના પાન કાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવી શકાય છે.

image source

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાન કાર્ડ બનાવવા માટે તમારે ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરવાનું રહે છે અને પછી ‘Get New PAN’ ને પસંદ કરવાનું રહે છે. તમને આધાર નંબર પૂછવામાં આવશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપીના વેલિડેશન બાદ તમારા માટે ઈ- પાન જાહેર કરાશે.

image source

આમાં અરજકર્તાને પીડીએફ ફોર્મેટમાં પાન કાર્ડની એક કોપી મળે છે. તેની પર ક્યૂ આર કોડ હોય છે. ક્યૂ આર કોડમાં અરજી કરનારનો ડેમોગ્રાફિક ડિટેલ અને ફોટો હોય છે. અરજી કરતી સમયે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 15 અંકનો એક નંબર મળશે. તેની મદદથી તમે ઈ- પાન ડાઉનલોડ કરી શકો છો. તેની એક કોપી અરજદારના ઈમેલ આઈડી પર મોકલવામાં આવે છે. આધારથી ઈમેલ આઈડી રજિસ્ટર્ડ કરવાનું અનિવાર્ય છે. હાલમાં જ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ઈ-પાન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરીને તેને સરળ કર્યા છે.

image source

NSDLઅને UTITSLની મદદથી પણ પાન કાર્ડ જાહેર કરાય છે. આ બંને રીતે પાન કાર્ડ બનાવવા માટે નક્કી ચાર્જ આપવાનો રહે છે. તેનાથી ઉલટું ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ ફ્રીમાં પાન કાર્ડ બનાવવાની સુવિધા આપે છે.

ઈન્સ્ટન્ટ પાન ફેસિલિટી ના આધારે તમારે કોઈ વિસ્તૃત ફોર્મ ભરવાનું રહેતું નથી. જરૂરી જાણકારી તમારા આધારથી લેવાય છે. આ સાથે પાન કાર્ડ અને આધાર કાર્ડ જાતે જ લિંક થઈ જાય છે.

image source

ઈન્કમ ટેક્સ વિભાગે કહ્યું છે કે ઈન્સ્ટન્ટ પેન માટે લગભગ 10 મિનિટ લાગે છે. અત્યાર સુધી કુલ 6.7 લાખ લોકોને ઈન્સ્ટન્ટ પેન જનરેટ થઈ ચૂક્યા છે.

આ 5 કામ માટે જરૂરી છે પાન કાર્ડ

અચલ સંપત્તિ ખરીદવા માટે

image source

જો તમે 5 લાખ રૂપિયા કે તેનાથી વધારે કોઈ અચલ સંપત્તિ ખરીદો છો તો તમે તમારુ પાન કાર્ડ જમા કરાવો તે જરૂરી છે. ઈન્કમ ટેક્સ વિભાગે પણ વેબસાઈટ પર આ જાણકારી આપી છે.

ક્રેડિટ કાર્ડ માટે

image source

કોઈ પણ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં પણ 50000 રૂપિયાથી વધારે રૂપિયા જમા કરાવવા માટે પાન કાર્ડ નંબર આપવો જરૂરી છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડની અરજી માટે પણ પાન કાર્ડ આપવામાં આવે છે. હોટલ કે રેસ્ટોરામાં 25000થી ઉપરના બિલ માટે પાન કાર્ડ આપવું ફરજિયાત છે.

ઈન્શ્યોરન્સ પ્રીમિયમ માટે

image source

જો તમે આજીવન વીમા પ્રીમિયમ જમા કરો છો તો આ રકમ 50000થી વધારે છે તો તમારે પાન કાર્ડ આપવાનું રહે છે. કોઈ પણ કંપનીના શેર્સ ખરીદતી સમયે પણ પાન કાર્ડ જરૂરી છે. આ સિવાય તમે શેરના બદલે 50000થી વધારે રૂપિયા કે તેનાથી વધારે પેમેન્ટ કરો છો તો તેની પર પણ પાન કાર્ડ આપવાનું જરૂરી છે.

50000થી વધારેના ટ્રાન્ઝેક્શન માટે

image source

જો તમે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા ઈચ્છો છો તો તેના માટે જરૂરી છે કે પાન કાર્ડ અને આધાર કાર્ડને એકમેકની સાથે લિંક કરો. જો પાન અને આધાર લિંક નથી તો તમે ઈન્કમટેક્સ રિટર્ન પ્રોસેસ નહીં કરી શકો.

TD કે FD માટે

image source

જો તમે 1 લાખ રૂપિયાથી વધારે કિંમતની કોઈ સિક્યોરિટી કે મ્યુચ્યુઅલ ફંડ્સ યૂનિટ્સ ખરીદો છો તો તમારે અનિવાર્ય રીતે પાન નંબર આપવાનો રહે છે. નાણાંકીય સંસ્થામાં ટાઈમ ડિપોઝિટ કે ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમમાં 50000 રૂપિયાથી વધારેની રકમ જમા કરાવવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ