જલ્સા કરોને જેંતીલાલ

શું તમે જાણો છો પાન કાર્ડ પર અંકિત કરાયેલા નંબર શું સૂચવે છે? વાંચો રોચક માહિતી

પાન કાર્ડ વિના આજના સમયમાં લગભગ મોટી રકમની લેવડ દેવડ કરવી લગભગ અશક્ય જેવી છે. પાન કાર્ડ બેંકથી લઈને રોકાણ સ્કીમ સુધી બધે જરૂરી બની ગયું છે. પરંતુ પાન કાર્ડમાં સૌથી ખાસ વાત એ છે કે તેને બને તેટલું વહેલું આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવું આવશ્યક અને અનિવાર્ય છે. આ માટે ઇન્કમ ટેક્સ વિભાગે છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરી છે. જો તમારું પાન કાર્ડ હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી થયું તો વહેલાસર કરી લેજો નહીંતર 30 જૂન બાદ તમારું પાન કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે. પરંતુ શું તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય એક બાબત વિશે જાણો છો ? મોટાભાગના લોકોને એ નથી ખબર હોતી કે પાન કાર્ડ પર અંકિત કરવામાં આવેલા આંકડા શું સૂચવે છે. જો તમારે પણ એનો અર્થ જાણવામાં રસ હોય તો આગળ વાંચતા જાવ.

image source

પાન કાર્ડ પર જે નંબર અંકિત કરેલા હોય છે તેને પરમાનેન્ટ અકાઉન્ટ નંબર જેને ટૂંકમાં PAN એટલે કે પાન કહેવામાં આવે છે. પાન કાર્ડમાં નોંધાયેલા આ અલ્ફાન્યુમેરિક નંબરનો એક ખાસ અર્થ પણ થાય છે.

શું હોય છે એ નંબરોનો અર્થ ?

image source

પાન કાર્ડમાં નોંધવામાં આવેલી જન્મ તારીખની બરાબર નીચે અલ્ફાન્યુમેરિક નંબર અંકિત થયેલા હોય છે. ઇન્કમ ટેક્સ વિભાગની માહિતી મુજબ કોઈપણ પાન કાર્ડના પ્રથમ ત્રણ અંક અંગ્રેજીનાં મૂળાક્ષરો હોય છે જે અલ્ફાબેટીક સિરીઝ દર્શાવે છે. આ અલ્ફાબેટીક સિરીઝમાં AAA થી લઈને ZZZ સુધીમાં અંગ્રેજીનાં કોઈપણ ત્રણ મૂળાક્ષરો હોઈ શકે છે.

image source

પાન કાર્ડમાં લખેલ ચોથો અંક ઇન્કમટેક્સ દાતાના સ્ટેટ્સને દર્શાવે છે. દાખલા તરીકે જો કાર્ડમાં ચોથો અંક P લખેલ હોય તો તે એ દર્શાવે છે કે આ પાન નંબર પર્સનલ છે એટલે કે વ્યક્તિગત છે. જો F લખેલ હોય તો એનો અર્થ એ થાય કે આ પાન નંબર કોઈ ફર્મ નો નંબર છે.

image source

આ જ રીતે C નો અર્થ કંપની, AOP નો અર્થ એસોસીએશન ઓફ પર્સન, T નો અર્થ ટ્રસ્ટ, H નો અર્થ અવિભાજીત હિન્દૂ પરિવાર, B નો અર્થ બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, L નો અર્થ લોકલ, J નો અર્થ આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન અને G નો અર્થ ગવર્નમેન્ટ થાય છે.

ઓનલાઇન પાન કાર્ડને આ રીતે આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય છે

1. સૌથી પહેલા તમારે ઇન્કમટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.

image source

2. ત્યાં તમને Link Aadhar નો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવું

3. ત્યાં નીચે બોક્સમાં તમારો પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને તમારું નામ લખો

4. કેપ્ચા કોડને ધ્યાનથી ભરો

5. બધા બોક્સમાં વ્યવસ્થિત માહિતી ભરી દીધા બાદ Link.Aadhar પર ક્લિક કરી દેવું.

આ પૈકી કોઈપણ એક ઓળખપત્ર હોય તો તમે પાન કાર્ડ માટે કરી શકો છો અરજી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version